બુધવાર, 8 એપ્રિલ, 2015

કથા કડી - ૨, ભાગ - ૩૩

ફેસબુકનો ઉપયોગ લોકો જસ્ટ ટાઈમપાસ કરવા માટે કરતા હોય છે, ફોટો શેર કરવા માટે કરતા હોય છે, જોક્સ, શાયરીઓ, કવિતાઓ શેર કરતા હોય છે. પણ એક મહિલાના મગજમાં કંઈક અલગ જ વિચાર ચાલતો હતો કે શું કોઈ એક વાર્તા લખીએ તો કેવું રે ? અને એ વાર્તા કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ પણ ફેસબુકમાં રહેલા અને લખવા માંગતા હોય અને લેખક નાં હોય એવા લોકો દ્વારા મળીને થોડી થોડી વાર્તા લખીએ.
.
નીવારોઝીન રાજકુમારના આ આઈડિયાની પોસ્ટને ફેસબુકના લોકોએ સહર્ષ વધાવી લીધી અને જન્મ થયો એક "કથા કડી" નો કે જેમાં કોઈ વાર્તા કોઈ એક વ્યક્તિ પોતાના હિસ્સાની કડી લખી નાખે અને છેલ્લે અધુરી મૂકી દે અને ત્યાંથી કોઈ બીજી વ્યક્તિ શરુ કરે પોતાના અલગ વિચારો સાથે. આમ લોકોનો ઉત્સાહ વધતો ગયો અને લોકો જોડતા ગયા અને આજે મોટાપાયે ઘણા બધા લોકો કથા કડીના સભ્ય છે જે લોકો બધાના સહકારથી લખી શકે છે. આજે મારા હિસ્સામાં પણ એક કથા કડી લખવાની આવી છે જે મેં લખી છે.
.
અરે પણ આ શું છે કથાકડી કથાકડી કરે છે બધાય. નામ સાંભળવામાં તો સારું લાગે છે કંઈક નવું સાંભળ્યું હોય એવું. પણ છે શું ??
વત્સલભાઈને ફોન કર્યો, સમજાવો કે આ છે શું ? નીવાબેને કંઈક નવાજુની કરી છે એ નક્કી છે પણ કઈ ટપ્પો નથી પડતો. તરત જ વત્સલભાઈ એ સમજાવી દીધું અને તરત જ મગજમાં એક સ્પાર્ક થયો કે આ અનુભવ કરવા જેવો. જોઈએ તો ખરા કે લોકોના મગજ ક્યાં ક્યાં સુધી દોડતા હોય છે અને એ બધાની વચ્ચે હું ક્યા છું ? ચાલો કંઈક નવું ટ્રાય કરીએ.

લખવાની શરૂઆત કરવાનો રોમાંચ તો હતો જ પણ જ્યારે આગળની કડી ફાઈનલ થઈને આવી અને પછી પોતાના મુદ્દા કરવાના આવ્યા ત્યારે ગાડી ખોટવાઈ ગયી.. હહ્હા સાલું, ધારીએ એવું સરળ તો નથી હો બાપુ ! કેટલું વિચારવું પડે છે. મુદ્દા આપ્યા ત્યાં તો કોમેન્ટનો ઢગલો થયો કે ભાઈ આ ભૂલ છે, પેલી ભૂલ છે.. ત્યારે સમજાયું કે આ વસ્તુ લોઢાનાં ચણા ચાવવા જેવી છે. અશ્વિનભાઈની મદદથી કંઈક અલગ રીતે અને ટેકનીકલ રીતે પણ વિચારવાનું શરુ કર્યું જે મારે મારા પોતાના માટે પણ ખુબ જ કામમાં આવાનું છે. જે કઈ પણ લખું ત્યારે કંઈકને કંઈક લોચા રહી જ જાય, ત્યારે સાલું એમ થયું કે મહેનત માંગી લે તેવું કામ છે આ… સતત આખો દિવસ વિચારું ત્યારે સાંજે માંડ થોડુક લખી શકું. પણ જ્યારે કડી પૂરી થઇ અને અશ્વિનભાઈએ થોડા ઘણા સુધારા સાથે ફાઈનલ કડી મૂકી ત્યારે જોયું તો કંઈક અલગ જ રેસીપી તૈયાર હતી. ભૂલો કાઢીને જે મગજ પર બધાયે હથોડા માર્યા હતા એનાથી પથ્થરમાંથી એક કાચો હીરો તૈયાર થઇ ગયો. ધીમે ધીમે હવે કઈ રીતે રીયલ ડાયમંડ બનવું એ તરફ આગળ વધવા માટે સીડી મળી ગયી છે.
થેંક્યું સો મચ નીવાબેન એન્ડ ટીમ.

પાછળ રહી ગયેલી કડીઓ વાંચવા માટે અને રેગ્યુલર આવનારી દરેક કડીઓ વાંચવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. :-
https://paragiclement.wordpress.com/category/%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%A1%E0%AB%80/ 


બીજા દિવસે સવારે લોકલ ક્રાઈમ બ્રાંચ ઓફીસ, શાહીબાગ, અમદાવાદ ખાતે આવેલી પોલીસ ઇન્સ્પેકટર પરેશ ડોબરિયાની કેબીનમાં સપના અને સંયોગ પહોચી ગયા.
“હેલ્લો મી. સંયોગ, હેલો મીસીસ સપના. હાઉ આર યુ ? પ્લીઝ બી સીટેડ..” દિવ્યરાજ સિંગે તેમને આવકારી થોડી ઔપચારિકતા દાખવી.
સપના અને સંયોગ કૃત્રિમ સ્મિત સાથે સામે ગોઠવાઈ ગયા, સપનાને તો જાણે મનમાં બીક પેસી ગયી હતી જે એના ચેહરા પર સાફ દેખાતું હતું અને દિગ્વિજયના ધ્યાનમાં આ વાત તરત જ આવી હતી.
“હા તો, મી. સંયોગ તમને તો ખબર જ હશે કે રાજ્યના મંત્રી મી. યશપાલ પર હુમલો થયો છે, અને એની પૂછપરછ માટે જ તમને અહિયાં બોલાવેલા છે.” દીવ્યરાજે સીધી જ વાતની શરૂઆત કરતા કહ્યું.
“હા, મેં ન્યુઝમાં જોયું બે દિવસ પહેલા, ત્યારે ખબર પડી.” સંયોગે સ્વસ્થતાથી જવાબ વાળ્યો.
“ઓકે, મી. સંયોગ તમે તો હુમલાના દોઢ કલાક પહેલા જ કંઈક વાત કરેલી યશપાલ સાથે. તમારા ઘરનો ફોન નંબર કોલ-લીસ્ટમાં છે.”
“હા એ કોલ મારી પત્ની સપનાએ કર્યો હતો, જસ્ટ વાત કરવા માટે કે એમના માટે પ્રસાદી લેતા આવે એમ. કારણ કે સપના અને યશપાલ ઘણા ટાઈમથી સારા દોસ્ત છે અને હવે યશ્પલજી અમારા ફેમીલી-ફ્રેન્ડ પણ છે.” સંયોગે સાવધાનીથી જવાબ આપ્યો.
“ઓહ્હ આઈ સી ! ક્યાંક એવું તો નહોતું ને કે મી. યશપાલ ક્યા પહોચ્યા છે અત્યારે, એની જાણ મેળવવા માટે થઈને ફોન થયો હોય ?” દિગ્વિજય ખુંધુ સ્મિત કરીને પૂછ્યું.
“અરે સર, તમે કહેવા શું માંગો છો ?” સંયોગ થોડા થોડા ઊંચા અવાજે બોલી પડ્યો, ” કે હુમલો અમે કરાવેલો છે એમ? તમે અમારા પર એવો આરોપ કઈ રીતે મૂકી શકો, સાહેબ ? તમારી પાસે શું સાબિતી છે એની ?”
“સાબિતી તો સમય આવ્યે મળી જ જશે મી. સંયોગ. થોડા જ સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. બાય ધ વે, તમારા ઘરમાં બીજું કોણ કોણ છે ?” દિગ્વિજયે આગળ પૃચ્છા ચાલુ રાખી.
” જી અમે બંને,” આ વખતે સપના બોલી, “એ ઉપરાંત અમારા ઘરમાં બીજા ૪ નોકરો અને એક અમારી દીકરી છે સ્નેહા, જે વર્ષોથી અમેરિકાના એડીસનમાં રહે છે. ત્યાં મીડલસેક્સ કન્ટ્રી કોલેજમાં બી.ટેક. ભણી રહી છે.”
આટલું સાંભળતા જ દિગ્વિજયની આંખો ચમકી, કારણકે એને મળેલી માહિતી મુજબ રોહન પણ એડીસન જ ગયો હતો,
રોહન, એટલે યશપાલના પી.એ., તેના પ્રાઈવેટ આસિસ્ટન્ટનો દીકરો. યશપાલના હુમલા પહેલા તેને કરવામાં આવેલ ફોન-કોલ્સના લીસ્ટમાં એક નંબર આ રોહનનો પણ હતો. તેણે આ કોલ હુમલાના ૩ કલાક પહેલા કરેલો.
જોકે ટેલીકોમ કંપની તરફથી કોલ રેકોર્ડીંગ આવ્યું નહોતું એટલે દિગ્વિજયે દરેક પર શક કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, અને આમ પણ આ લોકોના મગજ આવા જ હોય છે. બધાં નામો સાથે એણે રોહનની તપાસ કરાવી તો ખબર પડી કે રોહન હુમલાના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકામાં એ પણ એડીસન જ ગયો હતો.
દિગ્વિજયને ત્યારે જ શંકા થઈ આવી હતી કે આવા સમયે રોહન અચાનક અમેરિકા શું કામ જતો રહે ? એટલે એણે એના તરફથી પૂછપરછ કરાવાની શરુઆત કરી દીધી હતી, એમાં સપનાની દીકરી પણ એડીસનમાં જ છે એવું સમજાતા ‘હવે કંઈક નવું જાણવા મળશે’ એવી લાગણી દિગ્વિજયને થઇ. એને શંકા ગયી કે અહિયાં કંઈક તો કનેક્શન હોવું જોઈએ. કદાચ એવું બની શકે કે આ કોઈ મોટું કાવતરું પણ હોય જેમાં કોઈ મોટા નામ પણ છુપાયેલા બહાર નીકળે, એટલે એ પછી એણે સંયોગ અને સપના, બંનેના પર્સનલ નંબર, ઘરના નંબર, અડ્રેસ, નોકરોના નામ અને સરનામાં વગેરે માહિતી લઇ લીધી અને બંનેને ત્યાંથી જવા દીધા.
.
સ્નેહા અહી અમેરિકામાં તાન્યા જોડે રહેવા આવ્યા પછી ધીમે ધીમે તેની સાથે સેટ થઇ ગયી હતી. સ્કુલ પૂરી કરીને તે કોલેજમાં બી.ટેક કરી રહી હતી, જ્યાં તેના ઘણા બધા ફોરેનર્સ ફ્રેન્ડસ હતા. જ્યારે પણ સ્નેહા આ લોકોની સાથે હોતી ત્યારે ઘરના બધાને ભૂલી જતી, અરે એને ત્યારે એની ફ્રેન્ડ જેવી તાન્યા પણ યાદ ન રહેતી. ફક્ત ને ફક્ત આ લોકો સાથે પાર્ટીઓમાં મજા ઉડાડતી. સ્નેહાને આ બધાની સાથે રહી રહીને દારૂ, સિગરેટ અને ડાન્સની સંગત લાગી ગયી હતી. તાન્યા ભલે ત્યાંના પશ્ચિમી વાતાવરણમાં ઉછરી હતી પણ તો યે તેનામાં ઠરેલપણું હતું. તેને સ્નેહની આ આદતોનો અંદાજ તો આવી જ ગયો હતો, અને તે સ્નેહાને સમજવાનો પણ પ્રયત્ન કરતી, સ્નેહા જો કે ત્યારે હા પડતી અને કહેતી કે, -હા હું બધું બંધ કરી દઈશ- પણ ફરી જ્યારે બધા ભેગા થાય ત્યારે એ બધા પ્રોમિસ તૂટી જતા અને ફરી પાછી એ જ મોજ મજા શરુ થઇ જતા. અને તાન્યાએ પણ આ બધી વાતો હજુ સુધી કોઈને કહી નહોતી.
.
સ્નેહાના કોલેજ ગ્રુપમાં એક ઇન્ડિયન પણ હતો જેનું નામ રોહન હતું. એ જ આ રોહન, જે યશપાલના પી.એ.નો દીકરો હતો. એકદમ હેન્ડસમ, સ્માર્ટ, ગુડ-લુકિંગ અને પોતાની લાઈફ પ્રત્યે થોડો સીરીઅસ પણ. ભણવામાં વ્યવસ્થિત અને વાત-વર્તન પણ એકદમ સભ્યતાથી કરતો પણ તો યે, એ પણ જ્યારે આ લોકોની સાથે હોય ત્યારે મોજમજા કરવામાં તે કશું બાકી નહોતો રાખતો. એ પણ બસ બધું ભૂલીને પાર્ટીમાં લાગી જતો. આખરે એ પણ જુવાન લોહી જ હતું. અને સંગતની અસર થોડી તો થાય જ.
.
થોડા જ સમયમાં રોહન અને સ્નેહા વચ્ચે સારી એવી દોસ્તી થઇ ગઈ. આ દોસ્તી પછી સ્નેહાની જીભ પર ફક્ત એક જ નામ રહેતું “રોહન”, તાન્યાને પણ આખો દિવસ રોહન વિષે જ વાતો કર્યે રાખતી. તાન્યાને તો રોહન પહેલેથી જ કંઈક અલગ સ્વભાવ વાળો જ લાગતો કે જેના પર વિશ્વાસ ન કરી શકાય. તાન્યા એને સમજાવાની કોશિશ કરતી પરંતુ આ તો સ્નેહા હતી, નવા જમાનાની મોર્ડન છોકરી જે અમેરિકા આવીને પુરેપુરી અહિયાંના રંગે રંગાઈ ગઈ હતી અને ફક્ત પોતાનું જ ધાર્યું કર્યા કરતી.
.
રોહન-સ્નેહાના સ્વભાવ એકમેકથી ઘણા જુદાં હતા, પણ કહેવાય છે ને કે ‘ઓપોઝીટ ઓલ્વેઝ એટરેકટસ્’. એમ રોહન પણ સ્નેહાની બેફીકર અદાઓનો દીવાનો બની ગયો, એનું અલ્લડપણું એને ગમવા લાગ્યું હતું. એ પણ હવે આ સંબંધને દોસ્તી કરતા કંઈક વધારે વિચારવા લાગ્યો હતો. સ્નેહાની સાથે રહેવાનો એક પણ મોકો રોહન છોડતો નહિ. જ્યાં પણ પાર્ટી હોય ત્યાં રોહન સ્નેહાની સાથે પહોચી જ જતો અને પછી પાર્ટીમાં દારૂની મહેફિલ માણીને પછી રોહન સ્નેહાને એના ઘરે મૂકી આવતો. અને ત્યારે તાન્યા કોઈને ખબર ના પડે એમ હળવેથી બારણું ખોલીને સ્નેહાને અંદર લઇ જતી અને સુવડાવી દેતી.
.
ધીમે ધીમે બંનેને એહસાસ થવા લાગ્યો હતો કે બંને વચ્ચે દોસ્તી કરતા કંઈક વધારે જ આકાર પામી રહ્યું છે. પણ હજુ સુધી બેઉમાંથી કોઈએ આગળ કઈ બોલવાની હિંમત કરી નહોતી. બસ માત્ર આંખોથી જ કામ ચાલી ગયું હોય એવું લાગતું.
.
પછી તો રોજ કોલેજ જવાના ટાઈમે રોહન સ્નેહાને ઘરે લેવા અને મુકવા પણ આવતો, પણ ક્રિશ્નાનેને આ બાબતે કઈ અજુગતું નાં લાગતું. જો કે એકવાર ક્રિશ્નાએ સ્નેહાને પૂછી પણ લીધું હતું કે, -એ છોકરો કોણ છે? અને સ્નેહાએ પણ શાંતિથી કહી દીધું હતું કે, -માસી એ મારો કોલેજ ફ્રેન્ડ છે અને એ પણ ઇન્ડિયન જ છે એટલે મને એની જોડે થોડું વધારે ફાવે એટલે આખો દિવસ હું મોટેભાગે એની સાથે હોઉ છું.
.
કોલેજમાંથી છુટ્યા પછી બંને જણા રોજે કોફીશોપમાં જઈને બેસીને કલાકો વાતો કર્યા કરતા, પોતાની લાઈફ વિષે, પોતાના ડ્રીમ વિષે. અને આ દરમ્યાન ક્યારેક ક્યારેક રોહન એની જોડે ફલર્ટ પણ કરી લેતો. સ્નેહાને ય મનોમન આ ગમતું. ક્યારેક કોફી-શોપથી સીધા કોઈ મુવી જોવા ચાલ્યા જાય અને છેક રાત્રે ઘરે જતા. દિવસ આખો આમને-આમ બસ બિન્દાસ્ત હરવા-ફરવાનું અને મોજમસ્તી કરવાની. પણ આ મોજમસ્તી પાછળ એક લવસ્ટોરી આકાર લઇ રહી હતી, જે કદાચ ત્યારે તો સ્નેહા કે રોહનને પણ ખ્યાલ નહોતો.
.
કોલેજમાં વિક-એન્ડમાં એ વખતે કંઈક ૩ દિવસની રજા હતી એટલે રોહને સ્નેહાને લઈને ક્યાંક ફરવા જવાનું નક્કી કરી નાખ્યું હતું જેથી તેની સાથે વધુ ને વધુ ટાઈમ સ્પેન્ડ કરી શકાય. રોહને તે દિવસે ત્યાંથી સેન્ટ્રલ પાર્ક જવાનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો જે ત્યાંથી થોડે જ દુર ન્યુ યોર્ક સીટીમાં હતો.
સ્નેહા લાઈટ પિંક કલરનું ટોપ અને ડાર્ક બ્લુ કલરનું જીન્સ પહેરીને આવી હતી, વાળ એકદમ ખુલ્લા, અને માથે ડીઝાઈનવાળી રિબન પહેરેલી હતી. તે પણ એકદમ મસ્તીના મુડમાં હતી. બંને ગાડી લઈને નીકળી ગયા હતા, અને રોહને ગાડીમાં ઇન્ડિયન મ્યુઝીક શરુ કર્યું હતું.
” કિતના પાગલ દિલ હે, કૈસી યે મુશ્કિલ હે,
બેવજાહ કીસી પે એતબાર કરે,
જો ભી યહાં પ્યાર કરે, જીના દુશવાર કરે”
અને
” ધીરે ધીરે પ્યાર કો બઢાના હે,
હદ સે ગુઝર જાના હે”
આવા એક પછી એક ૯૦ના દશકના રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા. રોહન પણ સાથે સાથે ગીત ગાતો ગાતો એક હાથ હલાવતો હતો જાણે હીરો ફિલ્મમાં હાથ હલાવીને હિરોઈનને કહેતો હોય એ રીતે. અને કાયમ ઈંગ્લીશ ગીતો સાંભળનાર સ્નેહા પણ તે દિવસે આ ગીતોને એકદમ એન્જોય કરી રહી હતી.
.
પાર્ક પહોચીને બંને જણા આજે એકદમ ચુપચાપ ચાલી રહ્યા હતા, બંને એકબીજાની રાહમાં હતા કે કોણ ક્યારે કંઈક બોલે. પણ હાલત તો પેલા ગીત જેવી હતી કે “ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હે”.
ચાલતા ચાલતા બંને એક આઈસક્રીમ શોપ પાસે પહોચ્યા, સ્નેહાએ તરત જ આઈસક્રીમ લેવાનું કહ્યું. રોહને તરત જ બે આઈસ્ક્રીમ કોન લીધા અને સ્નેહા તો એકદમ મસ્ત મુડમાં આવીને આઈસ્ક્રીમ ખાવા લાગી, રોહન તે દિવસે સ્નેહાને પ્રપોઝ કરવાના ઈરાદા સાથે જ લાવ્યો હતો. કારણ, એને પણ અંદરથી એવું તો લાગતું જ હતું કે સ્નેહા પણ એને મનોમન પ્રેમ તો કરવા જ લાગી છે. મસ્તીમાં ને મસ્તીમાં રોહને સ્નેહાની આંખો પર પટ્ટી બાંધવાની વાત કરી. રોમાંચિત થયેલી સ્નેહા તૈયાર પણ થઇ ગઈ. અને રોહને તેની આંખો પર સાથે લાવે એક ખુબસુરત રેશમની પટ્ટી બાંધી દીધી અને પછી એને એક ખુલ્લા મેદાન પાસે લઇ ગયો.
થોડી વાર વીતી ગઈ. સ્નેહા બેચેન થઇ ઉઠી.
“રોહન, પ્લીઝ વોટ્સ ગોઇંગ ઓન ? હવે ખોલી નાખ આ પટ્ટી”
“જસ્ટ અ ફયુ મીનીટ સ્નેહા..પ્લીઝ, આઈ હેવ સમ્થીંગ ઈંટરેસ્ટીંગ” -રોહને મીઠાશથી જવાબ આપ્યો.
થોડીવાર પછી રોહને હળવેથી આંખો પરની પટ્ટી ખોલી અને સ્નેહાની આંખ સામેથી અંધારા દુર થયા. ત્યાં જ જમીન પર પથરાયેલા ગુલાબની ગોઠવણી કરીને ને મોટા અક્ષરોમાં લખેલું હતું “આઈ લવ યુ સ્નેહા”
સ્નેહા વાંચીને એટલી ખુશ થઇ ગયી કે તરત જ રોહનને વળગી પડી અને ઘણીવાર સુધી બસ એમને એમ જ ઉભી રહી જાણે રોહનને પોતાનામાં પુરેપુરો સમાવી લેવો હોય. થોડીવાર પછી હળવેથી રોહને પોતાનાથી અળગી કરી અને સ્નેહની ચિબુક પકડીને સહેજ ઉંચી કરીને પોતાના હોઠ સ્નેહાના હોઠ પર મૂકી દીધા. થોડી વાર માટે તો જાણે આજુબાજુની દુનિયા ભુલાઈ ગયી હોય એ રીતે બંને ખોવાઈ ગયા, અને પછી બંનેએ પાર્કમાં ખુબ જ મોજમસ્તી કરી, હર્યા-ફર્યા અને વિકેન્ડ પૂરું કરીને રૂટીન લાઈફમાં ગોઠવાઈ ગયા. આ પછી તો રોજેરોજ આ લવસ્ટોરી ખુબ જ મજબુત બનતી જતી હતી. બંને લવ-બર્ડ્સ એકબીજાની કંપની ખુબ જ એન્જોય કરતા અને સાથે કંઈક ને કંઈક પ્રોગ્રામ કર્યા જ કરતા.
.
એક દિવસ આવી જ રીતે પાર્ટી દરમિયાન સ્નેહાએ થોડો હદથી વધારે દારુ પી લીધો હતો અને રોહન પણ એની સાથે થોડો વધરે જ શરાબના નશે ઝૂમી ઉઠ્યો હતો. ગાડી સુધી પહોચતા સુધીમાં તો ૨-૩ વાર લથડાયા પણ હતા, એટલે સ્નેહાએ રોહનને ડ્રાઈવ કરવાની ના પાડી. અને તે રાત એ ગાડીમાં જ પસાર કરવાનું કહ્યું. રોહન પણ થોડો નશામાં જ હતો એટલે એણે તો જાણે વિદ્યાર્થી શિક્ષકનું કહ્યું માની રહ્યો હોય એ રીતે ડોકું ધુણાવ્યું. રાતની એ કાતિલ ઠંડીમાં, બહારની સ્ટ્રીટ-લાઈટના ઝાંખા પ્રકાશમાં એક ગાડીમાં બે યુવાન હૈયાઓ જાણે હિલોળા મારી રહ્યા હતા.ધુમ્મસ જેવું વાતાવરણ થઇ ગયું હતું અને રોહને પણ મુડ પારખીને એકદમ મદહોશ કરી દેતા ગીતના ટ્રેક શરુ કર્યા હતા.
“યે ધૂંવા ધૂંવા સા રેહને દો,
મુજે દિલકી બાત કહને દો,
મેં પાગલ દીવાના તેરા,
મુજે ઇશ્ક કી આગ મેં જલને દો”
ગીત સંભાળતા સાંભળતા આંખ મારીને તેણે સ્નેહા સામે નાજુકતાથી જોયું, અને સ્નેહા પણ આ સાંભળીને શરમાઈ ગયી.
“રોહન આજે તારા ઈરાદા મને ઠીક નથી લાગતા.” -થોડું હળવેથી મજાકના સુરમાં સ્નેહા બોલી.
“અરે યે મોસમ તો દેખો જાનેમન, ઇસ મોસમ કો આજ એસે ઝાયા નહિ હોને દેંગે”, કહેતા રોહને ફરી પાછી આંખ મીચકારી.
ત્યાં જ બીજું ગીત આવ્યું
” ભીગે હોઠ તેરે, પ્યાસા દિલ મેરા,
લાગે અબ્ર સા હા મુજે તન તેરા”
.
અને આ ગીત સાંભળીને રોહન ફૂલ મસ્તીના મુડમાં આવી ગયો. તે પોતાના હોઠ ધીમેથી સ્નેહા પાસે લઇ ગયો અને સ્નેહા હજુ તો કઈ બોલે તે પેલા તો રોહનના હોઠની ગરમી સ્નેહાને તરબોળ કરી ગઈ. ધીમે ધીમે શરીર પરથી એક એક કપડું નીચે સરતું ગયું અને બે યુવાન શરીર એકબીજામાં ઓગળતા રહ્યા, તે રાતે બધા જ બંધનો તૂટી ગયા.
.
સંતોષની ભરપુર પળો માણી ને સ્નેહા હજુ રોહનની છાતી પર માથું રાખીને પોતાની બધી જ ભૂતકાળની ઘટનાઓને વાગોળી રહી હતી અને રોહનને કહી રહી હતી, અને રોહન ફક્ત તેની વાત દરમિયાન હોકારો પુરાવતો રહ્યો. વહેલી સવારના પાંચ વાગી ગયા અને બંનેનો નશો પણ હવે ઉતરી ગયો હતો. એટલે ધીમે ધીમે ગાડી ઘર તરફ રવાના કરી.
ત્યાં તાન્યા તો ગુસ્સામાં જ હતી પણ અવાજથી કોઈના જાગી જવાના ડરથી ચુપચાપ દરવાજો ખોલી ને સ્નેહાને અંદર લઈને સુવડાવી દીધી. એનું ધ્યાન હજુ સ્નેહા પર જ હતું. સ્નેહાના ચહેરા પર આજે હળવી મુસ્કાન હતી. તેનાં મુખ પરની સંતોષની લાગણી જોઇને તાન્યાને કંઈક વધુ જ બન્યાનો એહસાસ તો થઇ ગયો, અને એણે સ્નેહાને પૂછી પણ લીધું એ બાબતે. પરંતુ સ્નેહાએ જાણે એની વાત ઉડાવી જ દીધી હોય એમ “નથી કહેવું જા” એમ બોલીને રજાઈ ખેંચીને સુઈ જ ગઈ.
.
બીજા દિવસે રોહનને ઘરેથી ફોન આવ્યો હતો કે એના પાપાની તબિયત બગડી છે. એટલે તે ઇન્ડિયા આવતો રહ્યો, અને પાપા સાજા ન થાય ત્યાં સુધી રોહને ઇન્ડિયામાં જ રહેવાનું નક્કી કર્યું. ૮-૧૦ દિવસમાં રોહનના પાપા સારા થઇ ગયા અને બીજા દિવસે એ લોકો પણ પાપના બોસ યશપાલ સાથે શિરડી જવા નીકળવાના હતા.
પણ તેનાં એક દિવસ પહેલાં જ રોહન પર સ્નેહાનો ફોન આવ્યો.
“હાય માય ડીયર હની ! હાઉ આર યુ ?” રોહને બધો પ્રેમ પહેલા વાક્યમાં ઠાલવી દીધો.
“રોહન ! આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ..” સ્નેહા જાણે એની વાત સાંભળી ન હોય તેમ બોલી ઉઠી.
“યસ માય સ્વીટહાર્ટ, બોલને ઇન્ડિયાથી તારા માટે કઈ લેતો આવું? કે પછી બીજી કોઈ વાત છે? કે પછી ‘પેલી’ રાત પછી હવે તને મારા વિના ગમતું નથી? હા !!” રોહન એકદમ મસ્તીભર્યા સૂરમાં બોલ્યો.
“હું ખુબ જ એકલી પડી ગઈ હોવાનો એવો એહસાસ થયા કરે છે. તો પ્લીઝ તું બે દિવસમાં અમેરિકા આવી જા ને.
“અરે એમ હજુ હું નહિ આવી શકું સ્નેહા. મારે અહિયાં હજુ થોડું બીજું પણ કામ છે.” રોહને તેને સમજાવતા કહ્યું.
“જો તું પરમદિવસે અમેરિકા નહિ પહોચે તો હું તારી સાથે નહિ બોલું. તું મારી વાત નહિ માને? હું તને કેટલો પ્રેમ કરું છું. તો પણ તને ત્યાં મારા વિના કેમ ગમે છે? હું તને કહી દઉં છું હા, કે જો તું પરમદિવસ સુધીમાં નહિ આવે તો હું આત્મહત્યા કરી લઈશ”.
“હેય જાનેમન ! એવું નથી ડાર્લિંગ, તું સમજવાની કોશિશ કર. અને પ્લીઝ આવી ધમકીઓ નહિ આપ મને.” રોહન ઉચક સ્વરે બોલી ઉઠ્યો.
“હું ધમકી નથી આપતી રોહન. હું સાચું કહું છું. હું ન કરવાનું કરી બેસીશ.” સ્નેહા ગંભીર અવાજે બોલી.
રોહન મનમાં વિચાર લાગ્યો, કે સ્નેહા થોડી જીદ્દી તો છે જ અને જો કંઈક કરી બેસશે તો પ્રોબ્લેમ થઇ જશે એટલે મારે પરમદિવસે અમેરિકા જવા નીકળી જ જવું પડશે. તો હું કાલે હું યશપાલકાકા સાથે શિરડી ન જાઉં અને મારું અહીંનું કામ પતાવી દઉં તો પરમદિવસે શાંતિથી નીકળી શકું.
.
અને રોહને અમેરિકાની બીજા દિવસની ટીકીટ બુક કરાવી નાખી. શિરડી જવાના દિવસે રોહને યશપાલને ફોન કર્યો કે,
‘કાકા સોરી પણ હું આપની સાથે શિરડી તો નહીં આવી શકું. કોલેજનું એક અરજન્ટ કામ આવી પડ્યું છે, પણ આપ પ્લીઝ મારા માટે પણ પ્રાર્થના કરતા આવજો.’
બસ, આવી સામાન્ય વાત જ થઇ. અને એના થોડા કલાકમાં આવું બનશે એવું ક્યા ખબર હતી, અને રોહનને ટેન્શન સ્નેહાની વાતનું હતું. એટલે કોલેજમાં સબમીશન આપવાનું બહાનું કરીને એ બીજા દિવસે સવારે અમેરિકા જવા માટે નીકળી ગયો હતો.
.
દિગ્વિજયને અમેરિકાની ઇન્ટરપોલના ૨-૩ ઓફિસર્સ સાથે થોડા ફ્રેન્ડલી રીલેશન હતા એટલે એણે તેમને અનોફીશય્લી રીતે ચેક કરવાનું કહ્યું જેથી રોહન અને સ્નેહાની જાણકારી મળી જાય.
આ બાજુ સ્નેહા એની પંદર દિવસની પીકનીક રોહન વિના કરવા નહોતી માંગતી એટલે આવું નાટક કરીને રોહનને જલ્દીથી બોલાવી લીધો હતો અને પોતે ફ્રેન્ડસ જોડે નીકળી ય ગઈ હતી. રોહન જેવો અમેરિકા પહોચ્યો એટલે એણે તરત જ રોહનને પોતાની સાથે જોડાઈ જવા કહ્યું. થોડીવાર માટે તો રોહનને ખુબ ગુસ્સો આવ્યો કે એકબાજુ યશપાલકાકા પર હુમલો થયો છે, અને આ બાજુ સ્નેહાને આ પીકનીક વધારે મહત્વની લાગે છે. પરંતુ પછી વિચાર્યું કે સ્નેહાને ક્યાંથી ખબર હોય કે ત્યાં ઇન્ડીયામાં શું થયું છે. એણે તો બસ મારી સાથે સમય પસાર કરવા માટે જ આ નાટક કર્યું હતું. એટલે પોતાનો ગુસ્સો ભૂલીને એ પણ પછી સ્નેહા અને એના ફ્રેન્ડસને પીકનીકમાં જોઈન થવા માટે નીકળી ગયો.
.
આ બાજુ સપના અને સંયોગ ચિંતા કરી કરીને સાવ નિસ્તેજ બની ગયા હતા અને રડી રડીને આંખો સુકાઈ ગઈ હતી. એમણે સતત એ જ ચિંતા હતી કે પોતાની દીકરીને તો આ કોઈ સાથે કઈ કનેક્શન નહિ હોય ને ? આમાં કોઈ મારી દીકરીને તો નહિ સંડોવે ને ? રામ જાણે આ અમારી સાથે શું થવા બેઠું છે ? પોતાના હૃદયના કટકા જેવી દીકરી શાંતિથી પોતાની જિંદગી જીવી શકે એ માટે અમે અમારાથી અળગી કરી નાખી, છતા ય હજુ ભગવાન અમારી પરીક્ષા લેવાનું બંધ નથી કરતો..
— રવિ  યાદવ

ટિપ્પણીઓ નથી: