શનિવાર, 11 જાન્યુઆરી, 2014

હેય્ય્ય્ય !!!! મેં તેરા ખૂન પી જાઉંગા.....

“ગુસ્સો/ક્રોધ” આ બંને એવા શબ્દો છે જે દરેક માણસના શત્રુઓ હોવા છતાં અને માણસને પોતાને ખબર હોવા છતાં કે આ મારા શત્રુઓ છે, છતાં પણ પોતાની સાથે રાખે છે. અત્યારની યંગ જનરેશન માટે ગુસ્સો દિવસે ને દિવસે બેકાબુ બનતો જાય છે. આજે સહનશક્તિ નામનું તત્વ માણસમાંથી નષ્ટ થતું જાય છે.જો કે આ બધું પુરાતનકાળથી જ ચાલ્યું આવે છે. દ્રૌપદીની મજાક ને કારણે દુર્યોધન ગુસ્સે થયો અને પરિણામ આવ્યું “મહાભારત”. સુપર્ણખાના ખોટા નિવેદનથી રાવણ ગુસ્સે ભરાયો અને સર્જાઈ “રામાયણ”.

an2

આમ, ક્રોધાગ્નીમાં સેંકડો લોકોની આહુતિ આપમેળે અથવા કોઈ ઘટનાના પરિણામ રૂપે દેવાઈ ગયી. કહેવાય છે કે ગુસ્સો માણસ માટે હાનીકારક છે પણ કોઈ એની પાછળનું કારણ નથી આપતું કે ગુસ્સો આવે છે શા માટે ?
ગુસ્સાનો સીધો સંબંધ પસંદગી સાથે છે. !!!! જોયું તમારા ચેહરાની રેખાઓ પણ બદલાઈ ગયી ને ?? સીધી વાત છે કે જયારે સામેની વ્યક્તિ આપણને ના ગમે તેવું વર્તન કરે, ના ગમે તેવું કામ કરે કે ના ગમે એવું બોલે ત્યારે એનું રીએક્શન ડાયરેક્ટ ગુસ્સામાં પરિવર્તન પામે છે. ગુસ્સામાં માણસ શું બોલે છે, શું કરે છે એનું એને કઈ પણ ભાન નથી રહેતું અને પછી પરિણામ ભોગવવાની હિંમત પણ નથી રહેતી કે નથી પસ્તાવાનો સમય રહેતો.

angry couple, isolated on white

કીસીને સચ કહા હે કી
“ગુસ્સેમેં લિયે ગયે ફેસલે, બાદ મેં તકલીફ પહુચાતે હે”
દુનિયામાં દરેક માણસ જો એકસરખું વિચારતા હોત તો દુનિયાનું અસ્તિત્વ જ ના રહ્યું હોત, જે લોકો આપણને ન ગમતા કામ કરે છે તેઓ ખરાબ નથી હોતા, તેઓ પણ કોઈ પરીસ્તીથીને આધીન કામ કરતા હોય છે અને એની મજબુરીને આપણે વિદ્રોહનું નામ આપીને ગુસ્સો કરીને સંબધોની દાલફ્રાય કરીને આરામથી પીએ છીએ,અને પછી પાછળથી પેટને નુકશાન કરે છે. એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે જે લોકો આપણને ના ગમતા કામ કરે તેના પર ગુસ્સે થવું નાં જોઈએ. એને જે લાગ્યું તે તેણે કર્યું, પરંતુ પ્રત્યુતરમાં ગુસ્સાથી કોઈ કામ લેવામાં કોઈ સારપ નથી. એમણે કરેલું કામ કે તેનો સ્વભાવ આપણે બદલી તો શકતા નથી તો આપણે જ તેની સાથે એડજસ્ટ થઇ જઈએને. એ પણ શાંતિથી જીવશે અને આપણે પણ જીવી શકીશું.

an1

ગુસ્સારુપી તલવાર પ્રેમનું ગળું કાપી શકતી નથી પણ સંબંધોની તો એવી ક્રૂર હત્યા કરે છે કે તેને જોતા પણ કાળજું કંપી ઉઠે.
જે માણસ પોતાના ગુસ્સાની એક ક્ષણ ટાળી શકે છે એ પસ્તાવાનો આખો દિવસ ટાળી શકે છે. ગુસ્સો મૃત્યુને નોતરે છે અને સાથે વિનાશ પણ વેરતો જાય છે.
“ગુસ્સાના સમયે માણસ કોઈને જોતો નથી,
અને પસ્તાવાના સમયે દુનિયા તેની સામે જોતી નથી.”
પ્રેમથી જીવો, જીવવા દો……. સદાય હસતા રહો મિત્રો…. Keep Smiling…..

sm

ટિપ્પણીઓ નથી: