શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

સમજણનો સેતુ.

માનવાકૃતિની સમજ છે આ દોસ્તો, ચાલો થોડી સમજતા જઈએ,
વિશાળકાય આ દુનિયામાં કંઈક ને કંઈક શીખતા રહીએ.
નાસમજ માનવીની આ દુનિયામાં, થોડી સમજણ કેળવતા જઈએ,
પ્રેમરૂપી હાસ્યના સંગાથે, માણસને માણસાઈ દેખાડતા રહીએ.
ભલમાણસાઈ છે માફ કરી દેવામાં, સૌ કોઈને ક્ષમા કરતા જઈએ,
દુશ્મનોની ક્રુરતાને પણ મિત્રોની મજાક સમજીને,સંબંધોના સેતુઓ બનાવતા રહીએ.
ક્રોધથી શાંત નથી રહેવાના આ યુદ્ધો, માથા પર થોડું ઠંડુ પાણી રેડતા જઈએ,
વેર-ઝેરના ભાવ ભૂલીને, મિત્રતાના પાઠ ભણતા રહીએ,
હવે તો બસ એટલું જ કહેવું છે આ દુનિયાને,બે પળની આ જિંદગીમાં,
થોડું તમે જીવો અને થોડું અમે જીવીએ,આમ કરીને એકબીજા સાથે હળીમળીને ચાલતા રહીએ,
બસ ચાલતા રહીએ.

ટિપ્પણીઓ નથી: