ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

અધૂરું Propose…

છેલ્લા એક વર્ષના રૂટીનની જેમ આજે પણ હું મારી સાઈકલ લઈને કોલેજના ગ્રાઉન્ડમાં પહોચી ગયો હતો અને સાઈકલ પાર્ક કરીને હજુ તો કોલેજના દાદરા ચડી રહ્યો હતો ત્યાં જ એક હોન્ડા એકોર્ડ હવાની ઝડપે ગ્રાઉન્ડમાં એન્ટર થઇ.
મનમાં વિચાર આવ્યો, “વાહ ! આજે વળી કોલેજમાં ફોરવ્હીલ લઈને ક્યાં અમીર બાપનો નબીરો આવ્યો ?”
જેવો ગાડીનો દરવાજો ખુલ્યો કે મારો હાથ મારા હૃદય પર જઈને બેસી ગયો, હૃદયના એ ધબકારાને પકડી રાખવા પડ્યા કે ક્યાંક આને જોઇને બંધ નાં થઇ જાય.
તેજ તરાર આંખો, ખુલ્લા વાળ, આંખોમાં કરેલું આંજણ, એકદમ લાઈટ પિંક કલરની લીપ્સ્ટીક, એનું પોતાનું કુદરતી સૌન્દર્ય જ એટલું હતું કે એને મેકઅપ કરવાની જરૂર નહોતી લાગતી, એકદમ ચપોચપનું જીન્સ પહેર્યું હતું અને એમાં સલમાન ખાન સ્ટાઈલ વાળા સાથળ પર ફાટેલા લીરા, અને એ લીરામાંથી દેખાતી એની રૂ જેવી જાંઘો, બ્લુ કલરનું સ્લીવલેસ ટોપ, કાનમાં લાંબા એરિંગ, ચેહરાનો ઘાટ તો જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉભી હોય એવો હતો.
મારી બાજુમાંથી પસાર થતી છોકરીઓ એને જોઇને બળી બળીને રાખ થઇ ગઈ હતી કારણ કે એ સમયે કોલેજમાં ત્યાં જેટલા છોકરા હાજર હતા એ બધાય ફક્ત એક જ છોકરી પર ધ્યાન રાખીને ઉભા હતા.
મનમાં વિચાર્યું, “બાપુ! આજે તો દિવસ સુધરી ગયો આ દેવીના દર્શન કરીને, ચાલો હવે ક્લાસમાં જઈએ નહીતર પ્રોફેસર હાલત ખરાબ કરી નાખશે, એમ વિચારીને હું મારા ક્લાસમાં બેસી ગયો પણ આજે ભણવામાં ધ્યાન લાગે એમ જ નહોતું, ધ્યાન તો બધું જ પેલી ખેંચી ગઈ હતી.”
હજુ તો હું મારી બૂક પેન કાઢીને કંઈક લખવા જતો હતો ત્યાં જ એક મધમીઠો મધુર અવાજ સંભળાયો.
“May I Come In Sir ?”
ફરી પાછો હાથ હૃદય પર બેસી ગયો અને મનમાં જ બોલ્યો, “રવિ ! આ છોકરી તને ભગવાન પાસે પહોચાડીને જ રહેશે એવું લાગે છે.”
મારી બાજુમાં બેઠેલી મારી બેસ્ટ ફ્રેન્ડ ધ્વનીને મેં ઉત્સાહભેર કહ્યું, ‘ધ્વની ! ધ્વની ! આમ જો તો ખરા સામે ડોર પર, જો મારી ફ્યુચર વાઈફ આવી.’
એકદમ જાણે ખડી પડી હોય એ રીતે હસતા હસતા એ આંખ મિચકારતા બોલી, ‘તારે ભગવાન શ્રી કૃષ્ણનો રેકોર્ડ બ્રેક કરવાનો વિચાર લાગે છે, પટરાણીઓ રાખી રાખીને.’
થોડો બનાવટી ગુસ્સો કરીને હું બોલ્યો, ‘અરે ના ના ! આ મળી જાય ને તો હું બીજી કોઈ સામે નજર પણ નાં કરું, સાચે જ, કસમથી. મને એની સાથે લવ થઇ ગયો છે યાર ! આમ જો તો ખરા યાર એ કેટલી બ્યુટીફૂલ છે.’
ઓયે ‘દિલ ચાહતા હે’ ફિલ્મના સેફ અલી ખાન ! તને બધી છોકરીઓને જોઇને ટ્રૂ લવ જ કેમ થાય છે ? મારી મજાક ઉડાડતા ધ્વની બોલી અને પછી મારી જ એક્ટિંગ કરતા કરતા બોલી, “ધ્વની ! ઇસ બાર તો પક્કા વાલા લવ હે, કસમ સે, તું કોરે કાગઝ પે સાઈન લે લે, ઇસ બાર તો એકદમ ટ્રૂ લવ હો ગયા હે”
હું એની સામે મીઠો ગુસ્સો કરતો હોઉં એવી રીતે ધ્વની સામે આંખ મીચકારીને બોલ્યો, ‘ચલ ચલ હવે નૌટંકી કરતી બંધ થા અને મને તે તૈયાર કરેલું અસાઈન્મેન્ટ આપ.’
થોડી જ વારમાં કંઈક વિચાર કરી ને પાછો હું બોલ્યો, ‘આઈડિયા ! હેય ધ્વની, યાર તું એની સાથે ફ્રેન્ડશીપ કરને, મારું કંઈક સેટિંગ ગોઠવાઈ જશે સીરીઅસલી.’
ધ્વની ફિલ્મમાં એક્ટિંગ કરતી હોય એ રીતે, ‘ના રે બાબા, મારે કઈ કરવું નથી એવું કઈ, તારે જે કરવું હોય તે જાતે કર. એકેય છોકરીને મારા સપોર્ટ વિના પટાવી તો શકતો નથી ને ફ્યુચર વાઈફના સપના જુવે છે.’
‘પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આ વખતે લાસ્ટ ટાઈમ બસ. હવે આના પછી કોઈ દિવસ નહિ કહું.’ જાણે એક ભિખારી કોઈ શેઠ પાસે પૈસા માટે કરગરતો હોય એવી રીતે હું એક્ટિંગ કરતા બોલ્યો.
હસતા હસતા શરત માન્ય રાખી હોય એમ મોઢું કરીને ધ્વનીએ પોતાના મગજમાં કોઈક વિચાર આવ્યો હોય એ બોલતા કહ્યું, ‘ઓકે, પણ એક શરતે ? તારે મારા બધાય અસાઈન્મેન્ટ લખી આપવા પડશે અને હવે પછીના ૨ મહિના સુધી કેન્ટીનમાં નાસ્તાનું બીલ તારે ચુકવવું પડશે.’
મેં મનમાં ને મનમાં અસાઈન્મેન્ટ તૈયાર કરવાની અને કેટલા રૂપિયા ખર્ચો થશે એ બધી ગણતરી કરતા કરતા પરાણે “હા” પાડી. શું કરું યાર ? ફ્યુચર વાઈફ નો સવાલ હતો.
૨-૩ દિવસમાં તો ધ્વનીએ એને પોતાની ફ્રેન્ડ બનાવી લીધી હતી અને આજે બરાબર ૪ દિવસ પછી એ મારી મુલાકાત કરાવવાની હતી. થોડી જ વારમાં બંને ક્લાસમાં આવી ગયા અને ધ્વનીએ મને ઈશારો કરી દીધો હતો કે આજે તારું કામ થઇ જશે.
Hey Ravi ! Meet my new friend Trisha. એ સેકંડ યરથી આપણી કોલેજમાં આવી ગઈ છે પહેલા એ બોમ્બે હતી. Trisha, Meet my best friend Ravi. He is my Best Buddy.
ત્રિશા એકદમ લહેકા સાથે બોલી, ‘Hii Ravi ! How are you ?’
હું તો એણે બોલેલું મારું નામ સાંભળીને ક્યાંક ખોવાઈ જ ગયો હતો કે આહ્હાં શું અવાજ હતો એનો. એણે તો એકવાર જ નામ બોલ્યું હતું પણ મને તો જાણે કોઈ પહાડી વિસ્તારમાંથી બોલી હોય અને જોર જોરથી અવાજ પડઘામાં ગુંજી રહ્યો હોય એવું સંભળાતું હતું.
ધ્વની મને હલબલાવીને બોલી, ‘ઓયે ! ક્યાં ખોવાઈ ગયો ?’
એણે બોલેલા મારા નામના અવાજમાં (મારાથી થોડું મોટા અવાજે બોલાઈ ગયું.) સોરી આઈ મીન કોલેજની બહારથી કંઈક જોર-જોરથી અવાજ આવે છે એ સાંભળતો હતો.
Sorry sorry ! Hello Trisha, I am good, Thanks, How are you ?
I am absolutely fit and fine. બાય ધ વે ધ્વની તારા ખુબ વખાણ કરતી હોય છે કે તું કેટલો સારો છોકરો છે અને હેલ્પફુલ છે અને એક સારો ફ્રેન્ડ પણ છે તો શું તું મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ ?, ત્રિશા ધીમે અવાજે બોલી.
આટલું સાંભળીને થોડીવાર માટે તો એમ થઇ આવ્યું કે ધ્વનીને એક ટાઈટ હગ કરી લઉં પણ પછી એના તૈયાર કરવા પડેલા અસાઈન્મેન્ટ અને કેન્ટીનના બીલ યાદ આવી ગયા એટલે એ લાગણી ગાયબ થઇ ગઈ એટલે ધ્વનીને મેં માત્ર થેન્ક્સ કહીને પાછો વિચારમાં પડી ગયો કે યાર ફ્રેન્ડશીપ તો ખુબ લાંબુ થઇ જશે પણ એની વે એમ કરીને શરૂઆત તો થઇ.
હા હા સ્યોર ! એમાં કઈ પૂછવાની વાત છે! ધ્વનીની ફ્રેન્ડ એ મારી ફ્રેન્ડ એટલે આજથી તું પણ મારી બેસ્ટ ફ્રેન્ડ.. ઓકે ??, ત્રિશાની વાતને રદિયો આપતા હું આટલું વાક્ય થોડું ઉત્સાહથી બોલ્યો.
ત્રિશા બોલી, ‘૧૦૧% ઓકે.’
ધ્વનીએ ત્રિશાને દેખાઈ નહિ એવી રીતે મારી સામે આંખ મીચકારીને ઈશારો કરી દીધો કે લગે રહો ! હમ તો અભી બેગાને હો ગયે, એમ કરીને ખોટે ખોટું કંઈક બહાનું કાઢીને ત્યાંથી દુર જતી રહી અને ત્યારે દિલથી એમ થઇ આવ્યું કે નહિ ધ્વની એમ તો મારી બેસ્ટ ફ્રેન્ડ જ છે.
ત્રિશાએ થોડી નોર્મલ બનીને પૂછ્યું, “સો, કેવી ચાલે એક્ઝામની તૈયારી ? અસાઇનમેન્ટ થઇ ગયા ?”
હું તો મનમાં જ ગણગણ્યો, ‘હજુ તો આજે પેલો પાઠ ભણું છું અને આજને આજ જ પરીક્ષા આવી ગઈ આને તો’ હા હા એકદમ સરસ રીતે ચાલે છે. મિત્રોની મદદથી એકદમ વ્યવસ્થિત અગાઉ કરેલા પ્લાનિંગ મુજબ જ તૈયારી ચાલે છે અને લાગે છે કે આ એક્ઝામનું પરિણામ પણ મારી ફેવરમાં જ હશે.
ત્રિશા થોડી વાર ચોંકી ગઈ કે આ શું બોલી રહ્યો છે કઈ સમજાતું નથી એમ પછી જાણે એણે કઈ ધ્યાનમાં જ ના લીધું હોય એમ ઓલ ધ બેસ્ટ કહીને જતી રહી.
ધીમે ધીમે અમારી મુલાકાતો વધતી જતી હતી, ક્યારેક કેન્ટીનમાં તો ક્યારેક કોલેજના ગ્રાઉન્ડમાં. હવે તો એક જ બેચમાં બેસવાનું શરુ થઇ ગયું હતું. એકબીજાને એકબીજા પર વિશ્વાસ વધતો જતો હતો. હું એની સાથે વાત કરવાની એકેય તક જતી કરતો નહોતો, કોઈને કોઈ બહાને એની સાથે વાત કરવાનો મોકો શોધી લેતો, ક્યારેક ફોર્સ કરીને એનો હાથ પકડીને કેન્ટીનમાં ઢસડી જતો અને પછી નાસ્તો થોડો અને વાતો ઝાઝી થતી. ક્યારેક એક બેચમાં હોવા છતાય હું એમને અનિમેષ નજરથી તાક્યા કરતો અને ખબર નહિ એને ખ્યાલ કેવી રીતે આવી જતો હશે કે તરત જ મારી સામે જોતી અને હસતી પણ, આવી રીતે ઘણી વાર હું પકડાઈ ગયેલો પણ એ કાયમ આ બાબતને હસી કાઢતી અને એની સામે જોવામાં ઘણીવાર પ્રોફેસરના ધ્યાનમાં નાં આવી જાવ એમાં ધ્વનીની હેલ્પ રહેતી. એ સતત પીઠ પાછળથી પેનની અણીઓ માર્યા કરતી અને મારું ધ્યાન દોર્યા કરતી.
એક દિવસ ત્રીશાએ અચાનક ક્લાસમાં આવીને મને કહ્યું, “રવિ ! અત્યારે એકેય લેકચર નથી અને હવે પછીનો લેકચર ખુબ બોરિંગ છે તો ચલ આપણે આજે બહાર ફરવા જઈએ.”
ચાલો ચાલો ! બંદા ઓલ્વેઝ તૈયાર જ હોય છે. બીજી જ સેકન્ડે વિચાર આવ્યો, “સાલું મારી પાસે તો સાઈકલ છે જે એને હજુ ખબર જ નથી કે મારી પાસે કયું વાહન છે એમ, હું એને કઈ રીતે લઇ જઈશ અને એને કઈ રીતે બોલવું કે તું તારી હોન્ડા એકોર્ડ લઇ લે એમ. એ શું વિચારશે ?” આવું વિચારવામાં ને વિચારવામાં મારો ચેહરો થોડો ઉતરી ગયો.
“શું થયું ? ચલ ચલ જવું છે. કઈ તકલીફ હોય તો બોલ ?” ત્રિશા થોડા ઊંચા અવાજે બોલી.
ફરીથી મનમાં વિચાર કર્યો, “આજે સાચું નહિ બોલે તો ક્યારેય નહિ બોલી શકે, પણ કંઈક અલગ રીતે બોલીશ” ચલ ચલ જઈએ… આજે તો તને મારી હોન્ડા સીટીમાં બેસાડીશ. થોડો ઉત્સાહ બતાવીને હું બોલ્યો.
અરે વાહ ! તું તારી સાઈકલને હોન્ડા સીટી કહે છે, સારું કહેવાય. વાહ તારું પોઝીટીવ થીંકીંગ. I Like It !
I Like It ! એ ત્રીશાનું મુખ્ય વાક્ય હતું, જયારે ને ત્યારે કઈ પણ વાત પસંદ પડે એટલે એના મોઢામાંથી એ વાક્ય બહાર નીકળતું જ.
ઘડીક તો શોક થઇ ગયો હું કે આને કેવી રીતે ખબર પડી કે મારી પાસે સાઈકલ છે એમ ? પણ પછી થોડા ઉતરેલા ચેહરાએ હા કહ્યું કે મારી પાસે તો સાઈકલ જ છે પણ મારી માટે તો એ હોન્ડા સીટી જ છે કારણ કે મારા ૧૨ કિલોમીટર દુર રહેલા ઘરથી તો રોજ મને એ જ અહિયાં લાવે છે એટલે મારા માટે તો એ મારી સૌથી વધારે ગમતી વસ્તુ છે. નીચું માથું રાખીને હું એકીશ્વાસે બોલી ગયો.
Wow ! I like your honesty. I like it. હેય આઈડિયા ! ચલ આજે તું મને તારી સાઈકલમાં લઇ જા. હું આજે એમાં જઈશ. આપણે એમાં ફરીશું.
ત્રિશા ! એવું શક્ય નથી. તું કોઈ દિવસ તડકામાં પણ બહાર નીકળતી નથી અને સાઈકલ પર તું ગરમી નહિ સહન કરી શકે.
થોડી જીદ્દ કરતા ત્રિશા બોલી, “એક કામ કર. મને સાઈકલ નથી આવડતી, અહિયાં બાજુમાં ગ્રાઉન્ડ છે ત્યાં મને સાઈકલ શીખડાવ ચલ. આજે તો શીખવી જ છે.”
અમે બન્ને મારી સાઈકલ લઈને બાજુના ગ્રાઉન્ડમાં પહોચી ગયા. ત્રિશા સાઇકલ પર ચડી ગઈ અને મેં સાઈકલને પાછળ કેરિયરથી પકડી રાખી હતી. ધીમે ધીમે ચલાવતી જતી હતી અને હસતી હસતી મારી સાથે વાતો કર્યે રાખતી હતી. ધીમે ધીમે આખા ગ્રાઉન્ડમાં એ ફરવા લાગી અને થાકી ગઈ એટલે મને એની પાસે આવા ઈશારો કર્યો એટલે હું ત્યાં તેની પાસે ગયો.
એ હજુ સાઈકલ પરથી નીચે નહોતી ઉતરી અને મેં એક હાથે સાઈકલનું હેન્ડલ અને બીજા હાથે કેરિયર પકડી રાખ્યું અને એણે આખો વજન મારા પર રાખી દીધો. સાઈકલની સીટ પર બેઠી અને એ મારી છાતી પર માથું રાખીને ઢળી પડી. એના શ્વાસોશ્વાસ હજુ તેજ ગતિએ ચાલતા હતા, કપાળ પર પ્રસ્વેદબિંદુઓ જાણે કોઈ હીરા તાક્યા હોય એ રીતે ચમકી રહ્યા હતા. એ એવી રીતે મારા પર માથું ઢાળીને સાઈકલ પર બેઠી હતી જાણે મારા હૃદયના ધબકારા સાંભળતી હોય, થોડીવાર માટે બન્ને વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. જાણે બન્ને એકબીજાને હૃદયથી કંઈક વાત કરી રહ્યા હોઈએ એવું લાગતું હતું. હું મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મારી છાતી પર મુકાયેલા એના કપાળ પરનો એ પરસેવો લુછી રહ્યો હતો ત્યાં જ એ છણકુ કરતા બોલી, અરે વાહ તું તો બોવ કેરફુલ છે. I Like it !
થોડા જ દિવસમાં કોલેજમાં યુથ ફેસ્ટીવલની જાહેરાત થઇ. લાસ્ટ યર પ્રમાણે આ વખતે પણ મારે મારી રાસ ગરબાની ટીમ લઈને કોલેજનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. જેમાં મારી બેસ્ટ ફ્રેન્ડ ધ્વની મારી જોડીદાર હતી પણ આ વખતે ત્રિશા પણ મારા ગ્રુપમાં ભાગ લેવા ઇચ્છતી હતી, ઓડીશન લેવાયા અને એ સેલેક્ટ પણ થઇ ગઈ હતી.
પણ, હવે એ જીદ કરીને બેઠી હતી કે એમણે મારી સાથે જ પૈર બનાવવી હતી અને લાસ્ટ યર પ્રમાણે એ શક્ય નહોતું કારણ કે ગયા વર્ષે મારી અને ધ્વનીની લીડરશીપ હેઠળ કોલેજ રાસ-ગરબા પ્રથમ આવી હતી. અમે બન્ને ફ્રેન્ડસ એકબીજાને સમજી શકતા અને લાઈવ પરફોર્મન્સ દરમિયાન એકબીજા સાથે ટ્યુનીંગ કરીને આખા ગ્રુપને સંભાળી શકતા હતા જેથી કોલેજના પ્રિન્સીપાલ પણ એમ જ ઇચ્છતા હતા કે આ વખતે પણ લીડરશીપ મારે અને ધ્વનીએ જ કરવાની છે એમ.
ધ્વનીને આ વાતનો ખ્યાલ તો આવી જ ગયો હતો અને એક બેસ્ટ ફ્રેન્ડની ફરજ બજાવવા માટે એણે મને કહી પણ દીધું હતું કે તું આ વખતે ત્રિશા જોડે પૈર બનાવજે હું સેકંડ પ્લેસ પર પેર્ફોર્મંસ કરી લઈશ. જે મારા મત પ્રમાણે બિલકુલ યોગ્ય નહોતું. હું એવું નહોતો ઈચ્છતો કે મારા સ્વાર્થ ખાતર કોલેજની ટીમમાં કઈ પ્રોબ્લેમ થાય અને કોલેજ હારી જાય અને ધ્વની પણ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી જેને હું આવી રીતે તો નાં જ કરી શકું ભલે ત્રિશા મને મનોમન ગમતી હતી પણ એનો મતલબ એવો નહોતો કે હું ફક્ત મારું એકનું જ વિચાર્યા કરું.
હું સીધો જ ધ્વની પાસે ગયો અને એને કહી દીધું કે ગમે તે થાય પણ ફક્ત તારે જ મારી પૈરમાં રમવાનું છે. મારે બીજી કોઈ વાત કે દલીલ કરવાની નથી થતી. એક બાર બોલ દિયા તો બોલ દિયા. બસ.
“Trisha ! I want to tell you something.” થોડું શાંતિના સ્વરે મેં કહ્યું.
મજાકના મુડમાં ત્રિશા આંખ મિચકારતા બોલી, “Yes Yes, Tell me. I am always ready to hear you dear. હવે તો તું મારો ડાન્સ પાર્ટનર પણ છે એટલે હવે તો તારે મારી સાથે વધારે ડિસ્કશન કરવું જ પડે. બોલો બોલો સાહેબ. હવે તો તમે જેમ કહેશો એમ જ કરીશું.
બની શકે એટલા ઠંડા અવાજે હું બોલ્યો, “ત્રિશા, તારે આ ડાન્સમાં મારી પૈરમાં રમવાનું નથી. મારી સાથે ફક્ત અને ફક્ત ધ્વની જ રમશે, તું સેકન્ડ પ્લેસ પર અંકિત જોડે રમીશ.”
આ સાંભળીને ત્રીશાના ચેહરાની રેખાઓ બદલાઈ ગઈ હતી અને એના ચેહરા પર થોડો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવતો હતો, “પણ કેમ ? હું તારી સાથે રમવા માંગું છું. હું સંભાળી શકીશ. હું ધ્વની કરતા પણ સારું પરફોર્મ કરીશ બસ, પ્રોમિસ.”
“મારી બેસ્ટ ફ્રેન્ડ જેવું પરફોર્મન્સ આજ સુધી કોઈ કરી શક્યું નથી અને કરશે પણ નહિ. I can bet with you. આ મારો ફાઈનલ ડીસીઝન છે કે તારે અંકિતની પૈરમાં રમવાનું છે. મારી પૈરમાં માત્રને માત્ર ધ્વની જ રમશે.” થોડા કડક અને દ્રઢ નિશ્ચયવાળા વિશ્વાસના સુર સાથે હું બોલી ગયો.
ત્રિશા એકદમ ગુસ્સામાં, “ફક્ત એ જ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ? હું નથી ? જો તારે મને તારી સાથે રમવા નાં દેવી હોય તો હું બીજા કોઈ સાથે પૈર નહિ બનાવું. મારે એકેયમાં પાર્ટ નથી લેવો. હું જાઉં છું. Go to hell.
મેં જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એ રીતે થાકી ગયેલા અવાજે સુર પુરાવી દીધો, “As your wish પણ મારી એક વાત સાંભળતી જા કે તારી મરજી પૂરી કરવા માટે હું મારા પર રહેલી કોલેજની જવાબદારીને ઠુકરાવી નાં શકું અને એમ પણ ધ્વની છેલ્લા ૬ વર્ષથી મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એ મને તારા કરતા વધારે સારી રીતે સમજી શકે છે. એ તો કોઈ દિવસ કઈ નહિ બોલે અને એ તો તને મારી જોડે રમવા માટે પણ કહી ગઈ હતી પણ હું એના મનને સારી રીતે ઓળખી શકું છું. So please try to understand. તુ શાંતિથી વિચાર કરજે, કદાચ તને મારી વાત સમજાઈ જશે.”
ધ્વની એક ખૂણામાં ઉભી ઉભી બધું જ જોઈ રહી હતી, અને થોડુક ધ્યાન કરીને જોયું હોય ને તો એ પણ સમજતા વાર લાગે એવું નહોતું કે એની બન્ને આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. એ વિચારી રહી હતી કે રવિ ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ અને આજે એણે સાબિત કરી બતાવ્યું એ પણ એની સામે જેની માટે થઈને એ છેલ્લા ૨ મહિનાથી સતત વિચારોમાં ખોવાયેલો રહે છે જેને તે સાચો પ્રેમ કરવા લાગ્યો છે.
મને પણ અંદરથી તો ઘણું દુખ થયું હતું કે આજે મેં ત્રિશાને આવી રીતે કહી દીધું હતું પણ જિંદગીના અમુક નિર્ણયો પોતાના ઈમોશન્સને બાજુમાં મૂકીને કરવા પડતા હોય છે. અને બધું જ ધાર્યા પ્રમાણે થઇ જતું હોત તો આ જિંદગી જ શું કામની હતી ?  પછી હું મારા ડાન્સની પ્રેક્ટીસમાં લાગી ગયો હતો.
બીજા દિવસથી ત્રિશા કોલેજ તો આવી ગઈ હતી પણ જે ખીલેલો ચેહરો હોવો જોઈએ એ આજે મુરજાયેલો હતો. મને એ સમજતા વાર નાં લાગી કે શું તકલીફ છે. આજે એ મારાથી ૩ બેચ આગળ બેસી ગઈ હતી. ચુપચાપ. ક્લાસના ફ્રેન્ડસ પણ આજે શૌક થઇ ગયા હતા કે આજે આ બન્ને વચ્ચે શું થયું.
મેં એને ઘણીવાર બોલાવવાની ટ્રાય કરી પણ એ કોઈ પ્રકારનો રિસ્પોન્સ જ નહોતી આપતી અને આવું હમણાંથી ખુબ વધી ગયું હતું. એમણે ધ્વની જોડે પણ બોલવાનું બંધ કરી દીધું હતું અને ધ્વનીને પણ એ વાતનું દુખ થયું હતું કે એના કારણે રવિએ ત્રિશાને આવું બોલી નાખ્યું હતું. સમયથી મોટી કોઈ દવા નથી ના નિયમ મુજબ અમે અમારા યુથ ફેસ્ટીવલની તૈયારીમાં લાગેલા હતા એટલે ક્લાસ ભરવાના આવતા નહોતા. આખો દિવસ બસ પ્રેક્ટીસ જ ચાલુ રહેતી. ફ્રી ટાઈમમાં ક્યારેક ત્રિશા પ્રેક્ટીસ જોવા માટે આવતી અને ચુપચાપ જોઇને ચાલી જતી. અત્યારે તો મારું પૂરેપૂરું ધ્યાન ફક્ત અને ફક્ત કોમ્પીટીશનમાં જ હતું.આખરે અમે કોમ્પીટીશન જીતી ગયા અને કોલેજનું નામ જાળવી રાખ્યું હતું.
થોડા દિવસ પછી ત્રિશા સવારે પોતાની કારની જગ્યા એ કોઈક બીજાની કારમાં આવી હતી. મેં ધ્યાનથી જોયું તો ત્યાં ડ્રાઈવરની સીટ પર એક હેન્ડસમ હીરો જેવો દેખાતો ૨૪-૨૫ વર્ષનો યુવાન બેઠો હતો, જે જતી વખતે એને “બાય માય ડીયર સ્વીટહાર્ટ” બોલતો બોલતો ગયો.
આ જોઇને મારો મગજનો પારો આજે સાતમાં આસમાને ચડી ગયો હતો.
હું હજુ કોલેજના દાદરે ઉભો ઉભો ત્રિશા સાથે આવેલા પેલા છોકરાને જોઈ રહ્યો હતો જે ત્રિશાને કોલેજ ડ્રોપ કરીને જઈ રહ્યો હતો ત્યાં સુધીમાં તો ત્રિશા મારી પાસે પહોચી ગઈ હતી અને આજે તો એણે સામેથી સ્માઈલ સાથે મને હાય કર્યું. હું તો ઘડીક વિચારમાં પડી ગયો હતો કે આને એવું તો શું થઇ ગયું હતું કે એણે ડાયરેક્ટ મારી પાસે આવીને સામેથી હાય કર્યું, જે કાલ સુધી તો મારી સામે જોવા માટે પણ તૈયાર નહોતી.
હજુ તો હું વિચારોની તંદ્રામાં ખોવાયેલો હતો ત્યાં તો પાછળથી એક અવાજ આવ્યો, જે અવાજ ઓળખતા મને વાર નાં લાગી. એ અવાજ ત્રિશાનો હતો. “ઓ મેચ્યોર રિસ્પોન્સીબલ મેન ! ચાલો હવે ક્લાસ માટે લેટ થાય છે.”
હું આશ્ચર્યથી સાંભળીને એની સામે જોતો રહ્યો અને ચુપચાપ એની સાથે ચાલવા લાગ્યો.
આજે તો ત્રિશા ફરીવાર રોજની જેમ મારી બાજુ માં જ બેસી ગઈ હતી અને આજે મને જાણે અંદરથી એવું લાગવા માંડ્યું હતું કે કઈ બન્યું જ નથી, બધું બરાબર જ છે. મને સતત એક વાત મગજમાં ખૂંચતી હતી કે એવું તે શું બન્યું કે ત્રિશા અચાનક મારી સાથે નોર્મલ બની ગઈ હતી.
બ્રેક દરમિયાન કેન્ટીનમાં :-
“ત્રિશા ! એક વાત કે તું મને કે કાલ સુધી તું મારાથી ગુસ્સે હતી પણ અચાનક આજે સવારથી તારામાં ચેન્જ કેમ આવી ગયો ?” થોડા આશ્ચર્ય સાથે મેં પૂછ્યું.
આંખ મિચકારીને ત્રિશા બોલી, “કેમ મારે હજુ ગુસ્સો કરવો જોઈતો હતો ? તું કહેતો હોય તો હું હજુ ગુસ્સો કરવા તૈયાર છું.”
થોડા બનાવટી ગુસ્સા સાથે હું બોલ્યો, “સ્ટુપીડ. બોલ ને એવું તો શું થયું કે તું ફરીવાર મારી સાથે જેમ હતી એમ બની ગઈ ?”
“કાલે રાત્રે પાપા મારી મોમને કંઈક સમજાવી રહ્યા હતા જેમાં પાપા સતત એમ બોલી રહ્યા હતા કે જિંદગીની વાસ્તવિકતા અને લાગણીને કોઈ દિવસ ભેગી કરવી જોઈએ નહિ. અમુક નિર્ણયો પ્રેક્ટીકલી જ લઈએ તો જ સારું પડતું હોય છે. દરેક વાતમાં હૃદયથી વિચારીએ તો હમેશા દુખી થવાનો વારો આવતો હોય છે. માણસે હમેશા પોતાની જવાબદારીને પહેલા મહત્વ આપવું પડતું હોય છે, અને ત્યારબાદ પોતાની લાગણીઓને.” ત્રિશા નીચું જોઇને એકસાથે બધું બોલી ગઈ.
પાપાની આ વાત સાંભળીને મને તારી પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી. હું એટલું જરૂરથી સમજી ગઈ કે તારો કોઈ ઈરાદો એવો નહોતો કે તું મને હર્ટ કરે પણ તારી જવાબદારી અને તારી પર મુકેલા બીજાના વિશ્વાસને ટકાવી રાખવા માટે તે મને તારી પૈર બનવા દીધી નહોતી. So, I am really very sorry for everything.
Hey, Don’t be sorry. It’s ok. પણ મને એ વાતનો સંતોષ છે કે તું મને સમજી શકી. Thanks for that અને પેલો આજે જે છોકરો તારી સાથે તને ડ્રોપ કરવા આવ્યો હતો એ કોણ હતો ? જે તને સ્વીટ હાર્ટ કહીને બોલાવતો હતો.
“અરે સ્ટુપીડ એ મારો મોટો ભાઈ હતો. “અનુજ” આજે મારી ગાડી ખરાબ હતી તો એ મને ડ્રોપ કરવા આવ્યો હતો. કેમ તને શું લાગ્યું ? જેલસ જેલસ હાન્ન હા” આંખ મીચકારીને ત્રિશાએ મારી મજાક કરી લીધી. હું હસવા લાગ્યો પણ કદાચ એ મારું હાસ્ય અને મારા મનની વાત જાણી ગઈ હતી. ચલ ચલ હવે ક્લાસ શરુ થવાને ફક્ત ૫ મિનીટની જ વાર છે અને મારે હજુ ધ્વનીને પણ સોરી બોલવાનું છે. મારા કારણે સૌથી વધારે હર્ટ એ થઇ છે. મને એના જેવી ફ્રેન્ડ મારી લાઈફમાં કોઈ દિવસ નહિ મળે.
મેં પણ સુરમાં સુર પુરાવ્યો, “હમમ મને પણ ! ચાલો જઈએ.”
તે દિવસ પછી ફરીપાછુ જેમ હતું એમ ચાલવા લાગ્યું હતું. પરંતુ આ વખતે સંબંધો થોડા વધારે મજબુત બંધાઈ ગયા હતા કારણકે એ સંબંધોમાં હવે સમજણ ભળી ગઈ હતી. હવે અમે ત્રણેય ફરીવાર હતા એવા જ દોસ્ત બની ગયા હતા પણ હું હવે ત્રિશાના પ્રેમમાં ફૂલી પાગલ બની ગયો હતો હવે હું બસ એની સાથે લગ્નના સપના જોવા લાગ્યો હતો. પણ મારામાં બોલવાની હિંમત નહોતી કે હું જઈને એણે પ્રપોઝ કરી શકું.
ધીરે ધીરે કરતા કોલેજના એ વધેલા ૨ વર્ષ પણ પુરા થવાની તૈયારીમાં હતા. હવે અમે અમારી જિંદગીના રસ્તાઓ બનાવવા નીકળવાના હતા પણ હું કોઈ પણ ભોગે ત્રિશાને ખોઈ દેવા માંગતો નહોતો. મારે બસ ગમે તેમ કરીને એને મારી ફિલિંગ્સ બતાવવી જરૂરી હતી.
છેલ્લા દિવસે જયારે એક્ઝામ પૂરી થઇ ત્યારે મેં બહાર નીકળીને નક્કી કરી નાખ્યું હતું કે આજે તો કોઈ પણ ભોગે હું મારા પ્રેમનો ફેસલો તો કરી જ નાખીશ. જો ત્રિશા હા પાડશે તો લાઈફટાઈમ એની સાથે રાજીખુશીથી જિંદગી વીતાવીશ અને નહિતર એની યાદોના સહારે જિંદગી વીતાવીશ.
એટલામાં જ થોડી વારમાં ત્રિશા બહાર આવી અને મને ખભા પર ધબ્બો મારીને બોલી કે ચલ આજે તો હું તને ટ્રીટ આપીશ. આપણે બંને આજે જમવા જઈશું બહાર.
મનમાં વિચારી લીધું કે આજે તો ભગવાન પણ સાથે લાગે છે, એમણે જ સામેથી રસ્તો કરી આપ્યો.
બંને એની ગાડી લઈને શહેરની સૌથી સારામાં સારી હોટેલમાં જમવા ગયા, જમતી વખતે છેક સુધી હું વિચારતો રહ્યો અને હિંમત એકઠી કરતો રહ્યો પણ હું કશું જ બોલી નાં શક્યો. અમે હોટેલમાંથી છુટા પડ્યા અને હું ધોયેલા મૂળાની જેમ હજુ તો ઘર તરફ જવા નીકળવાની તૈયારી કરતો જ હતો ત્યાં જ વિચાર આવ્યો કે ભલે હું બોલી નાં શક્યો પણ મેસેજ તો કરી શકીશ ને.
મેસેજ માં :-
“ત્રિશા ! આજે હું તને એક વાત કહેવા માંગુ છું. જે આજ સુધી હું તને કોઈ દિવસ બોલી શક્યો નથી.
કોલેજના પહેલા જ દિવસથી તને પેહેલી વાર જોઇને જ હું તારા તરફ આકર્ષાયો હતો, ધીમે ધીમે આપણી વધતી મુલાકાતો અને એક બીજા પર મુકેલો ભરોસો એક બીજાની સમજણ આખરે પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ એ મને ખ્યાલ જ નાં રહ્યો. આજે પણ હું તને પ્રપોઝ કરવાનો જ હતો પણ હિંમત નાં કરી શક્યો પણ મારાથી રહેવાય તેમ પણ નહોતું આ વાત તને જણાવ્યા વગર.
ત્રિશા ! I am in love with you very deeply, madly. I love you so much. I want to marry with you. Will you ????????”
મેસેજ કરીને હું થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો અને પછી ધીમે ધીમે હજુ તો હું મારા ઘર તરફ જવાની તૈયારી કરતો હતો ત્યાજ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો.
હેલ્લો.
સામેથી કોઈ જેન્ટ્સનો અવાજ હતો, “તમારું નામ રવિ છે ?”
“હા હું જ રવિ છું બોલો શું કામ હતું ?”
“તમે હમણાં કોઈ છોકરીને મેસેજ કર્યો એ છોકરીના ફોનમાં તમારો નંબર ડિસ્પ્લે પર હતો. આ છોકરીનું અહિયાં એક્સીડેન્ટ થયેલું છે અને ગાડી પૂરી રીતે આગળથી કચડાયેલી છે. તમે જલ્દી રાજપથ રોડ પર આવો.” સામેથી એકદમ સપાટ અવાજે એ ભાઈ બોલી ગયા.
આ સાંભળતા જ મારા હોશ નાં રહ્યા, હું થોડી વાર માટે સંતુલન ખોઈ બેઠો પણ તરત જ પોતાની જાત સંભાળીને પહેલી રીક્ષા આવી એમાં બેસી ગયો અને તરત જ પહોચવા માટે નીકળી ગયો. હજુ અમે છુટા પડ્યા જ હતા એટલે એ વધારે દુર નહિ ગઈ હોય એ અંદાજ હતો.
ત્યાં જઈને જોયું ત્યાં તો આગળ ટ્રક ઉભો હતો અને તેની પાછળના ભાગમાં હોન્ડા એકોર્ડનો આગળનો ભાગ અડધો ઘુસી ગયેલો હતો. દ્રશ્ય જોતા એમ જ લાગતું હતું કે આ એક્સીડેન્ટમાં કોઈ બચ્યું નહિ હોય. બાજુમાં જ એક લોહીથી તરબોળાયેલી લાશ પડી હતી જેનો ચેહરો સાવ જ છુંદાઈ ગયો હતો અને છાતીના ભાગમાં લોખંડનો નાનો ટુકડો ફસાયેલો હતો. આજુબાજુમાં ભીડ એકઠી થઇ ગઈ હતી. હું આ જોઇને એકદમ આવાક બની ગયો હતો. એકદમ મૂઢ અવસ્થામાં. મારી આંખો જાણે આ દ્રશ્યને સાચું માનવા તૈયાર જ નહોતી. હું ત્યાં જ ગોઠણભેર ફસડાઈ પડ્યો. ત્યાં જ એક ભાઈ આવ્યા અને મને ત્રિશાનો મોબાઈલ આપ્યો કે આ છોકરીના જીન્સમાંથી નીકળ્યો છે. હું હવે સહન નાં કરી શક્યો, આંખોમાંથી આજે આંસુ નીકળતા હતા કે પાણીનો ધોધ એ સમજી શકાય એમ નહોતું. ત્રિશાની પાસે જઈને જોરજોરથી પોક મુકીને રડવા લાગ્યો હતો. આજુબાજુની પરિસ્થિતિનો ખ્યાલ જ નહોતો રહ્યો. હું જાણે કશું વિચારી જ શકતો નહોતો.
થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી ગઈ હતી અને લાશને એમ્બ્યુલન્સમાં લઈને જતી રહી હતી. પોલીસે મને પોતાની સાથે જીપમાં બેસાડ્યો અને બધી પૂછપરછ અને એની ઓળખાણ માંગવા લાગ્યા. હું દિગ્મૂઢ અવસ્થામાં હતો અને માંડ માંડ થોડાક શબ્દો બોલી શકતો હતો. મારી નજર સામેથી ત્રિશાનો એ લોહીનો તરડાયેલો ચેહરો હજુ જતો નહોતો અને ફરીવાર મારી આંખોએ ધોધ વહેવડાવાનું શરુ કરી દીધું હતું.
ત્યારબાદ પોલીસ મને હોસ્પિટલ લઇ ગઈ ત્યાં મને એક જગ્યાએ બેસાડવામાં આવ્યો. મારા ખીસામાંથી મેં ત્રિશાનો મોબાઈલ કાઢ્યો જેની સ્ક્રીનનો ઉપરનો થોડો ખૂણો તૂટી ગયેલો હતો સ્ક્રેચ પડી ગયેલી હતી પણ ફોન હજુ શરુ હતો. મેસેજબોક્સ ખુલ્લું હતું હજુ એમાં અને ઉપર મારો નંબર લખેલો હતો.
નીચે ડ્રાફ્ટમાં ૧ મેસેજ અધુરો બતાવતા હતા. ડ્રાફ્ટનો મેસેજ વાંચવા માટે મેં ઓપન કર્યું અને ફરી પછી આંખો ભીની થઇ ગઈ.
મેસેજમાં કંઈક આવું લખ્યું હતું.
“હેય રવિ ! અરે યાર કેટલા સમયથી હું તારી રાહ જોઈ રહી હતી કે તુ ક્યારે કંઈક બોલે એમ. એન્ડ ફાઈનલી આજે બોલી જ ગયો. યેસ્સ્સ……. I am also love you my dear and I am ready to MAR…………… (મેસેજ અધુરો રહી ગયેલો હતો)
સમાપ્તિ..

ટિપ્પણીઓ નથી: