શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

First Article of my Life. Gift to Kushal Dixit

1506773_633273410069497_837370535_n

                               કહેવાય છે કે માણસની પ્રતિભાઓ જન્મ લેતી નથી પરંતુ અનુભવના આધારે પ્રગટ થાય છે. આવી જ એક પ્રતિભા વિષે આજે થોડું જાણીએ. 

૨૧-૧૨-૧૯૮૩ ના દિવસે દિક્ષિત પરિવારના મનુભાઈના ઘરે કુળદીપકનો જન્મ થયો. ત્યારે મનુભાઈને ખબર નહિ હોય કે મારા ઘરે એક એવી વ્યક્તિનો જન્મ થયો છે જે ભાવનગરની કલાનગરીનો એક એવો હિસ્સો છે જેનું નામ સાંભળતા માણસ વિચારવા માંડે છે કે આજે કૈક નવા પ્રકારની કોરીઓગ્રાફી જોવા મળશે. પરંતુ ઉપર કહ્યું તેમ કે અનુભવના આધારે પ્રતિભા પ્રગટ થાય છે.

                            પોતાના કોલેજકાળ દરમિયાન જે છોકરાને યુવક મહોત્સવમાં ભાગ લેવા દેવામાં ન આવ્યો. પરંતુ એ છોકરો હિંમત હારે તેમાંથી ન હતો. તેને વિચારી લીધું કે ભાવનગરની આ કલાનાગરીમાં એક દિવસ હું મારા નામનો ડંકો વગાડીશ, અને આ ધ્યેય સાથે પોતાના મિત્રો અને પરિવારની મદદથી મેદાને પડેલા એ છોકરાએ સંસ્થા શરુ કરી અને નામ રાખ્યું કલાપથ સંસ્થા. જે સંસ્થા કળા તરફ જવાનો રસ્તો દેખાડે છે.

                           સંસ્થાના સ્થાપન બાદ કલાનગરીમાં નામ બનાવવું આસાન નહોતું.પણ એના ધ્યેય અને અડગ નિર્ણય સામે તકદીરે પણ ઝુકાવ્યું. ૨૦૦૭ માં અમદાવાદમાં  કર્ણાવતી હરીફાઈમાં પોતાના મિત્રોની મદદથી અને અથાગ મહેનતથી હરીફાઈ જીતી લીધી અને શરુ થયો કલાપથ યુગ. એક પછી એક પ્રોગ્રામો, હરીફાઈઓ, અને નામના મેળવ્યા બાદ પણ એ માણસે પોતાના પગ જમીન પર ટકાવી રાખ્યા. પરંતુ સફળતા તો ત્યારે કહેવાય જયારે એ દરેક અડચણો પાર કરીને મેળવી હોય. ૨૦૦૯ નું એ વર્ષ જે યુવક ની કારકિર્દી બગાડી શક્યું હોત પણ પાછુ વાળીને જુવે તો એ કલાપથના મહારથી ના કહેવાય. એક અકસ્માતમાં એક પગનું હાડકું ભાંગ્યું અને ખસી ગયું. ડોક્ટરોએ પણ કહી દીધું કે હવે આ જુવાન રમી નહિ શકે પણ બાપા બજરંગદાસ માં અતુટ શ્રદ્ધા અને પોતાના અડગ નિર્ણય અને મહેનતથી એ ફરી મેદાને ઉતર્યા અને સફળ પણ થયા.

                             સતત પોતાના લક્ષ્ય તરફ કે કલાપથ સંસ્થાનું નામ ચારે દિશામાં ગુંજવું જોઈએ.અને કરી બતાવ્યું.આજે દિલ્હી, કચ્છ કાર્નિવલ , વાયબ્રન્ટ ગુજરાત, દુરદર્શન,વગેરે જેવા મોટા ઉત્સવોમાં આ સંસ્થાની નોંધ લેવાય છે, એવી આ કલાપથ સંસ્થાના લીડર યુવાન નું નામ છે કુશલ દિક્ષિત. અને આજે ૩૦ વર્ષ પૂર્ણ કરનાર એ યુવક ના જનમદિન ને હરખ થી વધાવીએ અને હાર્દિક શુભેછાઓ પાઠવીએ. પોતાની કળા આપણા દેશને પીરસતા રહે અને ખુબ આગળ આવે એવી ભગવાનને પ્રાર્થના. બાપા સીતારામ. બજરંગદાસ બાપા ની જય…

ટિપ્પણીઓ નથી: