મંગળવાર, 31 ડિસેમ્બર, 2013

ચાલો ! માણસના રંગોથી હોળી રમીએ.

સપનાઓની આ દુનિયામાં ઉભો છે માનવી એક સપનું લઈને,
કાચ જેવા આજના સંબંધોને સ્વચ્છ રાખે છે એક કપડું લઈને,
સંબંધો પણ એવા છે, કે ચાલે છે હૃદયનું રમકડું લઈને,
કહે કોઈક કે સાથે છું હું તારી, બેસી જાય છે સાથે આશાનું એક કિરણ લઈને,
કાલે શું થવાનું છે એ ખબર નથી, છતાં પણ ચાલે છે લોકો સમયનું એક પત્રક લઈને,
સ્વર્ગથી પણ સુંદર થઇ શકે છે આ દુનિયા, જો ચાલે માણસ હાસ્યનું મુખડું લઈને,
માનવ મનની એક ભ્રમણા છે કે હોય નસીબ માં એ મળશે,
કેમ નથી ચાલતો લઇ પોતાની સાથે મહેનતનું પોટલું લઈને,
કાચિડો પણ સારો લાગે, એટલા બદલે છે માણસો પોતાના રંગ,
સમજાતું નથી એ કે શું કામ દોડે છે કલરવાળો પોતાના રંગ નું ડબલું લઈને…….

ટિપ્પણીઓ નથી: