રવિવાર, 12 એપ્રિલ, 2015

પત્રોનો પટારો, મારો લખાયેલો પત્ર - 2

યાદોના પોટલામાં રહેનાર.... 
ખુશી...
આપણી વચ્ચે રહેલા સબંધોના તાતણાં તૂટ્યાને આજે ૪ વર્ષ જેટલો સમય વીતી ગયો, આજે તારી અને મારી બંનેની જિંદગી કંઈક ઉત્તર-દક્ષીણ જેવી થઇ ગયી છે, સમય ફરી ગયો છે, પરિસ્થિતિ ફરી ગયી છે, છતાં પણ ક્યારેક ક્યારેક હૃદયના કોઈક ખૂણાની કબરમાં દાટેલી તારી યાદો બહાર આવીને મારી સામે ગોષ્ઠી કરવા બેસી જાય છે. હજુ પણ તારું એ નામ મારા હૃદયમાં ધબકતું હોય એવું લાગે છે. જ્યારે પણ કોઈ ગીતમાં, કોઈ વાક્યમાં, કે કોઈ વ્યક્તિના નામમાં તારા એ જ નામનો ઉલ્લેખ થાય છે ત્યારે મારો એ ભવ્ય ભૂતકાળ મારી નજર સામે આવીને કોઈ ફિલ્મની માફક ફરવા લાગે છે. જે નજર સામેથી હટાવવો એ મારી ક્ષમતાની બહારની વાત છે.
હજુ પણ મનમાં ક્યાંકને ક્યાંક એવો એહસાસ થયા કરે છે કે મારી લાઈફનો મને થયેલો તારી સાથેનો પ્રેમ હમેશ માટે અધુરો રહી ગયો, એ વાત મને આખી જિંદગી ડંખ્યા કરશે.
મારી આર્થીક પરિસ્થિતિને જોઇને તે કરેલા એ કઠોર નિર્ણયને આજે મારી સફળતાની ધાર આરામથી એ નિર્ણયની ગરદન કાપી શકે છે. એ સમયે મારા પર વિશ્વાસ નાં કર્યો, અને મારા વિશ્વાસની મજાક ઉડાડી દીધી, મારા પ્રેમને બસ માત્ર ને માત્ર સમય પસાર કરવા માટેનું રમકડું બનાવી દીધું પણ ત્યારે મારી પાસે બોલવા માટે એક શબ્દ પણ નહોતો અને આજે કદાચ મેં બોલેલા શબ્દો સાંભળવા માટે તારી પાસે એટલી હિંમત નથી. આજે એકવાત હું ચોક્કસ કહી શકું કે એ સમયે જે કારણથી તે મને તારી જિંદગીમાંથી કાઢી નાખ્યો હતો એ કારણને આજે હરાવીને તારી નજરમાં તો ચોક્કસપણે એક સકસેસફૂલ માણસ બની ગયો છું, અને આજે પણ હું તારા એ પ્રેમને નથી ભૂલ્યો કે જે તારા માટે ફક્ત અને ફક્ત ટાઈમપાસનું સાધન હતું.
હું તો હજુ પણ તને યાદ કરું છું. તારી સાથે વિતાવેલી એ ક્ષણોને યાદ કરું છું પરંતુ એ યાદોને, એ પ્રેમને, એ ક્ષણોને મારી અત્યારની જિંદગીમાં હવે કોઈ સ્થાન નથી. એ તો મેં દફન કર્યું છે મેં મારા હૃદયના કોઈક ખુણામાં રહેલી કબરમાં જેને આજે બહાર કાઢવું અસંભવ છે. છેલ્લે માત્ર એટલું જ કહીશ કે, "જ્યાં રહો ત્યાં ખુશ રહો, હંમેશા હસતી રહેજે, Have a great life ahead."
હું તારો જ હતો.. પણ હવે નથી એવો,
રવિ.

ટિપ્પણીઓ નથી: