સોમવાર, 7 માર્ચ, 2016

લીડરશીપની હરતીફરતી સ્કુલ :- મહેન્દ્રસિંહ ધોની


રાંચીનો એક સામાન્ય પરિવારનો છોકરો જે ગોલકીપર બનવા માંગતો હતો. સ્પોર્ટ્સ પ્રત્યે લગાવનાં કારણે અવારનવાર ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ કરીને ફૂટબોલમાં કારકિર્દી બનાવવા માંગતો આ છોકરો પોતાની સ્કુલની ક્રિકેટ ટીમના વિકેટકીપરની ગેરહાજરીનાં કારણે ટીમની આબરૂ બચાવવા ખાતર ગોલકીપરમાંથી વિકેટકીપર બન્યો. એના કોચ દ્વારા એટલું જ કહેવામાં આવ્યું કે જો તું ફૂટબોલમાં કીપર કરે છે એની જગ્યાએ આમાં નાનો બોલ પકડવાની ટ્રાય કર. બેટિંગમાં આવ્યો ત્યારે દરેકને એમ હતું કે માંડ ૩-૪ રન બનાવી શકે તો સારું છે પરંતુ એણે આ દાવમાં ૨૩ રનની ઇનિંગ રમી અને લોકોને ચોંકાવી દીધા. ૧૨ વર્ષની ઉમરે ફૂટબોલના કેરિયરમાંથી ક્રિકેટ તરફ ધ્યાન વળ્યું અને શરુ થઇ ક્રિકેટની પ્રેક્ટીસ.

સ્કુલમાં ખુબ બધી પ્રેક્ટીસ કરતો આ છોકરો કે જેને આપણે સૌ "કેપ્ટન કુલ", "માહી", "મેચ ફિનીશર" કહીએ છીએ એવો ધોની ક્રિકેટની પ્રેક્ટીસ કરવા માટેની કીટ નાં હોવા છતાય ૯માં ધોરણમાં ભણતા ધોની એના દોસ્તો પાસેથી ગ્લવ્ઝ ઉધાર લઈને વિકેટકીપરની પ્રેક્ટીસ કરતા. પોતાની ચપળતાનાં કારણે વિકેટકીપર તરીકે ખુબ જ સારો ખેલાડી સાબિત થયો. ૧૦માં ધોરણમાં  સ્કુલની એક ક્રિકેટ મેચમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે આવીને પોતાની ક્રિકેટ પ્રતિભાનો પરચો લોકોને બતાવતા ૧૫૦ બોલમાં ૨૩ ફોર અને ૬ સિક્સરની મદદથી ૨૧૪ રન બનાવ્યા. પોતાની સફળતાનું આ પહેલું પગથીયું હતું. પોતાની સ્કુલમાં પ્રેક્ટીસ દરમિયાન સ્કુલના સૌથી ટોપ ફ્લોરની બારીનાં કાચ તોડી નાખતો એટલી હાઈટ પર સિક્સર મારતો અને શિક્ષક દ્વારા સજા પણ મળતી કે જો હવે આ કાચ તોડ્યા તો આના રૂપિયા તારે ચુકવવા પડશે અને ધોની હસતા હસતા એ સજા સ્વીકારી લેતો કારણ કે એ જાણતો હતો કે હજુ તો આવા ઘણા પરાક્રમ કરવાના છે. ક્રિકેટનો ગાંડો શોખ લાગી જતા મેચના કારણે ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષા જતી કરીને તે દિવસે મેચ રમવા માટે જતો રહ્યો.

હવે ધોની માટે ક્રિકેટમાં કેરિયર બનાવવું એક લક્ષ્ય બની ગયું હતું જેના કારણે તે રેલ્વે ટીમમાંથી રમવા માટે ત્યાં જવા લાગ્યો પરંતુ ૨ વાર રીજેક્ટ થયો. ક્રિકેટ ટીમમાં સિલેકશન તો નાં થયું પરંતુ રેલ્વેમાં ટીકીટ ચેકર બની ગયો. ૨૦૦૧માં ખડગપુર અને દુર્ગાપુર રેલ્વે સ્ટેશનમાં ટીકીટ ચેક કરનારો માણસ એક સપનું લઈને સંઘર્ષ કરી રહ્યો હતો. રેલ્વેની એ નોકરી દરમિયાન હજુ તે તેના મુખ્ય લક્ષ્ય તરફથી ભટક્યો તો નહોતો જ જેના કારણે તેણે ફરીવાર રેલ્વેની ટીમમાં સ્થાન મેળવવાના પ્રયત્નો શરુ કર્યા. ધીમે ધીમે કરતા ધોનીનો ક્રિકેટ ગ્રાફ ઉપર જવા લાગ્યો અને ક્રિકેટ સિલેકટરોના ધ્યાનમાં આવી ગયો.

૨૩ ડીસેમ્બર ૨૦૦૪ નાં દિવસે બાંગ્લાદેશની વિરુદ્ધમાં ધોનીએ વન-ડે ક્રિકેટમાં શરૂઆત કરી. બાંગ્લાદેશ સીરીઝમાં ખાસ કશું નાં કરી શકનાર ધોની પોતાની ૫મી મેચ પાકિસ્તાનની સામે શાનદાર ૧૪૮ રન કર્યા અને પોતાની ક્ષમતાનો પુરાવો આપી દીધો. ત્યારબાદ ધોનીએ કદી પણ પાછું વળીને નથી જોયું. ક્રિકેટમાં એન્ટ્રીના ૨ વર્ષમાં જ તેને ૨૦-૨૦ ક્રિકેટમાં કપ્તાનશીપ મળી. પહેલો જ ૨૦-૨૦ વર્લ્ડ કપ ભારતના નામે કર્યો. એ પછી તો ઘણા બધા રેકોર્ડ્સ, ઘણી બધી સીરીઝ અને દરેક ભારતીયનું સપનું એવો "વર્લ્ડકપ" પણ ભારતનાં નામે કર્યો. અને હમણા જ તાજેતરમાં ગઈ કાલે "એશિયા કપ ૨૦-૨૦" પણ ભારતની જોળીમાં સંગ્રહી લીધો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખુબ પ્રેશરની વચ્ચે શાંત મગજ રાખીને એકદમ શોકિંગ નિર્ણયો લઈને ખેલાડીના ભરોસે સાહસિકવૃતિ દાખવવી એ નાનુસુની વાત નથી હોતી. વિકેટની પાછળ ઉભા રહીને દિમાગ પર બરફ રાખીને સામેની ટીમના ખેલાડીને કેવી રીતે આઉટ કરવો એની આખી રણનીતિ ધોની પાસે હમેશા તૈયાર હોય છે. ચપળતા, એકાગ્રતા અને ચતુરાઈ આ ત્રણેય ગુણોનો ભરપુર ઉપયોગ કરીને ધોની વિકેટ પાછળ મીની સેકન્ડોના સમયગાળામાં સ્ટમ્પીંગ અને અઘરા કેચ પણ આસાનીથી કરી જાય છે. ફિલ્ડીંગ ગોઠવવાની સુઝબુઝનો પરચો આપણે પહેલા ૨૦-૨૦ વર્લ્ડકપની પાકિસ્તાન વિરુદ્ધની ફાઈનલ મેચમાં જોઈ જ ચુક્યા છીએ. બેટિંગ દરમિયાન રમતને ધ્યાનમાં રાખીને નિરાતે રમવાવાળો બેટ્સમેન અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બોલને બાઉન્ડ્રી બહાર મોકલતા અચકાતો નથી. ધોની જ્યાં સુધી ક્રીઝ પર હોય છે ત્યાં સુધી ૨ ઓવરમાં ૩૦ રન કરવાના હોય તો પણ પ્રેક્ષકોને એના પર વિશ્વાસ હોય છે કે થઇ જશે. એનું કારણ છે ધોનીનો આત્મવિશ્વાસ. પોતાના ચેહરા પર ક્યારેય તે ચિંતાના કે ઉત્સાહના ભાવ કળવા દેતો નથી જેના કારણે સામેની ટીમ મગજ પારખવામાં થાપ ખાઈ જતી હોય છે અને ધોની પોતાના આત્મવિશ્વાસ સાથે આરામથી સિક્સરો અને ફોરથી રન બનાવી જાય છે.

ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન તરીકે "મહેન્દ્રસિંહ ધોની"એ નામ બનાવ્યું છે. ગમે તેવી હાઈ વોલ્ટેજ મેચ દરમિયાન રસાકસીના ખેલમાં પણ ધોનીના ચેહરા પર ટેન્શનની રેખા જોવા મળતી નથી હોતી અને મેચ જીત્યા પછી પણ એના હાથમાં એક સ્ટમ્પ કે જે તે હંમેશા સાથે લઈને જાય છે. જીત્યા પછી પણ ટીમ જ્યારે ઉત્સાહથી ઉજવણી કરતી હોય છે ત્યારે ધોની એક ખૂણામાં ઉભો રહીને મંદ મંદ હસીને પોતાની ખેલદિલીનો પરચો દેખાડતો હોય છે. જે લોકોએ માર્ક કર્યું હશે એ લોકોને ખબર હશે કે જ્યારે કોઈ ટ્રોફી ટીમના હાથમાં આપવામાં આવે છે ત્યારે ફોટો સેશન દરમિયાન ધોની હમેશા છેલ્લી લાઈનમાં ખૂણામાં ઉભો રહેલો જોવા મળે છે. વર્લ્ડકપ જીત્યા બાદ પણ જ્યારે દરેક ખેલાડી ઉછળી ઉછળીને ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ધોની પોતાના ટીમના મેમ્બર જોડે સૌથી છેલ્લે ચાલ્યો આવતો હતો. જે એની રમત પ્રત્યેની સ્થિતપ્રજ્ઞતા સાબિત કરે છે કે જીત દરમિયાન છકી નાં જવું અને હાર દરમિયાન હિંમત નાં ખોવી. ટીમની જીત ખાતર ઘણીવાર દ્રઢ અને મુશ્કેલ નિર્ણયો લેતા પણ ધોની ખચકાતો નથી એનું મુખ્ય કારણ પોતાની ક્ષમતા પર રહેલો વિશ્વાસ.

વિકેટ પાછળ રહીને કોઈ પણ બેટ્સમેનને ઉશ્કેરણી કરવી કે પછી તેને ગમે તેમ બોલવું, સ્લેજિંગ કરવું. ધોનીની આજ સુધીની રમતમાં આવી બાબતો ક્યારેય પણ નથી આવી જે તેની ખેલદિલીનો સૌથી મોટો ગુણ છે. થોડા સમય પહેલા જ વાનખેડે સ્ટેડીયમમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન આફ્રિકન બેટ્સમેનના પગના સ્નાયુઓ ખેંચાઈ જતા ધોની પોતે વિકેટ પાછળથી તેને મદદ કરવા દોડી ગયો હતો અને ફીઝીયો તરીકેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યો હતો. આ એક આઈડલ ક્રિકેટરના લક્ષણો દર્શાવે છે. પોતાની ટીમના ખેલાડીઓ પણ ક્યારેક સામેની ટીમના ખેલાડીઓ સાથે લડતા હોય ત્યારે પણ ધોની તે બંને વચ્ચે દરમિયાનગીરી કરીને સુલેહ કરવાની કોશિશ કરતો જોવા મળતો હોય છે. મેચ જીત્યા બાદ પણ કોઈ પણ જગ્યાએ ઈન્ટરવ્યું દરમિયાન કે કોઈ પણ ફંક્શનમાં ધોની ક્યારેય પોતાની કપ્તાનશીપ કે પછી સફળતા પર ઘમંડ કરતો જોવા નથી મળતો. આનાથી વધુ સારી ક્વોલીટી એક ખેલાડીમાં શું હોઈ શકે ?

૨૦૦૮ અને ૨૦૦૯માં ICC વન-ડે પ્લેયર ઓફ ધી યરનો એવોર્ડ બે વાર પોતાના નામે કરનાર ધોની પહેલો ખેલાડી છે જેને સતત ૨ વાર એવોર્ડ મળ્યો. ૨૦૦૭માં "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" અને ૨૦૦૯માં "પદ્મ શ્રી" નો ખિતાબ પણ એનાયત કરવામાં આવેલો છે. ભારતીય આર્મી દ્વારા જેને "લેફ્ટેનન્ટ કર્નલ"ની પદવી પણ મળેલી છે જે ઇન્ડિયન ક્રિકેટરમાં કપિલ દેવ પછી માત્ર મહેન્દ્રસિંહ ધોનીને મળી છે. ઇંગ્લેન્ડની યુનિવર્સીટી "De Montfort University" દ્વારા તેમને ડોક્ટર રેટની ડીગ્રી પણ એનાયત કરવામાં આવી છે. આવા ઘણા બધા એવોર્ડ્સ અને સફળતાઓ ધોનીએ મેળવેલી છે જે તમને ગુગલમાંથી માહિતી મળી રહેશે. વિશ્વમાં સૌથી વધારે પગાર મેળવતો ક્રિકેટર ધોની ૩૦૦ કરોડની સંપત્તિનો માલિક છે.

મેચ રમી રહેલા ધોનીના ઘરે જયારે દીકરી ઝીવાનો જન્મ થયો ત્યારે પણ ધોનીએ ઘરે એનું મોઢું જોવા જવાના બદલે "પોતે નેશનલ ડ્યુટી પર છે અને ડ્યુટી પહેલા ત્યારબાદ બીજું બધું" એમ કહીને પોતાની દેશભક્તિ પણ સાબિત કરી હતી. સેલ્યુટ કરવાનું મન થાય એવા આ ખેલાડીની ખેલદિલી પર જ્યારે લોકો શંકા કરે અને મેચ ફિક્સર બોલે અથવા તો પોતાની મનમાની કરતો ખેલાડી બોલે ત્યારે ઘણું દુઃખ લાગી આવે છે.

માણસ પોતાની લાઈફમાં હમેશા સફળ નથી થતો હોતો, ક્યારેક નિષ્ફળ પણ જાય છે ત્યારે તેનો સમય, ત્યારની પરિસ્થિતિ પણ મેટર કરતી હોય છે પરંતુ આપણા લોકોને પાનના ગલ્લે બેઠા બેઠા માંગેલી બીડી પીતા પીતા ધોનીને કપ્તાનશીપમાંથી હાંકી કાઢવાની વાતો કરતા હોય છે એ જોઇને દયા આવી જાય છે. પરંતુ ધોનીએ એ બાબતે પણ એકવખત બોલેલું વાક્ય એ હતું જે આવા લોકોના ગાલ પર લાગેલો તમાચો હતો. એ વાક્ય હતું. "I have three dogs. Even after losing a series, they treat me the same way. – MS Dhoni"

ક્રિકેટ ઈતિહાસના મહાન લોકોએ ધોની વિષે જાહેરમાં કરેલી કમેન્ટ કે જે અહિયાં લખી રહ્યો છું. "અમુક મગજના બીમાર લોકો માટે કહી દઉં કે આ ક્રિકેટરોને ધોની વિષે સારું સારું બોલવા માટે કોઈ પણ પ્રકારની રીશ્વત આપવામાં આવતી નથી."
1.      Kapil Dev :- “Dhoni is my hero. We talk a lot about sachin Tendulkar, virender sehwag, but this boy has as much as talent as anyone in the game.”
2.      Saurav ganguly :- Dhoni is the greatest captain of our country. His records is proof of that.
3.      Gary Kristen :- I would go to war with Dhoni by my side.
4.      Ian Bishop :- If 15 Runs are needed off the last over, pressure is on the bowler.. not on MS Dhoni
5.      Michael Vaughan :- The coolest man in world cricket MS DHONI delivers when it most matters.
6.      Rahul Dravid :- He is a great leader by example. Someone whom I have always admired.
7.      Sunil Gavaskar :- When I die, the last thing I want to see is the six that dhoni hit in the 2011 World cup Final.
8.      Sachin Tendulkar :- Dhoni is the best captain I have palyed under.
9.      Ravi Shastri :- When you compare the icons of the game, you have sunil gavaskar, kapil dev, sachin Tendulkar and DHONI in the same bracket.

વિશ્વના મહાન મેચ ફિનીશર, પાવર હીટર બેટ્સમેન, ચપળ વિકેટકીપર અને ભારતીય ક્રિકેટ ટીમના મહાન અને સૌથી સફળ કેપ્ટન કુલ એવા મહેન્દ્રસિંહ ધોનીને સલામ અને દિલની દુવાઓ કે ઘણું બધું રમતો રહે અને ભારતનું નામ રોશન કરતો રહે.

મારા તરફથી બોનસ :-
1.)    તમારામાં જો સફળ થવાની ત્રેવડ નાં હોય તો શાંતિથી બેઠા રહો, ધોનીને જજ કરી શકવાની અને એના ૧૦% જેટલી સફળતા મેળવવાની તાકાત તમારામાં કે પછી તમારા બાપામાં નથી. એટલે ઘેર બેઠા બેઠા એ ફિક્સર છે અને ટીમમાં પોલીટીક્સ રમે છે વગેરે વગેરે વાક્યો બોલતા પહેલા મારું આ વાક્ય યાદ કરી લેજો.
2.)    મારી માટે ક્રિકેટ એટલે સચિનની બેટિંગ ટેકનીક, સેહવાગની હાર્ડ હિટીંગ બેટિંગ અને ધોનીની હેલીકોપ્ટર સિક્સર અને એની કપ્તાનશીપ.


My GOAL is not to be better than anyone else, but to be BETTER than I used to be. – MS DHONI

ટિપ્પણીઓ નથી: