"રામ-લીલા"ની ભવ્ય સફળતા બાદ એ જ જોડીને લઈને બનાવેલી આ ફિલ્મ "બાજીરાવ-મસ્તાની" પણ સંજય લીલા ભણસાલીને સફળતાનો મધુરો સ્વાદ ચખાડતી ચાલી રહી છે અને હજુ પરદા પરથી નીચે ઉતરવાનું નામ લેતી નથી.
૧૫ વર્ષ પહેલા વિચારેલો
આ પ્રોજેક્ટ સંજય લીલા ભણસાલી "હમ દિલ દે ચુકે સનમ" બાદ સલમાન અને એશ્વર્યાને
લઈને બનાવવા માંગતા હતા પરંતુ બંનેના થયેલા બ્રેક-અપને કારણે ફિલ્મ પડતી મુકાઈ ગઈ અને
ફિલ્મની કાસ્ટિંગના કારણે ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ અને સંજયભાઈ તેમના અન્ય પ્રોજેક્ટ
"દેવદાસ", "બ્લેક",
"સાવરિયા",
"ગુઝારીશ",
"રામ-લીલા" પર કામ પર
લાગેલા રહ્યા અને તેમની છેલ્લી ફિલ્મ "રામ-લીલા"ની હીટ જોડી મળી જતા તુરંત
જ એ અભેરાઈ પર ચડેલા પ્રોજેક્ટને ધૂળ ખંખેરીને તેના પર રંગરોગાન કરીને ફરી પાછો દર્શકો
સામે મૂકી દીધો અને દર્શકોએ તેમના આ ભવ્ય પ્રોજેક્ટને એક ઉત્સવ તરીકે વધાવી લીધો. અંદાજે
સવા સો કરોડના ખર્ચે બનેલી આ વિશાલ ફિલ્મને દર્શકોએ દિલ ખોલીને સરાહી છે.
ઇશ્ક, જુનુન, દર્દ, પીડા, સબંધની છેલ્લી મર્યાદા સુધી પહોચીને એણે પોતાએ કરેલો
એ દર્દનો એહસાસ દર્શકો સુધી પહોચાડી શકે એ દિગ્દર્શક એટલે સંજય લીલા ભણસાલી. એક એવો
ડાયરેક્ટર કે જે ફિલ્મના કોઈ પણ સબ્જેક્ટના મૂળ સુધી પહોચીને સમજીને, દરેક પ્રકારનું સંશોધન કરીને ફિલ્મને એક લેવલ સુધી
પહોચાડી દે કે જ્યાં જેવા-તેવા દિગ્દર્શક માટે
તો ફક્ત સપનું જ કહેવાય.
ઈશ્ક-એ-જુનુન,
દર્દ-એ-જુનુન, રંગોત્સવ, સંગીતોત્સવ, નૃત્યોત્સવ, અને આ ફિલ્મમાં તો યુદ્ધોત્સવ પણ, વિશાળ સેટ્સ, ભવ્ય મહેલો, મનમોહક વસ્ત્રપરિધાન એ સંજયની ફિલ્મની ખાસિયત રહેલી
છે. તેની રંગો પારખવાની શક્તિ અને તેને બીજા રંગ સાથે ભેળવીને પરદા પર ઉતારવાની કળાનો
કોઈ જોટો જડે તેમ નથી.
ધર્મ અને પ્રેમ એ
બંને આપણા દેશમાં પહેલેથી જ વિખવાદ જગાવનારા મુદ્દાઓ રહ્યા છે. પ્રેમ કોઈ ધર્મ જોઇને
નથી થતો એ વિષય પર અઢળક ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ પરંતુ એ વિખવાદ પાછળના કારણો અને
પીડાઓ શું હોય છે એ જોવું હોય તો આ ફિલ્મ એક માઈલસ્ટોન છે. માણસની નફ્ફટાઈ તો જુઓ કે
જે લાલ-લીલા રંગને પણ વહેંચવા માંડ્યા છે. હજુ કેટલો નીચે પડશે માણસ કે જે જ્ઞાતિ,
ધર્મના ભેદભાવમાંથી હવે રંગ
સુધી અને જાનવર સુધી પણ પહોચી ગયો છે. એ માણસ ! તું હજુ કેટલો નીચે પડીશ કે જે અબોલ
પશુઓને પણ વહેચવા પર ઉતરી આવ્યો છે કે ગાય એટલે હિંદુઓની અને બકરી એટલે મુસ્લિમની..
પ્રેમ અને પીડા બંનેની રાશી એક હોવાથી જ કદાચ બંને સાથે રહેતા હશે, અને એ જુદાઈને વાસ્તવિકરૂપે પરદા પર ઉતારવામાં સંજય
ભણસાલી માહેર છે.
રણવીર સિંહ - આ ભાઈની
પહેલી ફિલ્મ "બેન્ડ બાજા બારાત" જોઈ ત્યારથી જ લાગ્યું હતું કે બોસ બંદે
મેં દમ હે. ડાન્સ હોય કે યુદ્ધ, પણ આ એક્ટરની બોડી
મુવમેન્ટ હમેશા એનર્જેટિક હોય છે જે તેની સાથે રહેલા કો-એક્ટરને હંમેશા ભારે પડતી હોય
છે. (ઉદાહરણ - "ગુંડે" ફિલ્મનું ગીત "તુને મારી એન્ટ્રીયા"નો ડાન્સ
વિડીઓમાં રણવીર અને અર્જુનની કમ્પેરીઝન કરવાની છુટ્ટી") ઇન્ટેન્સ સીનમાં તો ઘૂંટડા
ભરી ભરીને પરદા પર ઠાલવે છે. ખરેખર આ ફિલ્મમાં રણવીરને જોવો એ એક લ્હાવો છે.
"ખાન બ્રધર્સ, કપૂર બ્રધર,
કુમાર સબ લોગ ઇસ "સિંહ"
સે બચ કે રહેના રે બાબા"
દીપિકાને તો જાણે
કે આવા ચેલેન્જીંગ રોલ કરવાની આદત પડી ગઈ છે. દિવસે ને દહાડે એની એક્ટિંગનો નિખાર વધતો
જ જાય છે અને દર્શકોને કાયલ બનાવી જાય છે. ફિલ્મનો કોઈ પણ સીન હોય એ જાણે એની ટચલી
આંગળીનો ખેલ હોય એ રીતે ભજવી જાય છે. સફળતાને સારી રીતે પચાવીને ઠરીઠામ થઈને બેસી ગયેલી
આ હિરોઈનનો અત્યારે દસકો ચાલી રહ્યો છે.
પ્રિયંકા ચોપરા ઉર્ફ
પીસી વિષે તો બોલીએ એટલું ઓછું છે. કા.કે. હોલીવુડમાં કામ કરીને આવ્યા પછી પણ જ્યારે
પીસી અહિયાંની આવી રજવાડી ફિલ્મોમાં પણ પોતાની અમીછાપ છોડી શકે છે એ સાબિત કરી દીધું.
કાશીબાઈના રોલને જીવંત રીતે ઉજાગર કરી દીધો છે. એક સીટી તો બનતી હે બોસ !
અન્ય સપોર્ટીંગ એક્ટર્સ
જેવા કે તન્વી આઝમી, આદિત્ય પંચોલી,
મહેશ માંજરેકર, મિલિન્દ સોમન, વૈભવ તત્વાવડી, અને રઝા મુરાદ જેવા કલાકારો પણ પોતાના ભાગે આવેલું
કામ બખૂબી નિભાવીને જતા રહ્યા.
ફિલ્મની જાન હોય એવું
એનું મ્યુઝીક ખુદ ગબ્બર એટલે કે સંજય ભણસાલી એ જ આપેલું છે અને તેના મોટા ભાગના ગીતો
પર શ્રેયા ઘોષાલનો કોયલકંઠી અવાજ રોલર કોસ્ટરની જેમ ફરી વળ્યો અને અંગના રોમેરોમ જગાવી
ગયો અને મેજિકલ વોઈસ અરિજિતના મુખે ગવાયેલું "આયત" દિલ કી ઘંટી વગાડી જાય
છે. ફિલ્મ હીટ થવાનું મુખ્ય પાસું હોય એમાંથી એક એટલે કે ડાયલોગ અને સ્ક્રીનપ્લે. તે
બંનેને ખુબ જ માવજતપૂર્વક મઠારીને આબેહુબ દ્રશ્ય ઉભું કરનાર પ્રકાશ કાપડિયાને સલામ.
એક એક ડાયલોગ્સ મગજ પર કાબુ કરી લે છે અને જેના કારણે જ ફિલ્મ "વાહ ! વાહ ! અદ્ભુત
! અદભુત ! " બની જાય છે.
ફિલ્મ જોયા પછી પણ
મગજ પર છાપ છોડી જાય છે એ છે રંગ મિશ્રણ. જેનો શ્રેય જાય છે ફિલ્મની સિનેમેટોગ્રાફીને.
એટલી કલાત્મક અને દિલ પર કબજો જમાવી લે એવા રંગમિશ્રણ જાણે કોઈ કેનવાસ પર ચિત્ર વહી
રહ્યું હોય એ રીતે ઉપસી આવે છે.
એક અદભુત ફિલ્મ એટલે
"બાજીરાવ-મસ્તાની", આ વર્ષની સૌથી બેસ્ટ
સુપરહિટ ફિલ્મ એટલે બાજીરાવ મસ્તાની, પરદા પર દોડતી, આખડતી, રડતી અને પ્રેમ કરતી કવિતા એટલે બાજીરાવ મસ્તાની.
Ratings :- 5/5
બોનસ :-
૧.) યોદ્ધા હું,
ઠોકર પથ્થર સે લાગે તભી હાથ
તલવાર પર જાતા હે.
૨.) કિસકી તલવાર પર
સીર રખ્ખું યે બતા દો મુજે, ઈશ્ક કરના અગર ખતા
હે તો સઝા દો મુજે.
૩.) ચિત્તે કી ચાલ,
બાઝ કી નઝર ઓર બાજીરાવ કી
તલવાર પર સંદેહ નહિ કરતે, કભી ભી માત દે સકતી
હે.
૪.) જો તુફાની દરિયા
સે બગાવત કર જાયે વો હે ઇશ્ક, ભારે દરબારમેં જો
દુનિયા સે લડ જાયે વો હે ઇશ્ક, જો મહેબુબ કો દેખે
ઓર ખુદા કો ભૂલ જાયે વો હે ઇશ્ક.
૫.) આપ હમસે હમારી
ઝીંદગી માંગ લેતે તો ખુશી ખુશી દે દેતી, પર આપણે તો હમારા ગુરુર હી છીન લિયા.
૬.) બાજીરાવને મસ્તાની
સે મોહબ્બત કી હે, ઐયાશી નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો