શુક્રવાર, 20 માર્ચ, 2015

વિચારધારા

દર શુક્રવારની રાત દુબઈ માટે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર જેવી હોય છે. ગઈકાલે ફ્રેન્ડના ફોર્સ કરવાના કારણે હું એની સાથે એક ડાન્સબારમાં ગયો. પહેલીવાર ગયો હતો એટલે જોઇને થોડીવાર માટે તો દંગ રહી ગયો. એકલી કલરે-કલરની લબુકઝબુક થતી લાઈટો, લાઉડ મ્યુઝીક, અને આજની જનરેશન. જે અત્યારનું મુખ્ય પીણું બની ગયું છે એવી વાઈન, વ્હીસ્કી, અને વોડકાના નશા કરી કરીને ડાન્સ કરતા હતા. મારો ફ્રેન્ડ તો નશો કરીને ડાન્સ કરતા ટોળામાં ઘુસી ગયો અને હું મારા ટેબલ પર બેસીને મારી પેપ્સી પૂરી કરવાની ટ્રાય કરતો હતો.
થોડીવારમાં જ બારના મેઈનગેટ પર મારી નજર પડી. બ્લેક કલરનો ઝગમગતો ટુંકો ડ્રેસ, ખભે લટકાવેલું પર્સ, હાઈ હિલના સેન્ડલ, ચેહરો તો જાણે કોઈ હોલીવુડની હિરોઈનને ટક્કર મારે એવો, આંખોમાં કાજળ, ડાર્ક રેડ કલરની લીપ્સ્ટીક આવું બધું જીણું જીણું નિરીક્ષણ કરવામાં હું સતત એની સામે તાકી રહ્યો હતો. એવામાં એનું ધ્યાન મારા પર ગયું. (કદાચ એણે નોટીસ કરી લીધું હશે કે મને કોઈક જોઈ રહ્યું છે કારણ કે ભગવાને એ લોકોને કુદરતી શક્તિ આપેલી છે કે સ્ત્રીને તરત ખબર પડી જાય કે કોણ એની સામે જુએ છે અને કઈ નજરથી જુએ છે એમ)

 એની પણ થોડી વાર માટે બેસવાની ઈચ્છા હશે પણ બીજું કોઈ ટેબલ ખાલી નાં હોવાના કારણે એ મારા ટેબલ પર આવીને મારી સામે બેસી ગઈ. હજુ તો હું મનમાં વિચારતો હતો કે શું વાત કરું, મારા શબ્દો પણ આજે ગળાની બહાર નીકળતા જ નહોતા
અને જાણે સીધા પેટમાં જ જતા રહેતા હતા.

એવામાં જ એણે સામેથી શરુઆત કરી, “Hii ! How are you ? I think you don’t like dance ?”
થોડા ખચકાટ સાથે મેં જવાબ આપ્યો, “Hello ! I am fine. thanks. I like dance but i don’t know how to dance. By the way, Myself Ravi.”
તેણી થોડી હસી અને પછી જવાબ આપ્યો, “This is Saumyaa.”
મનમાં વિચાર આવ્યો કે આ હોલીવુડની હિરોઈન જેવી ઇન્ડિયન કઈ રીતે હોઈ શકે ? બની શકે છે નેપાળની હોય કારણ કે નેપાળી છોકરીઓમાં પણ સૌમ્યા નામ હોય છે, પણ નેપાળી જેવી શકલ નાં લાગી એટલે ઇન્ડિયન હોવાનું ૯૦% લાગ્યું.
મને ખભા પર હાથ મુકીને થોડો હલબલાવીને તેણી બોલી, “હેલો ! કહા ખો ગયે ? I am from Banglore and you ?”
અચાનક મારી તંદ્રા તૂટવાના કારણે હું થોડો છોભીલો પડી ગયો અને તૂટતા અવાજે મેં જવાબ આપ્યો, “મેં ગુજરાત સે હું, યહા દુબઈ મેં જોબ કરતા હું.”
વાત કરવાની ઈચ્છા હતી એટલે મનમાં વિચાર્યું કે કંઈક ઓર્ડર કરું એટલે તે થોડી વાર બેસે અહિયાં. આપણે ડ્રીંક નાં કરતા હોય એટલે એનો મતલબ એમ થોડી થાય કે સામેવાળા પણ નાં જ પીતા હોય, અને મેં થોડુક બાફી નાખ્યું
થોડો સ્વસ્થ બનીને થોડી મસ્તી સાથે મેં પૂછ્યું, “Would you like to have some Pepsi, Orange juice, Apple juice ?”એ મારી સામે એમ જોઈ રહી જાણે આ બધાય નામ એણે પેલી વાર સાંભળ્યા હોય અને હું એને કંઈક સાયન્સના લેકચર લેતો હોઉં.
થોડી હેરાન જેવી બનીને આશ્ચર્ય સાથે તે બોલી, “જ્યુસ ? જ્યુસ ? એક કામ કર જ્યુસ માંગવા લે, લેકિન ઉસે ડાયલ્યુંટ કરના વોડકા કે સાથ. Oh My God ! Let me guess, You don’t drink નાં ?”
હું તો નકારમાં ડોકું ધુણાવતો એની સામે બાઘાની જેમ જોઈ રહ્યો.
વોડકા ચડાવીને એ પણ પેલા ડાન્સના ટોળામાં ગાયબ થઇ ગઈ એટલે મેં બીજી પેપ્સીનો ઓર્ડર કર્યો. માત્ર એનું ઓબ્સર્વેશન કરવા માટે જ અને જોતજોતામાં એ ૬ પેગ ચડાવી ગઈ અને ફુલ્લી ટુન. હવે એ ચાલી પણ શકતી નહોતી એટલી હદે ગાંડી થઇ ગઈ હતી.
ફ્રેન્ડ બોલ્યો, “ચાલો હવે ઘરે”
પણ મારું ધ્યાન સૌમ્યા તરફ જ હતું એટલે મેં ફ્રેન્ડને કહી દીધું તુ ઘરે જા હું અડધી કલાકમાં આવું છુ.
ફ્રેન્ડ નશામાં હોવાના કારણે એને બહાર ટેક્સી સુધી મૂકી આવ્યો અને ફરી અંદર આવીને એ જ ટેબલ પર બેસી ગયો. સૌમ્યા હજુ સુધી લાઉડ મ્યુઝીકમાં થીરકતા તાલે ધીમે-ધીમે પગ હલાવીને નાચી રહી હતી. મારું ધ્યાન ફક્ત ને ફક્ત ત્યાં જ હતું કે આ છોકરીએ આટલી ટુન છે છતાય બંધ કેમ નથી થતી. પણ કોણ જાણે એને કંઈક સંભળાઈ ગયું હશે એટલે મારી સામે જોતી આવીને પછી ટેબલ પર બેસી ગઈ.
થોડા લથડતા અવાજે તે બોલી, “તુમ શરાબ નહિ પીતે હો લેકિન ઇસ બાર મેરે સાથ પીકર શરુ કરો.”
અચાનક એક ફિલ્મનો ડાયલોગ યાદ આવી જતા એ જ અદામાં હું બોલ્યો, “અગર મેં શરાબ પી લુ, ઓર નશેમેં ધુત હો જાઉં તો તુમ મેરે નશેમેં હોને કા ફાયદા ઉઠાઓગી ?”

મારી સામે એવી રીતે જુવે છે જાણે મેં એની જમીન જાયદાતમાંથી હિસ્સો માંગી લીધો હોય.
પછી અચાનક હસતી હસતી બોલી, “નહિ રે, તુમ ટેન્શન મત લો મેં તુમારી ઇઝ્ઝત સેફ રખુન્ગી.. તુમ આરામ સે પીઓ.”
હું આંખ મીચકારીને બોલ્યો, “તો ફિર પીને કા ક્યાં ફાયદા ?”
સૌમ્યા હસી હસીને પાગલ જેવી બની ગઈ, “ચલ ફિર ડાન્સ તુ તો નહિ કરેગા, મેં એક ઓર ચક્કર લગાકર આતી હું.”
મનમાં ને મનમાં વિચારતો હતો કે હવે અહિયાંથી એક ડગલું પણ બીજે જાય તો તો મુર્ખ કહેવાવ, ત્યાં જ એક પઠાણીઓનું ટોળું આવ્યું અને એને જોઇને ત્યાં એની ફરતે ગોઠવાઈ ને ડાન્સ કરવા લાગ્યા. હજુ સૌમ્યાનું ધ્યાન નહોતું એટલે એ તો આંખો બંધ કરીને બસ એની ધૂનમાં જ હતી.

કોઈ બીજાની મેટરમાં આપણને પડવાની આદત નથી પણ ખોટું થતું હોય ત્યાં પરોક્ષ રીતે હલ કરવાની ટેવ ખરી
એટલે એ ટેવ મુજબ ત્યાં મુકેલા બાઉન્સર પાસે ગયો અને તેમને આ વિષે વાત કરી એટલે એ બાઉન્સરોએ આવીને એ ટોળાને ત્યાંથી ભગાવી મુક્યું, ફરી પાછો ટેબલ પર આવીને ગોઠવાઈ ગયો પણ ત્યાં સુધીમાં સૌમ્યાને અંદાજ આવી ગયો હતો કે શું થયું હતું એમ એટલે એ પછી ટેબલ પર આવી ગઈ.
સૌમ્યાની હાલત જોઇને હું થોડા કડક અવાજે બોલ્યો, “તુમને અભી બહોત પી રખ્ખી હે, અભી ઘર ચલો, મેં તુમ્હે તુમ્હારે ઘર છોડ દુંગા.”
સૌમ્યા જાણે એક નાનું બાળક એમના ટીચરથી ડરતું ડરતું ચુપચાપ કહ્યું કરતુ હોય એમ ચાલવા માંડી. ટેક્સી રોકીને એને અંદર બેસાડી પણ એના હોશ નહોતા કે એની શું હાલત છે એમ, હું બાજુમાં ગોઠવાયો એટલે મારું બાવડું પકડીને ખભા પર માથું ઢાળીને સુઈ ગઈ, કંઈક બોલતી હતી પણ સમજાતું નહોતું. એના ગાલ થપથપાવીને એને ઘરનું અડ્રેસ પૂછ્યું, એટલે એ માંડમાંડ થોડા શબ્દો બોલી એટલે સમજી ગયો કે એ ક્યાં એરિયામાં રહે છે એમ, છેક ઘર સુધી એ ટેક્સીમાં ખભે માથું ઢાળીને સુતી રહી.
ઘર આવ્યું એટલે મેં એમને જગાડી અને ટેક્સીની બહાર ઉતારી અને જે કઈ ભાડું થતું હતું એ મારા પોતાના ખિસ્સામાંથી જ ચૂકવી આપ્યું.
માંડ માંડ ઘરના બારણા સુધી પહોચાડી, ત્યાં બારણેથી એને ઘરમાં મોકલતો હતો ત્યાં જ બબડી,
મંદમંદ અવાજે તે બોલી, “અંદર નહિ આઓગે ?”
શાંતિથી જવાબ આપતા હું બોલ્યો, “નહિ ! તુમ અભી સો જાઓ તુમ બહોત નશે મેં હો, મુજે અભી મેરે ઘર જાના હે.”
“તુમ ઇતની રાત કો ઇતની દુર કહા જાઓગે, આજ યહી સો જાઓ મેં વેસે ભી ઘરમેં અકેલી રહેતી હું, મેરી સહેલી ઇન્ડિયા ગઈ હુઈ હે.” તેણીએ થોડી સ્વસ્થ હોય એવી બનીને જવાબ આપ્યો.
ચેહરા પર થોડો ગુસ્સો લાવીને, “સૌમ્યા ! મેને મના કિયા ના કી મુજે નહિ રેહના હે યહાં, તુમ સો જાઓ.”
અચ્છા બાબા ઠીક હૈ, લેકિન અપના કાર્ડ દેતે જાઓ.
મારા વોલેટમાંથી મારું કાર્ડ કાઢતા હું બોલ્યો, “યે મેરા કાર્ડ હે કલ જો ભી બોલના હે વો બોલ દેના.”
હજુ તો કાર્ડ આપું ત્યાં તો મેડમ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા, હવે તકલીફએને માંડ માંડ બેય હાથે ઉંચી કરી અને એના બેડ પર સુવડાવીને એને રજાઈ ઓઢાડીને દરવાજો બંધ કરીને નીચે ઉતરી ગયો.


મનમાં છેક ઘર સુધી વિચારતો રહ્યો કે ભલે આપણી બહેન દીકરીઓ આમ નશો નાં કરે પણ ક્યારેક એ આવી કોઈક પરિસ્થિતિમાં ફસાઈ અને ત્યારે કોઈક એનો ફાયદો ઉઠાવે તો કેવું થાય
? આ પણ કોઈકની દીકરી હતી, કોઈકની બહેન હતી અને એક સારા ઘરના છોકરાના સંસ્કાર તરીકે મારા માટે એ કામ ખોટું છે અને પ્રાઉડ ફિલ કરતો રહ્યો કે શાબાશ રવિ ! તુ તારી જાત પર કંટ્રોલ કરી શકે છે.

શુક્રવાર, 13 માર્ચ, 2015

તને મળવાનું મન થાય છે.

તારી હિર્ણાક્ષી આંખોની ચમકથી અંજાઈને,
                        એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.
આંખ જ હોય છે પ્રેમના દરવાજાની ચાવી,
                         એ જ આંખોથી હવે તાળું ખોલવાનું મન થાય છે.

હજુ હટતી નથી નજર તારા ચેહરા પરથી,
                          એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.
વિચારું છું મનમાં તારા જ અસ્તિત્વ વિશે,
                          એ જ મનથી તને ખુદમાં સમાંવાનું મન થાય છે.

પ્રેમ એટલે શું એ શીખવ્યું તારા વર્તને મને,
                           એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.
શીખવ તારી સ્કુલમાં મને થોડા પાઠ પ્રેમના,
                            એ જ પ્રેમથી તને પ્રેમમાં ડુબાવાનું મન થાય છે.

તારા અવાજની મીઠાશને ભરી મારા હૃદયમાં,
                             એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.
એ જ મીઠા અવાજમાં મેળવી મારો ઘેઘુર અવાજ,
                              એકલા ના હોવાનો એહસાસ કરાવાનું મન થાય છે.

હજુ તો શરૂઆત છે આ મધમીઠા કઠોર સફરની,
                               એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.
તસ્વીરને કેટલા દિવસ ભર્યા કરું મારી આંખમાં,
                                હવે તો તસ્વીરને પણ તકદીર બનાવાનું મન થાય છે.