સોમવાર, 14 ઑગસ્ટ, 2017

હેપી ઈન્ડીપેન્ડંસ ડે

ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. રિષભની સગાઇ નક્કી થવાની હતી. અઢાર છોકરીઓ જોયા બાદ આખરે રિષભને પોતાની પસંદની છોકરી મળી ચુકી હતી તેથી તે ખુબ જ ખુશ હતો અને આજે સ્વતંત્રતા દિવસ નિમિતે ઓફિસમાં રજા હોવાના લીધે રિષભ સવારના જ ધ્વજવંદનના કાર્યક્રમ માટે નીકળી ગયો હતો અને ત્યાંથી પોતાના દોસ્તો જોડે ફરવા જવાનો પ્લાન હતો. 

રિષભના પિતા હરદાસભાઈ સવારમાં રેડી થઈને ટીવી પર સ્વતંત્રતા દિવસ પર નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળી રહયા હતા એટલામાં જ તેમની દીકરી નવ્યા રેડી થઈને કશેક બહાર જવાની તૈયારી કરી રહી હતી.
"સવાર સવારમાં ક્યાં જાય છે નવ્યા ? અને આ જીન્સ પહેરવાનું ક્યારથી શરુ કર્યું ? આ ઘરમાં જીન્સ લાવ્યું કોણ ?", હરદાસભાઈ પોતાના હુકુમત ચલાવતા અંદાઝમાં બોલતા હોય એ રીતે પૂછ્યું.
"આજે હું અને મારી ફ્રેન્ડ અમારા કોલેજ ફ્રેન્ડ્સ જોડે વન ડે પીકનીક પર જવાના છીએ પાપા", નવ્યા એકદમ લાડથી બોલી.
"કોલેજ ફ્રેન્ડ્સમાં એકલી છોકરીઓ જ છે કે પછી છોકરાઓ પણ છે ?", હરદાસભાઇએ સવાર સવારમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસ શરુ કરી.
"જી... પાપા............. એક્ચ્યુઅલી એવું છે કે અમે સાત આઠ છોકરીઓ અને આઠ દસ છોકરાઓ છીએ જે જઈ રહયા છીએ", નવ્યા હવે તેના પિતાનો અંદાઝ પારખી ચુકી હતી આથી ખચકાઈને બોલી.
"જોયું રિષભની મા, આપણે મરી ગયા છીએ એટલે હવે દીકરીઓ પૂછ્યા વગર છોકરાઓ જોડે ફરતી થઇ ગઈ છે. બાપને પૂછવાની પણ એને જરૂર નથી લાગતી. આજે ફરવા જશે અને પછી કાળું મોઢું કરીને આપણું નાક કપાવશે", હરદાસભાઈ થોડા ગુસ્સે થઈને બોલ્યા.
"પાપા ! તમે શું બોલી રહયા છો એ તમને ખબર છે ? તમને આટલોય ભરોસો નથી મારા પર ?", નવ્યા થોડી ગુસ્સે થઈને બોલી.
"તને કોલેજમાં ભણવા મૂકી એ જ મારી મોટી ભૂલ હતી. છોકરીઓએ ઘરમાં કચરા-પોતા અને રસોડા જ સંભાળવાના હોય. કાલથી તારી કોલેજ બંધ અને ઘરનું કામ કરવાનું શરુ કરી દે, લાગે છે હવે રિષભ જોડે તારાય હાથ પીળા કરી દેવા પડશે, સાંભળી લે રિષભની મા, આજ પછી આ મને પૂછયા વગર ઘરની બહાર ગઈ તો તારી અને તારી દીકરીની ખેર નથી. અને હા ! આ જીન્સ નાખી દે કચરામાં અને ભારતીય પોશાક પહેરો. પોતાની મર્યાદામાં રહો", આખરે કશુંય વિચાર્યા જાણ્યા વગર હરદાસભાઈએ પોતાનો ફેંસલો સંભળાવી દીધો.
નવ્યા રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. 

રિષભની મા તરત જ બહાર આવીને હરદાસભાઇ પાસે બેસી ગઈ અને બોલી,"આ રિષભના સસરા જોડે લેવડ-દેવડની વાત પહેલા કરી લેજો. એમ ને એમ ખાલી દીકરીને ખાલી હાથે મોકલી દેશે એ હું નહિ ચલાવી લઉં, ૫ લાખના ઘરેણા, ૨ લાખ રોકડા અને રિષભ માટે એક ૧૦ લાખની ગાડી આટલું તો માગજો જ, નહીંતર આ વેવિશાળ અહીંયા જ રોકી દેજો"
"હા... હા ! મને ખબર છે એ બધી, તું ચિંતા કરમાં, મારા ધ્યાનમાં છે જ. અને તું પણ રિષભની વહુને મળીને પહેલા જ ચોખવટ કરી લેજે કે મારા ઘરમાં વહુએ લાજ કાઢવાની રહેશે અને ફક્ત સાડી જ પહેરવાની છે. ઘરની બહાર એકલા કશેય જવાનું નથી અને હા એ જે કઈ ભણે છે એ કહી દેજે કે બંધ કરી દે, મારા ઘરની વહુ નોકરી કરે એ હું સ્હેજેય સાંખી નહિ લઉં", હરદાસભાઇ પણ પોતાનું લિસ્ટ રજૂ કરતા હોય એમ બોલ્યા.

"આ શું જોવો છો આજ સવાર સવારમાં ?", રિષભની માએ ટોપિક બદલતા કહ્યું.
"મોદી સાહેબની સ્પીચ સાંભળું છું. આજના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયો હતો", હરદાસભાઇ જાણે પ્રાઉડ ફીલ કરીને બોલી રહયા હતા. 
ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઉઠ્યો.
"હેલો ! હા ઘના.. બોલ બોલ... ધ્વજવંદનમાં જાય ત્યારે મને લેતો જાજે"
"એ હા હરિકાકા"
"અને સાંભળ ઘના ! પેલું શું કે ઈંગ્લીશમાં ??  હા જો યાદ આવી ગયું....
"હેપી ઇન્ડિપેન્ડન્સ ડે"


સમાપ્તિ...

શુક્રવાર, 14 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૩

નિશીથ અને કાયા બંને હવે પોતાની જાતને કોસી રહ્યા હતા. જિંદગીમાં પહેલીવાર કોઈ કેસમાં પોતે જ ફસાઈ ગયા હતા. આટલા સફળ પોલીસ ઓફિસરની સામે બે લોકો પૂરી ગેમ રમી ગયા અને નિશીથ અને કાયાને ભનક પણ નાં લાગવા દીધી અને તેમના જ હાથે એક નિર્દોષનું ખૂન પણ કરાવી નાખ્યું અને કાયદાની નજરમાં તે એન્કાઉન્ટર હતું. નિશીથ પોતે પણ આખરે મનોમન આ બંનેની બુધ્ધિને સલામ કરી ગયો. પરંતુ હવે તે આ કેસને રીઓપન કરવાના હેતુથી તો નહિ પરંતુ પોતાને બેવકૂફ બનાવી ગયા એ બંનેને ગમે તેમ કરીને પકડવા માંગતો હતો પરંતુ કોઈ સબુત વગર તો તેઓને ગિરફ્તાર કરવા શક્ય નહોતું આથી હવે તે આ કેસને પોતાની રીતે હેન્ડલ કરવા માગતો હતો.

કાયા અને નિશીથ બંને પોતાની ઓફીસમાં બેઠા હતા ત્યાં જ ખબર મળ્યા કે ઉર્વીલની ઓફીસનો જે મેનેજર રાહિલ હતો તેનું એક્સીડેન્ટ થયું છે અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો છે. આખરે નિશીથનો શક સાચો જ નીકળ્યો, આ ગેમ હજુ પૂરી નહોતી થઇ હજુ પણ કોઈક મોટી ઘટના બનવાની હતી જેને અંજામ કોણ આપશે તે વિષે કશું કહી શકાય એમ નહોતું. પરંતુ હવે તો નિશીથ પોતે જ કોઈના ઓર્ડરની રાહ જોયા વગર જ કાયાને લઈને આ કેસની વધુ તપાસ કરવા માટે નીકળી ચુક્યો હતો.

==***==***==

મુંબઈના એક પબના ઘોંઘાટ વચ્ચે ટેબલ પાસે ચેર પર બેઠા બેઠા હયાતી રેડ વાઈન પી રહી હતી અને બીજી તરફ બારડાન્સર પોતાના હુસ્નના જલવા દેખાડીને પબમાં આવતા માલદાર લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી હતી. બોલીવુડના ઢીંચક ગીતો સાથે લોકો શરાબના નશામાં દારુ પી રહ્યા હતા અને હયાતી આજુબાજુના આ વાતાવરણને એકદમ વિપરીત શાંત બેઠી હતી. તેના મગજમાં વિચારોનું ઘમાસાણ ચાલી રહ્યું હતું પરંતુ તે શું હતું તે કોઈ કળી શકે તેમ નહોતું એટલી જ વારમાં ત્યાં ઉર્વીલની ઓફીસનો મેનેજર રાહિલ હયાતી પાસે આવીને બેઠો અને હયાતી જોડે તેણે પણ પોતાની વ્હીસ્કી પીવાની શરૂઆત કરી.

“કોન્ગ્રેચ્યુલેશન મેમ ! આખરે તમારી ગેમ તમે જીતી ગયા”, રાહિલે વાત શરુ કરતા કહ્યું.
“જે ગેમ મારી પોતાની જ હતી તેમાં તો હું જીતવાની જ હતી તેમાં શંકાને બેમત નહોતો”
, હયાતી પણ કોઈ મોટા ગેમ્બલરની જેમ વર્તીને બોલી રહી હતી.
“સારું કર્યું તમે અંબરને મરાવી નાખી, સાલીએ નાકમાં દમ કરી નાખ્યો હતો. જ્યારે પણ ઓફીસ આવે ત્યારે આખી ઓફીસનો ઉધડો લઇ નાખતી. તેણે મને બધા વચ્ચે ઝલીલ કર્યો અને તેનો બદલો લેવાનો તમે મને મોકો આપ્યો એ બદલ થેન્ક્સ”, રાહિલે પોતાનો અસલ કલર દેખાડ્યો.
“હું જાણતી હતી કે તને તેના પર નફરત છે એટલે જ તને મેં તેની નજીક રહેવા કહ્યું હતું અને એટલે જ મારો અને રોનિતનો વિડીયો ઉતારીને તને આપ્યો હતો જેથી તું અંબરનો વિશ્વાસ જીતી શકે કે તે આ તેની મદદ માટે કર્યું છે”, હયાતી પણ હવે પોતાના હુકમના પત્તા ફેકી રહી હતી.
“તો હવે આ કામનું ઇનામ ક્યારે મળશે ?”, રાહિલની લાલચુ નજરને હયાતી તરત પારખી ગઈ.
“ખુબ જ જલ્દી
, તું ચિંતા નહી કર તને એવું ઇનામ આપીશ કે આખી જિંદગી તારે કશું કરવું નહિ પડે”, હયાતી તેને વિશ્વાસમાં લેતી હોય એ રીતે કહી રહી હતી અને બીજી તરફ તેણે રાહિલના વ્હીસ્કીના ગ્લાસમાં નાખેલી ટેબ્લેટ પોતાની અસર દેખાડવાની શરૂઆત કરે તેની રાહ જોઈ રહી હતી.

થોડી જ વારમાં રાહિલનું માથું ભમવા લાગ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા હતા. બીજી તરફ હયાતી જાણે તેને સેક્સ માટે ઉક્સાવી રહી હોય એ રીતે પોતાના ફેસ એક્સપ્રેશન આપી રહી હતી.
“કમ ઓન બેબી ! લેટ્સ હેવ સમ ફન !”
, દવાની અસર હવે રાહિલનાં બોલવામાં દેખાઈ રહી હતી અને સાથે વ્હીસ્કી પણ તેના મગજમાં બરાબર ચડી હતી.
“યોર પ્લેસ ઓર માઈન
?, હયાતીએ પણ તેને સહકાર આપતા કહ્યું.
“અનીવેર ! તું જ્યાં કહીશ ત્યાં આવવા તૈયાર છું”
, રાહિલ પોતાનો હોશ પુરેપુરો ખોઈ ચુક્યો હતો.

હયાતી તેને પોતાના ખભાના ટેકે બહાર લઇ ગઈ અને તેને થોડીવાર રોડ પાસે ઉભા રહેવા કહ્યું અને તે ગાડી લઈને આવે છે એમ કરીને તે ત્યાંથી ગાડી લેવા જતી રહી. રાહિલ હજુ પણ ત્યાં લથડીયા ખાઈ રહ્યો હતો. થોડી જ વારમાં એક ગાડી ધસમસતી રાહિલ તરફ આવી અને રાહિલને અડફેટે લેતી ગઈ. રાહિલનો શર્ટ કાર સાથે ભરાયો હોવાથી તે થોડો ઢસડાયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. રાહિલ મૃત્યુ પામ્યો હોવાની ખાતરી થતા જ હયાતીએ ગાડી ત્યાંથી ભગાવી મૂકી. આખરે તેણે તેનું છેલ્લું સબુત પણ નષ્ટ કરી નાખ્યું હતું.
 
“ઉર્વીલ નાળા પાસે આવી જા, કામ પૂરું થઇ ચુક્યું છે”, હયાતીએ એકદમ સોફ્ટ વોઈસમાં કહ્યું.
“વાઉ ! ધેટ્સ માય ગર્લ ! આમ પણ તારી બાબતમાં તો હું સ્યોર છું કે તને ક્યારેય પણ કોઈ કામ અધૂરું છોડવું નથી ગમતું”
, ઉર્વીલ હવે વખાણોનાં પુલ બાંધી રહ્યો હતો.
થોડી જ વારમાં તે એક્સીડેન્ટ કરેલી ગાડી હયાતીએ નાળામાં નાખી દીધી અને એટલી જ વારમાં ઉર્વીલ ત્યાં પોતાની ગાડી લઇને આવ્યો અને હયાતી અને ઉર્વીલ બંને ગાડીમાં બેસીને નીકળી ગયા.

“બેબી ! આ ગાડી કોની લાવી હતી જે તે નાળામાં નાખી દીધી
?, ઉર્વીલે હવે મેઈન પ્રશ્ન પૂછ્યો.
“ચોરી કરેલી કાર છે
, શોપિંગ મોલના પાર્કિંગમાંથી ગાડીનો લોક ખોલીને ગાડી લઇ લીધી. સિમ્પલ”, હયાતી હવે પોતાની હોશિયારી બતાવી રહી હતી.
“અરે પણ લોક ખોલ્યો શેનાથી ?, ઉર્વીલે મેઈન ડાઉટ ક્લીયર કરવા પૂછ્યું.
હયાતીએ પોતાના માથામાં ભરાવેલી પીન કાઢીને ઉર્વીલ સામે ધરી દીધી
, “ફિલ્મો નથી જોતો ? સૌથી સરળ નુસખો એટલે લેડીની પીન”
“હહાહ્હા ! હહાહાહ ! હું અમસ્તો તારો દીવાનો નથી હયાતી, તારી આ જ સ્માર્ટનેસ મને ઘાયલ કરી જાય છે”, ઉર્વીલ હયાતીને વખાણી રહ્યો હતો.
==***==***==
ઉર્વીલ અને હયાતી તે રાત્રે જ મુંબઈથી ફરી પાછા બેંગ્લોર પહોચી ચુક્યા હતા આથી હવે તો પોલીસને શક જવાનો પણ કોઈ પ્રશ્ન નહોતો. નિશીથ હવે ખરેખરો ગીન્નાયો હતો. ઉર્વીલ અથવા હયાતી બેમાંથી કોઈ એક આખી ગેમ રમી રહ્યા છે તે જાણી ચુક્યો હતો અને એ પણ જાણી ગયો હતો કે તે બેમાંથી જ કોઈ આ સબૂતો મિટાવી રહ્યું છે. પરંતુ તેની પાસે હવે આ તમાશો જોવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. તે હારી ચુક્યો હતો. નિશીથ અને કાયા પોતાની કેરિયરનો પહેલો કેસ જે દુનિયાની નજરમાં જીત્યા હતા પરંતુ પોતાની નજરમાં હારી ચુક્યા હતા.

“હયાતી માય લવ ! માય જાન ! આજે તો આપણે સેલિબ્રેશન કરીશું. આપણે દરેક સાબિતીઓ અને દરેક જાણકારી મિટાવી દીધી છે હવે આપણા પ્રેમ વચ્ચે કોઈ આવી શકે તેમ નથી. હવે આપણને બંનેને એક થતા ખુદ ભગવાન પણ નહિ રોકી શકે”, ઉર્વીલ સોફા પર બેઠો બેઠો બોલી રહ્યો હતો.
“હા ! સાચી વાત છે. વેઇટ આપણે સેલિબ્રેશન કરીએ
, હું વાઈન લઈને આવું છું”, એમ કરીને હયાતી કિચનમાં ગઈ અને વાઈન અને બે ગ્લાસ લઈને આવી.
“અરે બે ગ્લાસ શું કામ લાવી ? આજે તો ફક્ત એક જ ગ્લાસ અને બે તરસ્યા દિલ એકસાથે પોતાની તરસ બુજાવશે”, આટલું બોલીને ઉર્વીલે હયાતીને સોફામાં ખેંચી લીધી અને એક પ્રગાઢ ચુંબન હયાતીના હોઠ પર ચોટાડી દીધું.
“વેઇટ હું ખુબ થાકી ગઈ છું
, હું નાહી લઉં એટલે થાક ઉતરી જાય ત્યાં સુધી તું વાઈન પી અને ટીવી જો”, હયાતી તરત નાહવા જતી રહી.
થોડીવારે બાથરૂમમાંથી હયાતીનો અવાજ આવ્યો
, “ઉર્વીલ ! પ્લીઝ ગીવ મી ટાવેલ ! આઈ ફરગોટ”
ઉર્વીલ આ મોકાનો લાભ ખોવા નહોતો માંગતો આથી તરત જ તે હયાતીના બેડરૂમમાં ગયો અને કબાટમાંથી ટુવાલ કાઢવા ગયો અને એક નાનું બોક્સ તેના ધ્યાનમાં આવ્યું.

ઉર્વીલે બોક્સ ખોલીને જોયું તો અંદરથી પાસપોર્ટ
, ઇંગ્લેન્ડના વિઝા, આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ જેવા દરેક બેઝીક ડોક્યુમેન્ટ્સ હતા જે હયાતીના હતા પરંતુ ઉર્વીલ શોક થઇ ચુક્યો હતો કારણ કે તે ડોક્યુમેન્ટ્સમાં ફોટો તો હયાતી નો જ હતો પરંતુ નામ “સાક્ષી કટારા” હતું.

ઉર્વીલનું મગજ હવે ભમી રહ્યું હતું કે તેની સાથે આ શું થઇ રહ્યું છે ? હયાતીએ પોતાની ઓળખાણ કેમ મારાથી છુપાવી હશે ? તેના પ્રેમનાં કારણે તો મેં મારી પત્નીને પણ મરાવી નાખી, મારા મેનેજરને મરાવી નાખ્યો, અરે એક માનસિક બીમારને પણ મરાવી નાખ્યો. ફક્ત અને ફક્ત હયાતીનો પ્રેમ પામવા અને હયાતીએ પોતાની સાચી ઓળખાણ તેનાથી છુપાવી ?

“હયાતી ! હયાતી !”, ઉર્વીલ ચિલ્લાતો બાથરૂમ ભણી ભાગવા જતો જ હતો ત્યાં જ હયાતી તેની સામે બંને હાથ વડે રિવોલ્વર પકડીને ઉભી હતી.

હયાતીએ જાણી જોઇને જ તેને બેડરૂમમાં ટુવાલ લેવા માટે મોકલ્યો હતો જેથી કરીને તે હયાતીની સાચી ઓળખાણ કરી શકે. જ્યાં સુધીમાં ઉર્વીલ એ બધું જોતો હતો તેટલી વારમાં હયાતીએ તેના ફ્લેટના સાઉન્ડ પ્રૂફ ઓટો લોક બારી અને દરવાજા બંધ કરી દીધા હતા અને રિવોલ્વર પોતાના જીન્સમાં ખોસી દીધી હતી.

“યેસ મિસ્ટર ઉર્વીલ પંડયા ! શું થયું
? આખરે તને મારી સાચી ઓળખાણ ખબર પડી જ ગઈ એમને”, સાક્ષી હવે એકદમ સતર્ક થઈને બોલી રહી હતી.
“હયાતી ! આ શું છે બધું
? તે કેમ મારાથી તારી ઓળખાણ છુપાવી ? અને આ તું મારી સામે ગન તાકીને કેમ ઉભી છે ?”, ઉર્વીલ હજુ પણ કશુય સમજી નહોતો શકતો.
“હું હયાતી નહિ પરંતુ સાક્ષી છું મિસ્ટર પંડયા ! તું મને નથી ઓળખતો પરંતુ હું તને એક સેકંડ માટે પણ નથી ભૂલી શકતી, તું જાણવા માગે છે હું કોણ છું એ ?”, સાક્ષી હવે એકદમ રણચંડીની માફક ગર્જના કરી રહી હતી.
ઉર્વીલ હવે ડરી ગયો હતો
, એક તો હજુ તેને કશું સમજાઈ નહોતું રહ્યું કે તેની સાથે શું થઇ રહ્યું છે અને બીજી તરફ આ છંછેડાયેલી વાઘણ જેવી હયાતી, નહિ નહિ સાક્ષી. તે કશું બોલી નાં શક્યો અને ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું.
“તે જે બોક્સ ખોલ્યું છે તેમાં જો એક ફોટો હશે”, સાક્ષી એમ ને એમ જ ગન તાકીને ઉભી હતી.

ઉર્વીલે ચુપચાપ તે બોક્સમાં જોયું જેમાં એક ફોટો હતો અને તે જોતા જ ઉર્વીલ માથે જાણે આભ તૂટી પડ્યું. હયાતી પરિણીત છે
? અને આ જે તેની સાથે છોકરો છે તેને મેં ક્યાંક જોયેલો હોય એવું કેમ લાગી રહ્યું છે ? ઉર્વીલ પોતાના મગજમાં ભાર દઈ રહ્યો હતો કે તેને યાદ આવી જાય કે તે છોકરો કોણ છે પરંતુ હજુ તેને યાદ નહોતું આવી રહ્યું.
“કેમ ઉર્વીલ ? એટલા સમયમાં ભૂલી ગયો યુ ફકીંગ બાસ્ટર્ડ ! યાદ કર આપણે પહેલીવાર મળ્યા તેના ૪ મહિના પહેલાની એ ઘટના જ્યારે તું તારા દોસ્તો સાથે એક પબમાં પાર્ટી કરવા ગયો હતો જ્યાં તારો ઝઘડો એક છોકરા સાથે થયો હતો”, સાક્ષી બરાડી રહી હતી.
મગજ પર થોડું જોર દેતા ઉર્વીલને યાદ આવ્યું કે તેણે તે બારમાં કરેલા ઝઘડા દરમિયાન બંને વચ્ચે મારપીટ થઇ હતી અને ઉર્વીલથી ભૂલથી તે છોકરાને ધક્કો દેવાઈ જતા તે કાચના ટેબલ પર પડ્યો હતો અને તેના શરીરમાં અસંખ્ય કાચ ઘુસી ગયા હતા. તે પાર્ટીમાં કોઈએ એ જોયું નહોતું કે તે બંને કોણ છે જે ઝઘડો કરી રહ્યા છે કેમ કે તે એક માસ્ક પાર્ટી હતી જેમાં દરેક લોકોએ ફરજીયાત માસ્ક પહેરીને પાર્ટીમાં આવવાનું હતું જેથી કરીને કોઈ એકબીજાનો ચેહરો પણ ઓળખી નાં શકે પરંતુ તે છોકરો તે કાચ પર પડ્યો અને જોડે તેનું માસ્ક નીકળી ગયું હતું અને ઉર્વીલે નશાની ધુત હાલતમાં તેને જોયો હતો પરંતુ તેના દોસ્તોએ પરિસ્થિતિ પારખી જતા તેને ત્યાંથી તરત જ ઉર્વીલને લઈને કોઈ તેનો ચહેરો જોઈ નાં જાય તે રીતે નીકળી ગયા હતા.

“હા યાદ આવ્યું ! તે રાત્રે મારાથી અજાણતા જ તે છોકરાની હત્યા થઇ ગઈ હતી. અમારા ઝઘડામાં તે મૃત્યુ પામ્યો હતો પરંતુ તારે તે છોકરા જોડે શું સબંધ છે ?, ઉર્વીલને હવે જે શક હતો તે દુર થઇ રહ્યો હતો.
“તે મારો પતિ હતો યુ રાસ્કલ
, મધરફકર, તે રાત્રે તું તો ત્યાંથી તારા દોસ્તો સાથે નીકળી ગયો હતો ત્યારે હું ત્યાં જ પબમાં હતી અને મેં તારો પીછો કર્યો હતો અને તારો ચેહરો જોઈ લીધો હતો અને તું જે ગાડીમાં આવ્યો હતો તે ગાડીનો નંબર યાદ કરી લીધો હતો, સૌથી પહેલા તો મારા નામના બધા ફેક ડોક્યુમેન્ટ્સ બનાવ્યા, મારી અલગ ઓળખાણ બનાવી એ પછી તને શોધવામાં મારે ખાસો એવો સમય લાગ્યો ઉર્વીલ પણ આખરે શોધવાવાળા તો ભગવાનને પણ શોધી લેતા હોય છે તે પ્રમાણે આખરે તું મને મળી જ ગયો હતો અને મેં તારી સાથે પ્રેમનું નાટક કર્યું, મારી પાસે ખુબ બધો સમય હતો તને મારા હાથે મારી શકું એમ હતી, તું દોઢ વર્ષ અહિયાં મારી સાથે બેંગ્લોરમાં રહ્યો ત્યારે પણ હું તને આરામથી મારી શકતી હતી પરંતુ મારે તને સંપૂર્ણપણે બરબાદ કરવો હતો, તને ફેમસ કરીને ત્યારપછી જ તને આમાં ફસાવવો હતો જેથી કરીને લોકો તને તારી જ પત્નીના ખૂનના કેસમાં કોસે, તને નફરત કરે, જેમ હું મારા પતિના પ્રેમને પામવા તરસી હતી તે જ એહસાસ તને કરાવવા માટે મેં તારી પત્નીને તારા હાથે મરાવી દીધી અને હવે જ્યારે તું મારા પ્રેમમાં સંપૂર્ણ પાગલ થઇ ચુક્યો છે ત્યારે હવે તને એહસાસ થશે કે પોતાનાથી અચાનક અલગ થઇ જવું કેટલું અઘરું હોય છે”, સાક્ષી હવે પોતાની આટલા સમયથી ધરબાયેલી હૈયાવરાળ કાઢી રહી હતી.

“હા એ મારી ભૂલ થઇ ગઈ. પરંતુ શું તું મને મા.........................”
, હજુ તો ઉર્વીલ તેનું વાક્ય પૂરું કરે તે પહેલા તો સાક્ષીએ પોતાના હાથમાં રહેલી ગનનું આખેઆખું મેગઝીન ઉર્વીલની છાતીમાં ખાલી કરી નાખ્યું. 
“તું માફીને લાયક નથી હરામઝાદા
, નથી તું માફીને લાયક...”, આખરે સાક્ષીનો ગુસ્સો ઉર્વીલના મોત સાથે ઉતર્યો હતો અને તે પણ ત્યાં તેના શબને બેઠી બેઠી તાકીને રડી રહી હતી. પોતાના પતિને યાદ કરતી કરતી તે કરુણ આક્રંદ કરી રહી હતી.

==***==***==

“પાયલ ! પાયલ ! એ પાયલ ! ચલ ઉભી થા જોઈ, કાલ રાતની સુતી છે અને આ બપોરના ૧ વાગ્યો, ચલ હવે મને ભૂખ લાગી છે, તને મારી કશી પડી જ નથી, હું ઓફીસ જઈને પણ આવતો રહ્યો અને તું હજુ ભર ઊંઘમાં સપનાઓ જોઈ રહી છે”, આટલું બોલતા બોલતા સુરજે તેને બંને હાથો વડે પકડીને હલબલાવીને ઉભી કરી દીધી.
“સુરજ ! વાંદરા ! હું કેટલું ખતરનાક સપનું જોઈ રહી હતી
, ઇન્સ્પેકટર નિશીથે પછી સાક્ષીને પકડી કે નહિ એ જોવાનું હતું. હુહ...મારું સપનું અધૂરું રહી ગયું, તારાથી મારી ઊંઘ જોવાતી નથી”, પાયલ ઊંઘમાં જ બબડી રહી હતી.
“નથી જ જોવાતી
, રાત્રે તું સુવા ક્યા દે છે ? ત્યારે તો તને મસ્તી ચડે છે અને પછી બપોર સુધી સુતી રહે”, સુરજ મસ્તી કરતા કરતા ખોટો ગુસ્સો કરી રહ્યો હતો.
“પણ તને શું ખબર હું કેવું ભયાનક સપનું જોઈ રહી હતી. તું હોત તો તને ખબર પડેત કે ત્યાં શું થઇ રહ્યું હતું”
, પાયલ હવે જાગી ચુકી હતી.
“શું થઇ રહ્યું છે ચલ કે જોઈ !”
, એમ કરીને પાયલને બંને હાથો વડે તેડીને સુરજે તેને વ્હીલચેરમાં બેસાડી અને બહાર ગાર્ડનમાં લઇ ગયો.  બપોરનું સુસ્ત વાતાવરણ કંટાળો દર્શાવી રહ્યું હતું પરંતુ તો પણ મંદ મંદ પવનની વચ્ચે સુરજ તેની સામે બેઠો અને પોતાના ખિસ્સામાંથી ઝાંઝરીની જોડી કાઢી અને પાયલને સરપ્રાઈઝ આપતો હોય એ રીતે આંખો ઉલાળતો હસી રહ્યો હતો.
“જે પગ ક્યારેય ચાલવાના જ નથી તે પગને ઝાંઝરી પહેરાવીને તું શું કરીશ સુરજ ?”
, પાયલની આંખમાંથી આંસુનું ટીપું પડી ગયું.
“હું તને ઝાંઝર પહેરાવીશ અને તને બંને હાથો વડે ઊંચકીને પછી ડાંસ કરીશ એટલે તારી એ પાયલનો અવાજ મારી પાયલને એકદમ ખુશ કરી દેશે
, પરંતુ એ વાત પછી પેલા ચલ મને તારા સપના વિષે વાત કર. તને શું સપનું આવ્યું એ કહે ચલ હું સાંભળું છું”, સુરજ તેની પત્નીને પોતાની મીઠી વાતો વડે એકદમ ખુશ રાખવાની કોશિશ કરી રહ્યો હતો.
“હા જો સંભાળ ! એક ઉર્વીલ પંડયા હતો જે લેખક હતો અને તેની પત્ની અંબર ત્રિવેદી અને એક હતી હયાતી મેહતા.......”
, પાયલનાં પગના રણકાર તો સુરજ તેને ઉચકે ત્યારે જ થવાના હતા પરંતુ તેના મોઢામાંથી કોયલરૂપી અવાજના રણકારને સુરજ એકદમ શાંતિથી સાંભળી રહ્યો હતો.

સમાપ્તિ.

બુધવાર, 12 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૨

“આખરે એવું તો શું વસ્તુ હોઈ શકે જે અંબરે રોનિતને કુરિયરથી મોકલી હોય ?”, ઉર્વીલ વિચારી વિચારીને હવે જાણે પાગલ થઇ ગયો હતો.
“પણ તું કહે છે કે રોનિત તારો દોસ્ત છે તો તું સીધું તેને જ કેમ નથી પૂછી લેતો ?”, શિખાએ સુજાવ આપ્યો.
“પૂછીશ તો ખરા જ પણ અંધારામાં તીર મારીને”, ઉર્વીલને હવે રોનિત પર પણ શક બેસતો હતો આથી તેણે તરત જ રોનિતને ફોન લગાવ્યો.
“હાય ઉર્વીલ ! કેમ છે તું ? સોરી મને તારી વાઈફના મૃત્યુ વિશેના સમાચાર મળ્યા, ખુબ દુઃખ થયું”, રોનિતે એકદમ કેઝ્યુંઅલી વાત શરુ કરી હતી.
“મેં તને ફોન એટલા માટે કર્યો છે કે તને કશુક જણાવી શકું”, ઉર્વીલે તેની વાતને અવગણીને સીધું જ પોતાનું તીર છોડ્યું.
“હા બોલને ભાઈ”, રોનિત બોલ્યો.
“અંબરના મર્ડરના ૧ દિવસ પહેલા તેણે તને એક કુરિયર મોકલ્યું હતું અને મને ખબર છે કે તે કુરિયરમાં શું છે એ. સો બેટર ફોર યુ ધેટ એકસેપ્ટ ધ ક્રાઈમ, અધરવાઈઝ આઈ હેવ ટુ ટેલ પોલીસ એવરીથીંગ અબાઉટ યુ એન્ડ હયાતી, આઈ નો યુ બોથ આર પ્લેયિંગ ગેમ વિથ મી ટુ ટ્રેપ ઇન ધીસ મર્ડર કેસ”, ઉર્વીલે એકદમ સીરીયસ થઈને રોનિતને કીધું અને ફોન કાપી નાખ્યો.

હવે રોનિતના મગજમાં એ ડર બેસી ગયો હતો આથી તે તરત જ પોતાનું કામ છોડીને સીધો જ હયાતી પાસે દોડી ગયો.
“હયાતી ! હયાતી ! વ્હેર આર યુ ?”, રોનિત આખા ઘરમાં આમ તેમ ફરી વળ્યો.
“આઈ એમ હિયર”, કિચનમાંથી હયાતીએ બુમ પાડી.
“ઉર્વીલનો ફોન આવ્યો હતો, તે કુરિયર વિષે બધું જાણે છે”, રોનિત ડરીને વાત કરી રહ્યો હતો.
“રોનિત માય લવ, યુ આર સો ઈનોસેન્ટ, એ તને બેવકૂફ બનાવે છે, તેની પાસે કશી જ માહિતી નથી”, હયાતીએ રોનિતના ગાલ પર હળવો ચીટીયો ભરતા કહ્યું.
“તું ખાતરી પૂર્વક કઈ રીતે કહી શકે કે તે કશું જ જાણતો નથી ?”
“કેમ કે જો તેની પાસે આ જાણકારી હોત તો તે તને શું કામ ફોન કરેત ? તે સીધો જ પોલીસ પાસે જઈને બધું જ કહી ચુક્યો હોત. બની શકે કે તેની વાઈફે તને કુરિયર મોકલ્યું તેની માહિતી તેની પાસે હશે પરંતુ તેની અંદર શું હતું તે નથી ખબર એ હું સ્યોર છું”, હયાતી પણ એકદમ સ્માર્ટ હતી જેને ફસાવવી એ કોઈ ખાવાના ખેલ નહોતા.

==***==***==

ઉર્વીલે અંધારામાં મારેલું તીર સફળ નહોતું થયું આથી તે હવે આ કુરિયર વિશેની માહિતી શું છે તે જાણવા બેબાકળો બન્યો હતો. ઓફીસમાં બેઠો બેઠો તે વિચારી રહ્યો હતો એટલામાં જ ઓફીસનો એક વિશ્વાસપાત્ર મેનેજર રાહિલ ધોળકિયા કોઈક ડોક્યુમેન્ટ લઈને ઉર્વીલની સાઈન કરાવવા માટે આવ્યો અને ઉર્વીલના ટેબલ પર પડેલી કુરિયર રિસીટ તેણે જોઈ.

“અરે સર ! આ કુરિયર તો મેં જ અંબર મેડમના કહેવાથી મોકલ્યું હતું”, રાહિલ જાણે વિશાળકાય રણમાં તરસ્યા રખડી રહેલા મુસાફરો માટે પાણી લઈને આવ્યો હોય એવો એહસાસ ઉર્વીલને થયો.
“શું તું જાણે છે તે કુરિયરમાં શું હતું ?”, ઉર્વીલે ફટાફટ રાહિલને પૂછ્યું.
“હા સર જાણું છું અને તે પણ જાણું છું કે જો તે કુરિયર મેડમે રોનિતને મોકલ્યું નાં હોત તો આજે કદાચ મેડમ જીવતા હોત”, રાહિલ નિસાસો નાખીને બોલ્યો.
વ્હોટ ? શું હતું તું મને જલ્દી વાત કર”, ઉર્વીલ આ વાત જાણીને હવે બેબાકળો બની ગયો હતો.
“અંબર મેડમ એક દિવસ અહિયાં ઓફીસમાં આવ્યા હતા ત્યારે ખુબ ગુસ્સામાં હતા અને મેં કારણ પૂછ્યું ત્યારે તેણે મને તમારી અને હયાતી મેડમના સબંધ વિષે વાત કરી. તે તમારા વિષે જાણતા જ હતા પરંતુ તે એ વાત પણ જાણતા હતા કે રોનિત અને હયાતી ભાઈ બહેન નથી. આથી મને તેની પાછળ જાસુસી કરવા લગાવ્યો હતો અને એ જાસુસી કરતા કરતા એ બંને વચ્ચે થયેલું સેક્સ મેં મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું અને તેની સીડી બનાવીને રોનિતને ધમકી આપવા માટે મોકલી હતી કે તે ઉર્વીલને આ વાતની જાણ કરી દેશે કે તમારી વચ્ચે કેવા સબંધો છે અને તમે બંને થઈને ઉર્વીલને બ્લેકમેઈલ કરો છો”, રાહિલ એકીશ્વાસે બોલી ગયો.
“તે વિડીયો હજુ તારી પાસે છે ?”, ઉર્વીલે સવાલ કર્યો.
“હા હજુ છે જ મારા મોબાઈલમાં”, આટલું બોલીને રાહિલે પોતાનો મોબાઈલ કાઢીને ઉર્વીલને આપ્યો.

વિડીયો જોઇને ઉર્વીલને હવે કઈક રસ્તો સુજ્યો હતો. તેણે તરત જ તે વિડીયો રોનિતને વોટ્સેપ કરી દીધો અને લખ્યુ, “તે મારી વાતને સીરીયસથી લીધી નહિ અંતે મારે તને આ વિડીયો મોકલવો પડ્યો, હવે પોલીસ પાસે જતા મને કોઈ રોકી નહિ શકે. અને બીજી એક વાત કે હયાતી જોડે તે જે કર્યું તે, પણ તે હજુય મને પ્રેમ કરે જ છે, તારે સાબિતી જોઈએ છે ?” આટલું લખીને તેણે તેના અને હયાતીના ઉત્કટ રોમાન્સના ફોટો રોનિતને મોકલી દીધા જેથી કરીને હવે રોનિત પણ હવે ગુસ્સે ભરાયો હતો.

“હયાતી ! હયાતી ! યુ ફકીંગ બીચ, તું તો કહેતી હતી કે ઉર્વીલ જોડે હવે મારે કોઈ રીલેશન નથી, આ શું છે બધું ? તું શું મને બેવકૂફ સમજે છે ? કેટલા જોડે તું બિસ્તર ગરમ કરી ચુકી છે બોલ”, રોનિત હવે ગુસ્સે ભરાયો હતો.
હયાતી તેના ગુસ્સાને પારખી ગઈ હતી આથી તે રડતા રડતા ફક્ત એટલું બોલી, “ઉર્વીલ મને બ્લેકમેઈલ કરી રહ્યો છે આ સબંધ રાખવા માટે, બાકી હું ફક્ત તને જ પ્રેમ કરું છું રોનિત, આઈ લવ યુ, તું પ્લીઝ મને બચાવી લે”
“તો તે મને આજ સુધી કીધું કેમ નહિ ? લાગે છે જેવી રીતે અંબરનું કાસળ કાઢી નાખ્યું એવી જ રીતે હવે ઉર્વીલને પણ આ દુનિયામાંથી વિદાઈ આપવી જ પડશે”, રોનિતના મગજ પર હવે ખૂન સવાર થઇ ચુક્યું હતું.
“નહિ ! તું એને મારતો નહિ, અંબરનું ખૂન તે કર્યું ત્યારે પણ મારી વિરુદ્ધ જઈને તે આ કર્યું હતું અને હવે તું ઉર્વીલને મારવા માગે છે ?”, હયાતી ડરીને બોલી રહી હતી.
“હવે હું તેને નહિ છોડું, તું આરામ કર હું તેનું કામ તમામ કરીને આવું છું”, આટલું બોલીને રોનિત ત્યાંથી નીકળવા ગયો પરંતુ હયાતીએ તેને રોક્યો પરંતુ રોનિત માન્યો નહિ અને તેને રૂમમાં બંધ કરી દીધી અને ફોન લઇ લીધો અને ફટાફટ ત્યાંથી નીકળી ગયો.
==***==***==
“ઓહ માય ગોડ ! વી હેવ ટુ લીવ નાઉ, એ પહેલા કે તે ઉર્વીલનું ખૂન કરે તે પહેલા આપણે ત્યાં પહોચવું પડશે”, નિશીથ ફટાફટ કેમેરા રૂમમાંથી ઉભો થઈને કાયાને ઓર્ડર આપતો ભાગ્યો અને કાયા પણ તેની પાછળ દોરાઈ ગઈ.
“હેલો ઉર્વીલ ! હું તને મળવા માંગુ છું, હું તને અંબરના ખૂની વિષે માહિતી આપવામાં તારી મદદ કરી શકું તેમ છું”, રોનિતે ઉર્વીલને ફોન પર કહ્યું.
“તું જલ્દી મારા ઘરે આવી જા”, ઉર્વીલે કશુય વિચાર્યા વગર તરત જ રોનિતને પોતાના ઘરે બોલાવી લીધો.
થોડી જ વારમાં રોનિત તેના ઘરે પહોચી ગયો હતો અને બીજી તરફ નિશીથ અને કાયા પોતાની ગાડીને વાહનોની ભીડમાંથી બની શકે તેટલું ઝડપથી આગળ વધી રહ્યા હતા.
થોડી આડીઅવળી વાતો કર્યા પછી ઉર્વીલને વાતોમાં પરોવીને મોકો મળતા જ રોનિતે એક ઇન્જેક્શન વડે ઉર્વીલને પેરેલાઈઝ કરી દીધો. જેમાં વ્યક્તિનું શરીર થોડા સમય માટે પેરેલાઈઝ થઇ જાય પરંતુ તે આસપાસ શું થઇ રહ્યું છે તે જોઈ અને સાંભળી શકે. એક એવું ઇન્જેક્શન જે માણસના લોહીમાં ભળી જાય જેથી કરીને તે કોઈ પ્રકારના પોસ્ટમોર્ટમમાં પણ ડિટેકટ નાં થઇ શકે.

“હહાહાં ! તું પોતાની જાતને વધુ પડતો સ્માર્ટ સમજે છે ? તારે શું જરૂર હતી ખૂની શોધવાની ? પોલીસનું કામ તું કરીશ તો પોલીસ શું કરશે ? નકામું મારે તકલીફ લઈને તને મારવા આવવું પડ્યું. તને ખબર છે તારી વાઈફને મેં જ મારી છે. તે પણ તારી જેમ જ મને બ્લેકમેઈલ કરી રહી હતી પેલી ડીવીડી મોકલીને જેમાં હું અને હયાતી એકબીજામાં ખોવાયેલા હતા. એટલે જ તને મેં હયાતીના ફોનમાંથી મેસેજ કરીને તે દિવસે હયાતીના ઘરે મળવા બોલાવ્યો જેથી કરીને ત્યાં અંબર એકલી રહી જાય પરંતુ ત્યાં પહોચ્યો તો ખબર પડી કે તારો નોકર પણ છે પરંતુ પૈસા.... હહાહાહા.... પૈસા એવી વસ્તુ છે ને ઉર્વીલ કે કિંમત જો સાચી આંકવામાં આવે તો ગમે તેને ખરીદી શકે છે. તારો નોકર ઘરે જતો રહ્યો અને અંબરને મળવા માટે પહોચી ગયો. તેને મેં સમજાવી પરંતુ નાં માની અને તેને પણ આવી રીતે જ પેરેલાઈઝ કરીને તેનો ફાયદો ઉઠાવ્યો. કોલેજ ટાઈમની અધુરી રહી ગયેલી ઈચ્છા આખરે મેં પૂરી કરી, તેને ઉપરના રૂમમાં લઇ જઈને તેનો બળાત્કાર કર્યો અને પછી નાક અને મોઢું બંધ કરીને તેના શ્વાસ બંધ કરી દીધા અને હમેશ માટે તે જતી રહી. હવે તારો વારો. ચિંતા નહી કર તને પણ તેની જેમ જ મારીશ, ચાલ તને પણ ઉપર બેડરૂમમાં લઇ જાઉં જેથી બંને એક જ જગ્યાએ મરવાનો આનંદ લઇ શકો”, એમ કરીને રોનિત તેને ઢસડીને ઉપર બેડરૂમમાં લઇ ગયો અને પોતાની કમરમાંથી ગન કાઢી.

રોનિત તેને શૂટ કરવા જતો જ હતો ત્યાં જ નિશીથ અને કાયા ત્યાં પહોચી ગયા, “રોનિત ડોન્ટ શૂટ અધરવાઈઝ આઈ હેવ ટુ શૂટ યુ”
રોનિત તેની પરવા કર્યા વગર ઉર્વીલને શૂટ કરવા જતો જ હતો પરંતુ નિશીથની ગનમાંથી નીકળેલી ગોળી રોનિતની ખોપરીને આરપાર નીકળી ગઈ અને રોનિત ત્યાં જ ઢળી પડ્યો.
==***==***==
મીડિયાનું ટોળું પોલીસ સ્ટેશનની સામે ભેગું થયું હતું જ્યાં નિશીથ અને કાયા બનેલી ઘટનાનું બયાન મીડિયા સમક્ષ આપી રહ્યા હતા અને કેસ પૂરો થયાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આખરે સાબિત થઇ ચુક્યું હતું કે આ ખૂન રોનિતે જ કર્યું હતું અને હયાતીએ નાં કહી હોવા છતાય તે ગુસ્સે થઈને બેકાબુ બની ગયો હતો. આથી હયાતી અને ઉર્વીલ બંને નિર્દોષ જાહેર થયા હતા. કેસ ઈઝ ક્લોઝ્ડ.
==***==***==
હયાતી પોતાના બેંગ્લોરવાળા ઘરના કિંગ સાઈઝ બેડ પર ફક્ત સફેદ ચાદરમાં લપેટાઈને નગ્ન સુતી સુતી રેડ વાઈન પી રહી હતી અને બની ગયેલી ઘટના વિષે વિચારી રહી હતી.

એક એવી વાત જે હજુ સુધી કોઈ જાણી શક્યું નહોતું કે રોનિત એક IED (Intermittent Explosive Disorder) નામની માનસિક બીમારીથી પીડાતો હતો. જેમાં માણસને એટલો ગુસ્સો આવે કે તે બેકાબુ બનીને કઈ પણ કરી શકે, કોઈનું ખૂન કરતા પણ તે અચકાય નહિ અને એટલા માટે જ યુવાનીમાં જ્યારે પેલા છોકરાએ માર્કેટમાં અંબરની છેડતી કરી હતી ત્યારે ગુસ્સામાં આવીને જ રોનિતે તેનું ખૂન કરીને ગટરમાં ફેંકી દીધો હતો.

“હહાહાહ ! બિચારો રોનિત ! ફસાઈ ગયો બકરો”, આટલું બોલતા બોલતા હયાતી આખરે પોતાની બાજુમાં સુતેલા ઉર્વીલની છાતી પર માથું રાખીને સુઈ ગઈ.
“તું બ્યુટી અને બ્રેઈનનું કોમ્બીનેશન છે હયાતી. આપણા બિછાવેલા જાળમાં રોનિત, અંબર અને પોલીસ પણ એવી ચકરાવે ચડી ગઈ કે કોઈ વિચારી જ નાં શકે, તે જો રોનિતને ફસાવ્યો નાં હોત તો આ કામ ખરેખર ખુબ મુશ્કેલ થઇ જાત”, ઉર્વીલ પણ પોતાના ગ્લાસમાં રહેલી વાઈન પીતો પીતો બોલી રહ્યો હતો.

જ્યારે અંબરે રોનિતને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું એટલે તરત જ હયાતીએ પહેલું કામ રોનિતને વધુ ને વધુ ગુસ્સે કરવાનું કર્યું. ગુસ્સામાં બેકાબુ બનીને આખરે રોનિત અંબરને મારવા નીકળવા જતો હતો એટલે ઉર્વીલને પોતાના ઘરે બોલવાનું કહીને અંબરને એકલી પાડી દેવા કહ્યું. રોનિત અંબરને મારવા ગયો અને બીજી તરફ હયાતીએ થોડી દવા પી ને આપઘાતનું નાટક શરુ કર્યું જેમાં થોડી શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે તેના કારણે તેને ઓપરેશન કરીને તેના ગળામાં નળી ફીટ કરવાની ફરજ પડે અને તે દરમિયાન ઉર્વીલ તેની સાથે ને સાથે જ હોય જેથી કરીને કોઈ તેમના પર શક નાં કરી શકે.

ઉર્વીલ અને હયાતીએ બંનેએ ભેગા મળીને પોલીસને પણ ઉલ્લુ બનાવી હતી. બંનેએ પોતપોતાની અલગ અલગ સ્ટોરી બનાવીને પોલીસને કન્ફયુઝ કરી હતી. તેઓ બંને તે પણ જાણતા હતા કે પોલીસે તેમના ઘરમાં કેમેરા છુપાવેલા છે તેના કારણે તેઓ જાતે કરીને જ એવી વાતો કરી રહ્યા હતા જેથી પોલીસ તે બંનેએ ધારેલી દિશામાં દોડવા માંડે અને આ બંને આબાદ છૂટી જાય. આખરે ઉર્વીલ અને હયાતી બંને એક થઇ ગયા હતા અને તેમની રસ્તા વચ્ચેનો કાંટો હતી એવી અંબર એક માનસિક બીમારના ભોગ દેવાથી હમેશા માટે દુર થઇ ગઈ હતી.
==***==***==

પોતાની ઓફીસમાં ચિંતિત બનીને નિશીથ બેઠો હતો અને એટલામાં જ કાયા આવી. શું કરે છે નિશીથ ? હવે તો કેસ પણ સોલ્વ થઇ ગયો છે હવે શું કામ આટલો ટેન્સ દેખાય છે ?
“હું IED વિષે વાંચી રહ્યો છું”, નિશીથે તેની સામે જોયા વગર જ જવાબ આપ્યો.
IED એટલે ?”, કાયાએ પ્રશ્ન પૂછ્યો.
“એક એવી બીમારી જે માણસના બિહેવિયરને અફેક્ટ કરે છે. એક એવી માનસિક બીમારી જેમાં માણસ પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે અને કોઈ પણ હદ સુધી જઈ શકે. આવા માણસોને ખુબ જલ્દીથી પોતાની જાળમાં ફસાવી શકાતા હોય છે”, નિશીથે તેના પ્રશ્નનું નિરાકરણ કરતા કહ્યું.
“અચ્છા ! પણ એવી બીમારી છે કોને ?”, કાયાએ ફરી પ્રશ્ન પૂછ્યો.
“રોનિતને”
“તને કોણે કહ્યું ?”
“ડોકટરે ! તેના રીપોર્ટસ પણ મેં જોયા અને ડોક્ટર સાથે બધી વાત પણ કરી”
“પણ નિશીથ તેને પોતાના જાળમાં ફસાવવા કોણ ઈચ્છે ?”, કાયાએ ફરી પ્રશ્ન કર્યો.
“તું એક વાત વિચાર કે મારે કોઈને મારા રસ્તામાંથી દુર કરવો છે પણ મારે મારા હાથે તેને નથી મારવો. તો મારી પાસે કયો ઓપ્શન બચે ?”, નિશીથે બધું ક્લીયર કરતા કહ્યું.
કાયા સમજી ચુકી હતી કે આ મોટી ચાલ રમાઈ ગઈ છે.

વધુ આવતા અંકે...

મંગળવાર, 11 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૧

હયાતી આખા ઘરમાં ક્યાય પણ નીકળવાનો રસ્તો શોધવા માટે વલખા મારી રહી હતી એટલામાં જ ઘરનો લેન્ડલાઈન વાગ્યો. હયાતીએ ફટાફટ દોડીને ફોન ઉપાડ્યો અને સામેની લાઈન પર ઉર્વીલ હતો એવું લાગતા જ ચિલ્લાઈ ઉઠી.
“યુ ફકીંગ બાસ્ટર્ડ ! વ્હેર આર યુ ? વ્હાય યુ લોક મી ઇન ધીસ હાઉસ ? ઉપરથી તે મારો ફોન પણ લઇ લીધો, મારો પાસપોર્ટ પણ લઇ લીધો”
“ચીલ હયાતી, હું તને સમજાવું છું બધું આવીને, તું શાંતિથી બેસ હું આવું છું.”
“જસ્ટ કમ રાઈટ નાઉ, યુ ફકીંગ બુલ.” હયાતી પોતાનો બધો જ કંટ્રોલ ખોઈ બેસી હતી અને ગાળોની વણઝાર ઉર્વીલ પર ઠાલવી રહી હતી.
આટલું સાંભળીને જ કાયા પોતે પણ થોડીવાર માટે તો ચોંકી ગઈ હતી કે ક્યાંક આ ઉર્વીલ સાયકો માણસ તો નહોતો ને ? તેણે તરત જ નિશીથને મેસેજ કર્યો કે “ઉર્વીલે હયાતીને ઘરમાં લોક કરી દીધી હતી”

ઉર્વીલની નજરનું આગળનું સત્ય :-
“તો મિસ્ટર ઉર્વીલ ! હયાતી તો એમ કહી રહી છે કે તમે તેને ઘરમાં લોક કરી દીધી હતી. શું આ વાત સાચી છે ?”, નિશીથે તરત જ તે મેસેજનો કાઉન્ટર અટેક ઉર્વીલ પર આ સવાલના રૂપમાં કર્યો.
“તે ખોટું બોલી રહી છે. સત્ય કશુક બીજું જ છે. તે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે હયાતી બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી અને તેનું પર્સ ત્યાં મારી પાસેના ટેબલ પાસે પડ્યું હતું અને તેમાં પાસપોર્ટ દેખાઈ રહ્યો હતો. મેં તેનો પાસપોર્ટ જોયો પરંતુ તેમાં ક્યાય ઇંગ્લેન્ડના વિઝા નહોતા. તેનો મતલબ સાફ હતો કે તે લંડન જઈ રહી નહોતી, તે મારા ઘરમાં મારી સાથે જુઠું બોલીને આવી હતી”, ઉર્વીલે કશીક બીજી જ સ્ટોરી આગળ ચલાવી.
“તો પછી તે તમારા ઘરે રહેવા માટે શું કામ આવી હતી તે જાણવાની કોશિશ તમે નાં કરી ?”, નિશીથે પૂછ્યું.
“હા, ત્યારબાદ અમારા વચ્ચે મોટો ઝઘડો પણ થયો કે તેણે ખોટું શું કામ કહ્યું ? તો તેનો ફક્ત એક જ જવાબ હતો. “આઈ લવ યુ ઉર્વીલ, અને જ્યારે કોઈ છોકરી કોઈને પ્રેમ કરે છે ત્યારે તે ખોટું બોલે છે, ગેમ પણ રમે છે પરંતુ તે ફક્ત એટલા માટે કે તે તેના પ્રેમને છોડીને જવા નથી માગતી. પરંતુ હવે તને જ્યારે મારી સચ્ચાઈની ખબર પડી જ ગઈ છે તો હું હવે એક મિનીટ પણ આ ઘરમાં રહેવા નથી માગતી.”
“તો શું હયાતી ત્યાંથી ચાલી ગઈ ?”, નિશીથે આગળનું પ્રીડીકશન કરીને પૂછ્યું.
“નહિ ! હયાતીના હૃદયમાં મારા માટે ફરીવાર એ જ પ્રેમ જોઇને કઈ રીતે હું તેને જવા દેતો ? મેં તેને રોકી લીધી. અને તે મારી સૌથી મોટી ભૂલ હતી”, ઉર્વીલે તેની વાત પૂરી કરતા કહ્યું.

==***==***==
હયાતીની નજરનું આગળનું સત્ય :-
ઉર્વીલે તને લોક કરી દીધી એ પછી શું તે પાછો આવ્યો ?”, કાયાએ તેના પક્ષનું ઇન્વેસ્ટિગેશન શરુ કર્યું.
“હા થોડીવારે રહીને તે આવ્યો અને અમારા વચ્ચે ઝઘડો થયો, અને મેં જ્યારે પાસપોર્ટ લઇ જવાનું કારણ પૂછ્યું ત્યારે તે રડમસ અવાજે બોલ્યો, “બીકોઝ હું તને ખોવા નથી માગતો યુ ઇડીયટ ! આઈ લવ યુ સો મચ. તે જ્યારે લંડન જવાની વાત કરી તો હું દુખી થઇ ગયો, એકવાર તો તને ખોઈ ચુક્યો છું હવે બીજીવાર ખોવા નથી માગતો અને આવી બેવકૂફી કરી બેઠો કે તારો પાસપોર્ટ અને ફોન લઈને જતો રહ્યો. પણ પછી તારો પાસપોર્ટ મેં જોયો તો એમાં ક્યાય ઇંગ્લેન્ડના વિઝા હતા જ નહિ, આથી મેં ઘરે ફોન કર્યો અને પાછો આવી ગયો. પ્લીઝ હયાતી ! મને છોડીને નહિ જા.”
“તો પછી તું ત્યાંથી જતી રહી ?”, કાયાએ પણ નિશીથ જેવો જ સવાલ કર્યો.
“નાં ! હું નાં જઈ શકી તેને છોડીને. મને શું થયું અંદરથી એ તો નથી ખબર પણ હું નાં જઈ શકી તેને છોડીને”, હયાતીએ આખરે પોતાની વાત પૂરી કરી.
==***==***==

અંબર હવે રોજેરોજના ઝઘડાથી કંટાળી ચુકી હતી, આખરે તેણે નિર્ણય કર્યો હતો કે તે હવે ઝઘડાઓ નહિ કરે. હવે તે શાંતિથી રહેવા માગે છે. તેણે ડ્રગ્સ લેવાનું પણ બંધ કરી દીધું હતું. જો કે તેને માટે તેણે રીહેબ સેન્ટરમાં પણ જવું પડેલું જ્યાં ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ છોડવાની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે.

“ઉર્વીલ ! પ્લીઝ જે થયું તે ભૂલી જા. હું કંટાળી ચુકી છું આ બધી મગજમારીઓ કરી કરીને, હું તારા વગર નથી રહી શકતી. હું જીવવા માગું છું. તારી સાથે, તારામાં રહીને”, અંબર ઉર્વીલને રીક્વેસ્ટ કરીને બોલી રહી હતી.
અંબરની રીક્વેસ્ટ સાંભળીને ઉર્વીલને લગ્ન વખતે અંબરના પિતાએ કીધેલા શબ્દો યાદ આવી ગયા, “કોઈ પણ સંજોગોમાં મારી દીકરીને છોડીને નહી જતો.”
આખરે ઉર્વીલે કશુય બોલ્યા વગર અંબરને ગળે વળગાડી લીધી. તેને લાગ્યું કે કદાચ હવે પોતાનું લગ્નજીવન પાટા પર ચડી જશે. પરંતુ નસીબ હવે પોતાનો રંગ દેખાડવા લાગ્યું હતું જે ઉર્વીલ જોઈ નહોતો શકતો.

“તો પછી તમે શું કર્યું ? હયાતીને નાં પાડવા ગયા ?”, નિશીથે ફરીથી ઉર્વીલને સવાલ કર્યો.
“હા ! હું બીજા જ દિવસે તે ફ્લેટ પર ગયો હતો જ્યાં હયાતીને રાખી હતી અને હયાતીને અંબરની ડ્રગ્સ છોડી દેવાની વાત કરી અને સાથે સાથે હવે શાંતિનું લગ્નજીવન પણ વિતાવવાની વાત કરી.
“હા તો એમાં શું તકલીફ છે ? તારો મતલબ શું છે ?”, હયાતીને અંદાજો તો આવી જ ચુક્યો હતો કે ઉર્વીલ શું કહેવા માગે છે.
“મારો મતલબ એ છે કે હવે તું આઝાદ છે અને મારી પાસે હવે બંને તરફ ઢળી શકું એવી કોઈ ચોઈસ નથી. મારે મારી વાઈફ સાથે જ રહેવું પડશે અને હું પણ એ જ ઈચ્છું છું કે શાંતિથી જિંદગી પસાર થતી હોય તો શું કામ ખોટા વંટોળ સામે બહાદુરી બતાવવા જવી ?”, ઉર્વીલ એકીસુરે ફ્લેટ બોલી ગયો.
“ઓકે ! તારે જવું જ છે ને તો ચલ લાસ્ટ ટાઈમ મારી સાથે સેક્સ કરી લે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે”, હયાતી ધીમે ધીમે ગુસ્સે થઇ રહી હતી.
“આર યુ મેડ ? હું અહિયાં તને સમજાવવા માટે આવ્યો છું અને તું આવી બેહુદા વાતો કરે છે ?”, ઉર્વીલ ચિડાઈને બોલ્યો.
“કેમ ? તો આ વાત તને ત્યારે નહોતી યાદ આવતી જ્યારે મારી સાથે બેડમાં સુતો હતો ? આ વાત તને ત્યારે મગજમાં નાં આવી જ્યારે તું વાતે વાતે મને પથારીમાં ખેચી જતો હતો, યુ મધરફકર, યુ ફકીંગ ડોગ ! હું તને રમકડું લાગુ છું ? મનફાવે ત્યારે યુઝ કર્યું અને મનફાવે ત્યારે ફેકી દીધું. હરામખોર”, હયાતીએ ઉર્વીલનો કોલર પકડીને તેને ખખડાવી નાખ્યો.
“તારે જવું હોય તો જા ઉર્વીલ ! હવે હું પણ જોઉં છું કે તું કેટલી શાંતિથી તારી જિંદગી જીવે છે ? હું જાઉં છું તારી વાઈફ પાસે, આપણી વિષે બધું જ કહેવા. તારાથી જે થાય તે ઉખાડી લે. તને તો હું બરબાદ કરીને જ છોડીશ”, હયાતી પણ હવે રણચંડી બની ચુકી હતી.
“થોડા જ દિવસમાં મને એક અનનોન નમ્બર પરથી હયાતીનો ફોન આવ્યો, “તું ભલે મને છોડીને જતો રહ્યો ઉર્વીલ પણ મારા માટે તો આજે પણ તું મારો જ છે અને તને મેળવવા માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. હું આપણી વચ્ચે રહેલા કાંટાને જ ખતમ કરી દઈશ”, ઉર્વીલે આખરે હયાતીનાં નામ પર ખૂની હોવાની શંકા મૂકી.
==***==***==
બીજી તરફ હયાતીએ કાયાને આ જ ઘટનાની વિરુદ્ધનું સત્ય કહ્યું હતું અને છેલ્લે તે પણ આ જ વાક્ય બોલી.
“મને થોડા દિવસ પછી ઉર્વીલનો એક અનનોન નંબર પરથી ફોન આવ્યો હતો, “તું મારી પાસે આવી જા હયાતી, હું અંબરને ડાયવોર્સ આપી દઈશ. અને જો તે નહિ માને તો આપણી વચ્ચે રહેલા એ કાંટાને તો હું જડમૂળથી ઉખાડી ફેંકીશ”, હયાતીએ પણ આખરે ઉર્વીલના નામ પણ ખૂની હોવાની શંકા મૂકી.
==***==***==
હયાતી અને ઉર્વીલ બંને અલગ અલગ કન્ફર્મેશન આપી રહ્યા હતા પરંતુ આખરેનું પરિણામ બંનેનું સરખું જ આવતું હતું આથી નિશીથ અને કાયા પણ કન્ફયુઝ થયા હતા. બંને વચ્ચે ચાલતા ઝઘડાઓ અને ઘટનાઓમાં પ્રક્રિયા અલગ અલગ હતી પરંતુ આખરેનું પરિણામ બંનેનું એકસરખું આવી રહ્યું હતું જેના હિસાબે આ કોકડું વધુ પડતું ગુચવાઈ રહ્યું હતું.

આખરે નિશીથ અને કાયાએ અપર લેવલ ઇન્વેસ્ટિગેશન કરવાની વાત તેના સીનીયર ઓફિસર સામે કરી અને બંનેના ઘર, ઓફીસ, કાર દરેક જગ્યાએ વિડીયો કેમેરા મુકવાની અને ફોન ટેપ કરવાની કોર્ટની પરમીશન લઇ લીધી હતી.

થોડા જ દિવસમાં અંબરનું બેસણું હોવાથી એક હોલમાં ઉર્વીલ અને તેના દરેક દોસ્તો અને બીજા લોકો ગયા હતા અને ત્યારે જ નિશીથે પોતાના માણસોને મોકલીને તેના ઘરમાં અને ઓફીસમાં કેમેરા અને માઈક્રોફોન પણ રાખી દીધા હતા. વધુ ઇન્વેસ્ટિગેશન માટે તેણે પોતાના જ ડીપાર્ટમેન્ટમાંથી ગુપ્તચર તરીકે માણસોને હયાતી અને ઉર્વીલ પાછળ લગાવી દીધા હતા અને તેના કારણે જ્યારે હયાતીના ઘરે પણ કોઈ નહોતું ત્યારે ત્યાં પણ દરેક જગ્યાએ કેમેરા લાગી ચુક્યા હતા.
==***==***==
તે રાત્રે ઉર્વીલના ઘરે ઉર્વીલની ખાસ દોસ્ત શિખા પણ આવી હતી. શિખા જાની તેની સાથે કેનેડામાં જ ભણતી હતી પરંતુ તે ત્યાં જ સ્થાયી થઇ ગઈ હતી પરંતુ ઉર્વીલની વાઈફના ડેથના સમાચાર સાંભળીને તે ઇન્ડિયા તેને મળવા માટે આવી હતી. ઉર્વીલને રાત્રે ઘરે એકલો મુકવા નહોતી માગતી આથી તે પણ તે રાત્રે તેની જોડે આવી હતી.

“શિખા તું મારી ચિંતા નહી કર, મને એ ચિંતા નથી કે હું એકલો છું. પણ આ પોલીસ મારી પાછળ પડી છે અને તે દરમિયાન અસલી કાતિલ ક્યાંક ભાગી જશે તો શું કરીશ ?”, ઉર્વીલ શિખાને ફરિયાદ કરી રહ્યો હતો.
“તે તેમનું કામ છે ઉર્વીલ, તેને તેની જોબ કરવા દે, પોલીસ ક્યાંકથી તો આ કેસને સોલ્વ કરવાનો રસ્તો શોધી જ કાઢશે, બીજું તું કશું કરી પણ નહિ શકે”, શિખા તેને સમજાવી રહી હતી.
“તને શું લાગે છે શિખા ? તું તો ક્રાઈમ થ્રીલર બુક્સ અને મુવીની આશિક છે, વારાઘડીએ કોર્ટમાં કેસ લડતા જોવા જાય છે તો તને તો આ બાબતે ઘણો વિચાર આવતો જ હશે. તને શું લાગે છે ?”, ઉર્વીલને અચાનક યાદ આવતા તેણે પૂછ્યું.
“મને એવું લાગે છે કે એવું પણ બની શકે કે તે ડ્રગ્સ રીહેબ સેન્ટરમાં ગઈ હતી ત્યાં કોઈ જોડે દુશમની કરી બેઠી હોય, તે ડ્રગ્સ લેતી હતી અને તને ફક્ત નજીક લાવવા માટે તેણે કહ્યું હતું કે તેણે ડ્રગ્સ લેવાનું છોડી દીધું હતું તો પછી એવુંય બની શકે કે તારી કે હયાતી સિવાય કોઈ બીજાનો હાથ પણ હોઈ શકે ?”, શિખાએ આ કેસમાં વધુ એક પોસીબીલીટી ઉમેરી હતી.
“તો એવું તો કઈ રીતે જાણી શકીએ ?”, ઉર્વીલે કોઈ હોપ દેખાઈ હોય એ રીતે પૂછ્યું.
“ફેસબુક, વોટ્સેપ, મેસેજીસ, કોલ રેકોર્ડીંગ, બીજી ઘણી પર્સનલ વસ્તુઓ છે”, શિખાએ કલુ આપ્યો.
“પણ એ બધું તો પોલીસ ચેક કરી ચુકી છે. પણ કશું જ મળ્યું નથી”, ઉર્વીલે નિરાશ થતા કહ્યું.
“હોઈ શકે કે એવું કશુક હોય જે હજુ સુધી પોલીસના હાથમાં પણ નાં આવ્યું હોય. તારા ઘરની દરેક વસ્તુની જાણ તો પોલીસને નાં હોયને”, શિખાએ ફરી કલુ મુક્યો.
આ સાંભળતા જ ઉર્વીલે અને શિખાએ નક્કી કર્યું કે તે આખું ઘર ચેક કરશે અને બંને જણા એક એક ડોક્યુમેન્ટ, એકેએક ફાઈલ, કોમ્પ્યુટર મેઈલ, તિજોરી, કબાટ બધું જ ખોળવા લાગ્યા. અચાનક ઉર્વીલનું ધ્યાન ડસ્ટબીન પર પડી જેમાં કેટલાક કાગળીયા ફાડેલા હતા. ઉર્વીલે ત્યાં જ તે ડસ્ટબીન ખાલી કરી અને અંદર ચેક કરતા એક કુરિયર રિસીટ મળી જે અંબરે મોકલી હતી.
કુરિયર પર નામ લખ્યું હતું :- રોનિત સંઘવી
ઉર્વીલનું મગજ ચકરાવે ચડી ગયું. આ બધું થઇ શું રહ્યું હતું ? મારો દોસ્ત રોનિત અને અંબર વચ્ચે શું સબંધ હતો ?

એક તરફ પોતાની ઓફીસમાં બેઠેલા નિશીથ અને કાયા આ નામ સાંભળીને મુસ્કુરાયા અને નિશીથ બોલ્યો, “તમે તો ઓળખો જ છો ને કે રોનિત કોણ છે ?
“હા બહુ સારી રીતે”, કાયાએ દાઢમાં હસતા પ્રત્યુતર વાળ્યો.
“આખરે મારો દાવ સફળ રહ્યો. આ બંનેમાંથી એક જ આપણને અસલી કાતિલ સુધી પહોચાડશે. પહેલા તો તે લોકો તે વાત જાણશે જે આપણે પહેલેથી જ જાણીએ છીએ અને તે પછી તે આપણને એ વાત જાણવામાં મદદ કરશે જે વાત આપણે જાણવા ઇચ્છીએ છીએ, ગેમ સ્ટાર્ટ નાઉ”, નિશીથ એકદમ શાંતિથી બોલી રહ્યો હતો.
==***==***==
રોનિત પોતાના કામ પરથી થાકીને ઘરે પહોચ્યો હતો અને આવતાવેત તરત જ પૂછ્યું, “આજે પેલી કાયા આવી હતી કે નહિ ?”
“નહિ આજે તો શાંતિથી આરામ કર્યો છે મેં, અને તું શું કામ મુંજાઈ છે ? હું બધું સંભાળી લઈશ”, હયાતીએ બિન્દાસ્ત જવાબ આપ્યો.
“મને તારી ચિંતા તો રહે જ ને કે ક્યાંક તું ફસાઈ નાં જાય”, રોનિતે ચિંતિત સુરે પૂછ્યું.
“મને તારી ચિંતા દુર કરતા આવડે છે”, એમ કરીને હયાતીએ પોતાના બંને હોઠ રોનિતના હોઠ પર મૂકી દીધા અને થોડી જ વારમાં રોનિત તેને ઊંચકીને બેડરૂમમાં લઇ ગયો જ્યાં બંને વચ્ચે રહેલા કપડારૂપી આવરણો ધીમે ધીમે ઉતરતા ગયા અને બંને એકબીજામાં ખોવાઈ ગયા.

આ તરફ કેમેરામાં જોઈ રહેલી કાયા પોતાની ખુરશીમાંથી બેઠી થઇ ગઈ અને શોક થઈને તેના મોઢામાંથી આખરે ગાળ નીકળી ગઈ, “વોટ ધ ફક ! આ બંને તો ભાઈ બહેન હતા.”

નિશીથ આ જોઇને જોરજોરથી હસી રહ્યો હતો.


વધુ આવતા અંકે...