રવિવાર, 12 એપ્રિલ, 2015

પત્રોનો પટારો, મારો લખાયેલો પત્ર - ૧

વ્હાલી અમી,
આજે ઘણા સમયે કોઈ દિવસ નાં થયો હોય એવો એહસાસ તારા અસ્તિત્વએ મને કરાવ્યો છે. આજે મારામાં રહેલા એ મૃત થઇ ગયેલા અસ્તિત્વને તે તારી લાગણીઓથી, તારા પ્રેમથી, તારી મૃદુતાથી, ફરીવાર સજીવન કર્યું છે. પરંતુ, આ તે આપેલા જીવનમાં તે મારા મનની લગામ જાણે તારા હાથમાં લઇ લીધી હોય એવું લાગ્યા કરે છે. જ્યારથી તારું અસ્તિત્વ મારામાં જીવતું થયું છે ત્યારથી તારા સિવાય બીજા કોઈ વિષે હું વિચારી શકતો જ નથી એવું લાગે છે. પણ તારો આ માલિકીભાવ મને મનના કોઈ ઊંડા ખૂણે ક્યાંકને ક્યાંક વ્હાલો લાગે છે. મારી દરેક નાની નાની બાબતોની સંભાળ રાખવાની તારી આ રીત જોઇને મારી અંદર કશીક નવી કુંપળ ફૂટી રહી હોય એવું મહેસુસ થાય છે.
કહેવાય છે કે "પ્યાર કા એહસાસ કરને કે લિયે પૂરી ઝીંદગીકી ઝરૂરત નહિ હોતી હે, ઉસકે લિયે તો સિર્ફ એક લમ્હા હી કાફી હોતા હે" બસ આવું જ કંઈક આજે મારા હૃદયમાં થયું છે. તારી સાથે કરેલી એ મધમીઠી વાતોમાં રહેલી એ કોઈક એક ક્ષણમાં જ મારા મનમાં, અંતરમાં, હૃદયમાં, ફક્ત અને ફક્ત એક જ નામ દોડતું કરી દીધું છે. અમી... અમી... અમી...
આજે તને સાચા હૃદયથી કંઈક કહેવા માંગુ છું. I am in love with you surely, deeply, madly..
I Love You Ami..
તારો અને ફક્ત તારો જ
રવિ.

ટિપ્પણીઓ નથી: