રવિવાર, 12 એપ્રિલ, 2015

પત્રોનો પટારો, મારો લખાયેલો પત્ર - 3

લંગુરીયા જીગરીજાન દોસ્ત..
રવિરાજ અને દીપક.

૭ વર્ષ પહેલા બાળક બુદ્ધિમાં બંધાયેલી એ આપણી મિત્રતા આજે સમજણના એક એવા તબક્કે પહોચી ગયી છે જેને હવે તોડવી મારા મત મુજબ અસંભવ છે. ફક્ત અને ફક્ત તમારી બંનેની એ મિત્રભાવની સમજણના કારણે આજે હું પોતાને ખુબ નસીબદાર માનું છું.

તમારા બંનેની સાથે વિતાવેલો એ સમય, સુખ-દુખ, તમારી સાથે કરેલી મોજમસ્તી હું આટલે દુર હોવા છતાં પણ ભૂલી નથી શકતો. એ દિવસો ફરીવાર આવે એવી મનની ઈચ્છાઓ રાખ્યા કરું છું પરંતુ સમય સાથે ચાલવું જરૂરી હોવાથી એ ઇચ્છાઓ હમણા પૂરી પણ કરી શકતો નથી.
દોસ્તીનો સિદ્ધાંત કે મતલબ શું હોય એ તો મને ખ્યાલ નથી પણ હા જ્યારે પણ ફિલ્મ "યારીયા" નું પેલું ગીત " અલ્લાહ વારીયા" સાંભળું છું ત્યારે આંખોમાંથી પાણી નીકળી જાય છે જે પાણીમાં ૧% જ પ્રવાહી હોય છે બાકી ૯૯% તો લાગણીઓ હોય છે.

જીવનની દરેક પળમાં મારી સતત સાથે ઉભા રહેવા માટે, દરેક દુખને પોતાનું સમજીને મારા કરતા આગળ ઉભા રહીને એને સહન કરવા માટે, અને સતત સપોર્ટ કરવા માટે હું ભગવાનનો દિલથી આભાર માનું છું કે મને આવા દિલોજાન જીગરી દોસ્ત મળ્યા છે.
તમારા બંનેની દોસ્તી માટે તો હું ફક્ત અને ફક્ત એટલું જ કહીશ કે "એ દોસ્તી હમ નહિ તોડેંગે, તોડેંગે દમ અગર, તેરા સાથ ના છોડેંગે", " યારા તેરી યારી પે કુરબાન મેરી ઝીંદગી"
તમારો લંગુરીયો જીગરી,
કાનો (રવિ)

ટિપ્પણીઓ નથી: