શુક્રવાર, 14 ઑગસ્ટ, 2015

બ્રધર્સ


કરણ મલ્હોત્રા અને કરણ જોહરના કોલોબોરેશનથી આવેલી પહેલી ફિલ્મ "અગ્નિપથ" જે જૂની ફિલ્મ "અગ્નિપથ"ની ઓફીશીયલ રીમેક હતી. હવે ફરીવાર આ બંનેની બેલડીએ હોલીવુડની ફિલ્મ "વોરિયર"ની ઓફીશીયલ રીમેક બનાવી છે. "બ્રધર્સ". પહેલી ફિલ્મ અગ્નિપથમાં કરણ મલ્હોત્રાનું કામ લોકોએ વખાણ્યું હતું. ફિલ્મનું દિગ્દર્શન સારું છે. કરણ મલ્હોત્રાનું વિઝન સારું છે કે ફિલ્મને કઈ રીતે બતાવવી એ સારી રીતે જાણે છે. પણ આ ફિલ્મ દર્શકોને એટલી ખુશ નહિ કરી શકે. ચાલો વિગતે ચર્ચા કરીએ.

ફિલ્મની મૂળ સ્ટોરી હોલીવુડની છે એટલે એમાં કોઈ મહેનત કરી નથી. ફિલ્મની સ્ક્રીપ્ટમાં કઈ ખાસ ઉકાળી લેવાનું નથી. ઈમોશન બતાવવા માટે મજબુત સ્ક્રીપ્ટ હોવી જરૂરી છે જે ખુબ જ મોટી ખામી છે. ફિલ્મ ફર્સ્ટ હાફમાં જાણે ડચકા ખાતી ખાતી ચાલતી હોય એવું લાગે. શરૂઆતની ૩૫ મિનીટ તો ફિલ્મના પાત્રલેખનમાં જ જાય છે. ફિલ્મ ઘડીક ભૂતકાળમાં અને ઘડીક વર્તમાનમાં હાલક ડોલક થયા કરે છે. ઈમોશન બતાવવાની કોશિશ કરી છે પણ અચાનક ફિલ્મ બોર લાગવા માંડે છે. ફેમીલી ડ્રામા બતાવીને ફર્સ્ટ હાફ પૂરો થઇ જાય છે અને સેકંડ હાફમાં WWF શરુ થઇ જાય છે. છેકથી છેક સુધી માત્ર એક્શન સિક્વન્સ જ આવે છે. લોહીથી ખરડાયેલા ચહેરા, તૂટેલા હાડકા અને ક્રુરતાથી એકબીજાના લોહીના તરસ્યા લડવૈયા હોય એ રીતે લડ્યા કરે છે. જો કે કરણ મલ્હોત્રાનું એ મજબુત પાસું છે. ક્રુરતાની હદ દેખાડી શકે એવો કરણ મલ્હોત્રા સિવાય બીજો કોઈ ડાયરેક્ટર અત્યારે બોલીવુડમાં નથી. સેકંડ હાફના અડધે પહોચતા જ ફિલ્મ પ્રીડીકટીબલ બની જાય છે. ફિલ્મ અંતે પૂરી થાય છે અને થીયેટરમાંથી બહાર નીકળતા જ ભૂલી જવાય છે કે આપણે કોઈ ફિલ્મ જોઇને ઘરે જઈએ છીએ.

ફિલ્મનું મ્યુઝીક અજય-અતુલની જોડીએ આપેલું છે જે ખુબ સરાહનીય છે. વિશાલ દાદ્લાનીના જુનુંનથી ભરેલા પહાડી અવાજમાં ગવાયેલું બ્રધર્સનું એન્થેમ સોંગ અને સાથે રહેતું સંગીત ખરેખર રુવાડા બેઠા કરી દે છે. શ્રેયા ઘોષાલે ગાયેલું "ગાયે જા" એકદમ હળવું ગીત છે જે મનને શાંતિ આપે છે અને મેલ વોઈસમાં આ જ ગીતને મોહમ્મદ ઈરફાનનો અવાજ મળ્યો છે. સોનું નિગમે ગાયેલું ગીત "સપના જહાન" ખરેખર એકદમ રોમેન્ટિક ફીલિંગ્સ આપે છે. ઊંડાણવાળા અર્થ ધરાવતું આ ગીત અને તેના શબ્દો વિચારવા માટે મજબુર કરી દે છે. ચિન્મયી શ્રીપદાનો માદક અવાજ ફિલ્મના આઈટમ સોંગ "મેરા નામ મેરી હે"ને ચાર ચાંદ લગાવી દે છે. (ફિલ્મમાં વાર્તાની વચ્ચે આઈટમ સોંગની જરૂર હતી નહિ પણ જબરદસ્તી ઘુસાડેલું છે. પરંતુ કરીનાની એ કાતિલ અદાઓ પરથી નજર હટતી નથી. ખરેખર ખુબ માદક રીતે ગીતમાં પોતાની સેક્સી અપીલ બતાવી ગઈ છે.) ફિલ્મના આ દરેક ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલા છે જે ખુબ જ સરાહનીય છે.

ફિલ્મનો મુખ્ય સ્ટાર અક્ષય કુમાર પોતાનું કામ એકદમ પેશનથી કરી નાખે છે અને એની મહેનત દેખાઈ આવે છે. વખાણવા લાયક એક્ટિંગ કરી છે. ફિલ્મમાં જગ્ગુ દાદા (જેકી શ્રોફ્ફ)નું કામ ખુબ જ સારું છે. એકદમ રાપ્ચિક એક્ટિંગ કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાને એન્ગ્રી યંગમેન બતાવવાના ચક્કરમાં બીજા કોઈ એક્સપ્રેશન આપતા જ ભૂલી ગયો હોય એવું લાગે છે. આખી ફિલ્મ દરમિયાન એનો ચેહરો માત્ર અને માત્ર ગુસ્સાથી ભરેલો જ દેખાય છે. એના કારણે ઈમોશનલ સીનને અન્યાય થઇ ગયો. જેક્વેલીનનો રોલ ખુબ જ નાનો છે અને એનું કામ પણ ઠીક-ઠાક છે. આશુતોષ રાણા અને શેફાલી શાહ પોતાના રોલને સારો ન્યાય આપી જાય છે.

ઈમોશનના ઓવર ફેમીલી મેલોડ્રામા અને એક્શનથી ભરપુર આ ફિલ્મ એવરેજ છે. અક્ષયના ફેન હોય એ લોકોએ ખાસ જોઈ નાખવી. બાકીના લોકો ટીવી પર ફિલ્મ આવી જાય ત્યાં સુધી રાહ જોઈ શકે છે. ફિલ્મના જોઇને કંઈ ગુમાવવાનું કે કંઈ નાં જોયાનો અફસોસ કર્યા જેવો નથી.

Ratings :- 2.5/5

બોનસ :-
૧.) હર બેટા બાપ નહિ હોતા.
૨.) દુનિયા બડી ઝાલીમ હે રે, દર્દ પે હસતી હે.

ટિપ્પણીઓ નથી: