રવિવાર, 11 મે, 2014

એ સમજાતું નથી.

હાથમાં છે કલમ ને કાગળ, પણ શું લખવું એ સમજાતું નથી,
ઉતારવી છે લાગણીઓ કાગળ પર, પણ ક્યારે પૂરી થશે એ સમજાતું નથી.
એકલવાયી જીંદગીમાં કોની સાથે રે’વું ને કોની સાથે નો રે’વું એ સમજાતું નથી,
મારે તો એકબાજુ કુવો ને બીજી બાજુ ખાઈ, કઈ બાજુ પડવું એ સમજાતું નથી.
કઈ વ્યક્તિ છે સાચી, કઈ વ્યક્તિ છે ખોટી, એ સમજાતું નથી,
ઉપયોગ કરીને જનાર માણસને શું કેવું આપણે, એ સમજાતું નથી.
અબજો માણસોની વચ્ચે આપણું કોણ છે ?? એ સમજાતું નથી,
એકવાર કરી છે ભૂલ, બીજી વાર આ ભૂલ કરવી કે નહિ એ સમજાતું નથી.
અનુભવો કર્યા પછી નિર્જીવ વસ્તુઓ વધારે સારી લાગે છે “રવિ”,
બાકી સજીવ તો છે પણ માણસાઈ કોના માં છે એ સમજાતું નથી.

શનિવાર, 19 એપ્રિલ, 2014

મેં એક ઢીંગલી જોઈ છે.

238696

કોણ કહે છે કે અપ્સરા અને પરીઓ હોય છે સ્વર્ગમાં,
રમતી દોડતી ઢીંગલીમાં મેં એક અપ્સરા જોઈ છે.
શું વિસાત છે એની નજર સામે એક વિશ્વસુંદરીની,
હૃદય વીંધતું સ્મિત વેરતી ઢીંગલીમાં મેં એક પરી જોઈ છે.
નાં કર આટલી દોડધામ અને જાત્રાઓ, જવા માટે સ્વર્ગમાં,
આંખના પલકારામાં દુખ ભુલવાડતી કોઈના ઘરની લક્ષ્મી જોઈ છે.
કહેતા હતા લોકો કે દુનિયા સ્વર્ગ જેવી સુંદર છે, ખબર પડી..
આજે જોઇને એના ચેહરાની રોનકમાં મેં એક સ્વપનસુંદરી જોઈ છે.
નિર્દોષ સ્મિત, હરણી જેવી આંખો અને સુવાળા કેશની લટ,
શું છે આ અપ્સરા છે કે પરી ?? મેં તો એક નાની ઢીંગલી જોઈ છે.
ખબર નથી પડતી કે કેમ કરે છે તિરસ્કાર લોકો દીકરી પ્રત્યે,
એક સાથે બે ઘરની તારણહાર દીકરીમાં આજે મેં એક દુર્ગા જોઈ છે.
khaadi-kids-childrens-spring-summer-dresses-collection-2013-for-9

શનિવાર, 12 એપ્રિલ, 2014

મારી લાડકી બેન.














ગંગાજળથી પણ પવિત્ર સંબંધ સચવાય છે એમ,
કે જેમાં છે એક વીરો અને છે એની લાડકી બેન.

છે મિત્રોથી ભરપુર આ દુનિયા, પણ ઘરમાં છે એક મિત્રની જેમ,
બેના માટે એનો ભઈલો અને ભઈલા માટે એની બેન.

આશ્ચર્ય થાય છે મને કે દુર હોવા છતાં સુરક્ષિત છું હું કેમ,
ખબર પડે છે પછી કે બેન કરે છે ઉપવાસ ને કાઢે છે દિવસ જેમતેમ.

બેના છે ભાઈથી મોટી અને રાખે છે ભઈલાનું ધ્યાન,
સાંભળીને ભાઈનું નામ, બહેન કહે છે કે આજ છે મારું કામ.

પ્રેમ છે તારા પર અપાર મને, કેમ કરી સમજાવું તને બેન,
તારી અમૂલ્ય રાખડીનું ઋણ, ચૂકવીશ હું તને કેમ ?

લીંબડી પીપળીના ગીતો ગાઉં છું જેમ અને તેમ,
પણ નાં આવડે ત્યારે પ્રેમથી કહું છુ કે હું તારો વીરો અને તું મારી બેન.

શનિવાર, 15 માર્ચ, 2014

ભાડાના મકાનમાં

કોઈ કહે છે સાનમાં ને કોઈ કહે છે ભાનમાં,
                        ને દુકાનદાર કહે માલ નથી આવો મારી દુકાનમાં.

કોઈ જાય છે શાનમાં, કોઈ આવે છે માનમાં,
                        મુકોને બધી પળોજણ,શા માટે રહેવું ગુમાનમાં.

પીછો કરી કરીને થાકી ગયો, કહું છુ એને કે છું તારા પ્રેમમાં,
                        આશ્ચર્યથી જોઈ સામે મારી કે છે કે તું નથી મારી ઓળખાણમાં.

કંઈક વાત કહું છુ કાનમાં, પણ શું કરું તું નથી ભાનમાં,
                         હું તો છુ એવી તલવાર કે જે છે તારા નામની મ્યાનમાં.

સભ્ય છુ એના જ ઘરનો ને એ ગણે છે મને મહેમાનમાં,
                        સુજે નહિ મને કાંઈ તો બોલું છું કે રહેવું છે ભાડાના મકાનમાં.
           ભાડાના મકાનમાં , ભાડાના મકાનમાં.

સોમવાર, 10 માર્ચ, 2014

ઘર એ ઘર છે.

Copyright-Burj-Al-Arab-2-S

સમજવાનું એટલું જ છે મારા હૃદય તણા મિત્રો,
                               સાંજ પડેને થાય છે કે ઘર એ ઘર છે.
ગગનચુંબી ઈમારતોના મહેલો જેવા રહેઠાણો છે સ્વપ્ન્દીવા,
                               પણ ઝુપડા જેવું ભલે લાગતું હોય પણ ઘર એ ઘર છે.
યંત્રવત ચાલતી આ દુનિયા છે અજીબો-ગરીબ,
                               નવરાશની પળોમાં જીવાડતું આપણું ઘર એ ઘર છે.
છે બર્ગર, પિત્ઝા અને બ્રેડ ની લિજ્જત ને લહાણી,
                               પણ બાજરા ના રોટલા પણ મીઠા લગાડતું ઘર એ ઘર છે.
આધુનિક સવલતોથી ભરપુર એવી આ દુનિયામાં,
                               ભલે માટીથી ચણાયેલું પણ ઘર એ ઘર છે.
અજાણ્યા માણસોના કૃત્રિમ હાસ્ય કરતા,
                               જાણીતાનો કુદરતી ગુસ્સો અપાવતું ઘર એ ઘર છે.
હકીકત એ છે કે આ બધો પૈસા નો ખેલ છે ઘર મુકવાનો,
                               બાકી મિત્રોને સાથે રાખીને આમીર બનતા આવડે તો
                               ઘર એ ઘર છે.

ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014

શમણું છે કે વહેમ ?

અંતરના ઓરડે થયું છે અજવાળું,
                                          બતાવે કોઈક તો તપાસીએ કે શમણું છે કે વહેમ,

કરીએ કશીક વાત કે જે છે મુજ હૃદયમાં,
                                        પરંતુ હૃદયને પણ શંકા છે કે શમણું છે કે વહેમ,

લક્ષ્ય તો છે ગગનચુંબી ઈમારતોના,
                                         અને મિત્રો કહે છે કે શમણું છે કે વહેમ,

થોડુક છે, અને થોડાકની જરૂર છે,
                                         એ સમજવામાં પણ થાય છે કે આ શમણું છે કે વહેમ,

સંબંધોના સથવારે તો ચાલવું છે ઘણું,
                                        ત્યાં જ જગાડે છે મમ્મી સવારમાં,
                              અને થાય છે કે આ શમણું છે કે વહેમ ??

શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

સમજણનો સેતુ.

માનવાકૃતિની સમજ છે આ દોસ્તો, ચાલો થોડી સમજતા જઈએ,
વિશાળકાય આ દુનિયામાં કંઈક ને કંઈક શીખતા રહીએ.
નાસમજ માનવીની આ દુનિયામાં, થોડી સમજણ કેળવતા જઈએ,
પ્રેમરૂપી હાસ્યના સંગાથે, માણસને માણસાઈ દેખાડતા રહીએ.
ભલમાણસાઈ છે માફ કરી દેવામાં, સૌ કોઈને ક્ષમા કરતા જઈએ,
દુશ્મનોની ક્રુરતાને પણ મિત્રોની મજાક સમજીને,સંબંધોના સેતુઓ બનાવતા રહીએ.
ક્રોધથી શાંત નથી રહેવાના આ યુદ્ધો, માથા પર થોડું ઠંડુ પાણી રેડતા જઈએ,
વેર-ઝેરના ભાવ ભૂલીને, મિત્રતાના પાઠ ભણતા રહીએ,
હવે તો બસ એટલું જ કહેવું છે આ દુનિયાને,બે પળની આ જિંદગીમાં,
થોડું તમે જીવો અને થોડું અમે જીવીએ,આમ કરીને એકબીજા સાથે હળીમળીને ચાલતા રહીએ,
બસ ચાલતા રહીએ.

શનિવાર, 11 જાન્યુઆરી, 2014

હેય્ય્ય્ય !!!! મેં તેરા ખૂન પી જાઉંગા.....

“ગુસ્સો/ક્રોધ” આ બંને એવા શબ્દો છે જે દરેક માણસના શત્રુઓ હોવા છતાં અને માણસને પોતાને ખબર હોવા છતાં કે આ મારા શત્રુઓ છે, છતાં પણ પોતાની સાથે રાખે છે. અત્યારની યંગ જનરેશન માટે ગુસ્સો દિવસે ને દિવસે બેકાબુ બનતો જાય છે. આજે સહનશક્તિ નામનું તત્વ માણસમાંથી નષ્ટ થતું જાય છે.જો કે આ બધું પુરાતનકાળથી જ ચાલ્યું આવે છે. દ્રૌપદીની મજાક ને કારણે દુર્યોધન ગુસ્સે થયો અને પરિણામ આવ્યું “મહાભારત”. સુપર્ણખાના ખોટા નિવેદનથી રાવણ ગુસ્સે ભરાયો અને સર્જાઈ “રામાયણ”.

an2

આમ, ક્રોધાગ્નીમાં સેંકડો લોકોની આહુતિ આપમેળે અથવા કોઈ ઘટનાના પરિણામ રૂપે દેવાઈ ગયી. કહેવાય છે કે ગુસ્સો માણસ માટે હાનીકારક છે પણ કોઈ એની પાછળનું કારણ નથી આપતું કે ગુસ્સો આવે છે શા માટે ?
ગુસ્સાનો સીધો સંબંધ પસંદગી સાથે છે. !!!! જોયું તમારા ચેહરાની રેખાઓ પણ બદલાઈ ગયી ને ?? સીધી વાત છે કે જયારે સામેની વ્યક્તિ આપણને ના ગમે તેવું વર્તન કરે, ના ગમે તેવું કામ કરે કે ના ગમે એવું બોલે ત્યારે એનું રીએક્શન ડાયરેક્ટ ગુસ્સામાં પરિવર્તન પામે છે. ગુસ્સામાં માણસ શું બોલે છે, શું કરે છે એનું એને કઈ પણ ભાન નથી રહેતું અને પછી પરિણામ ભોગવવાની હિંમત પણ નથી રહેતી કે નથી પસ્તાવાનો સમય રહેતો.

angry couple, isolated on white

કીસીને સચ કહા હે કી
“ગુસ્સેમેં લિયે ગયે ફેસલે, બાદ મેં તકલીફ પહુચાતે હે”
દુનિયામાં દરેક માણસ જો એકસરખું વિચારતા હોત તો દુનિયાનું અસ્તિત્વ જ ના રહ્યું હોત, જે લોકો આપણને ન ગમતા કામ કરે છે તેઓ ખરાબ નથી હોતા, તેઓ પણ કોઈ પરીસ્તીથીને આધીન કામ કરતા હોય છે અને એની મજબુરીને આપણે વિદ્રોહનું નામ આપીને ગુસ્સો કરીને સંબધોની દાલફ્રાય કરીને આરામથી પીએ છીએ,અને પછી પાછળથી પેટને નુકશાન કરે છે. એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે જે લોકો આપણને ના ગમતા કામ કરે તેના પર ગુસ્સે થવું નાં જોઈએ. એને જે લાગ્યું તે તેણે કર્યું, પરંતુ પ્રત્યુતરમાં ગુસ્સાથી કોઈ કામ લેવામાં કોઈ સારપ નથી. એમણે કરેલું કામ કે તેનો સ્વભાવ આપણે બદલી તો શકતા નથી તો આપણે જ તેની સાથે એડજસ્ટ થઇ જઈએને. એ પણ શાંતિથી જીવશે અને આપણે પણ જીવી શકીશું.

an1

ગુસ્સારુપી તલવાર પ્રેમનું ગળું કાપી શકતી નથી પણ સંબંધોની તો એવી ક્રૂર હત્યા કરે છે કે તેને જોતા પણ કાળજું કંપી ઉઠે.
જે માણસ પોતાના ગુસ્સાની એક ક્ષણ ટાળી શકે છે એ પસ્તાવાનો આખો દિવસ ટાળી શકે છે. ગુસ્સો મૃત્યુને નોતરે છે અને સાથે વિનાશ પણ વેરતો જાય છે.
“ગુસ્સાના સમયે માણસ કોઈને જોતો નથી,
અને પસ્તાવાના સમયે દુનિયા તેની સામે જોતી નથી.”
પ્રેમથી જીવો, જીવવા દો……. સદાય હસતા રહો મિત્રો…. Keep Smiling…..

sm

રવિવાર, 5 જાન્યુઆરી, 2014

ભાઈ ! થોડો વિચાર કરી લે..

મળી છે જિંદગી આ બે પળની ભાઈ !
જીવી લે તું, મન ભરીને જીવી લે,
ક્યાં સુધી દિલમાં રાખીશ તારા પ્રેમને ભાઈ !
એકવાર હિંમત કરીને બોલી લે,
નજર આપી છે ભગવાને બધું જોવા ભાઈ !
એક વાર મન ભરીને આ દુનિયાને જોઈ લે,
ઝુકશે દરેક માણસ તારા પ્રેમની સામે ભાઈ !
ગુસ્સો કરનારની સામે પણ પ્રેમથી નજર કરી લે,
ટકાવી રાખવા છે જો સંબંધો અડીખમ ભાઈ !
દરેક વાત સાંભળીને સહન કરી લે,
થશે ચોક્કસ તારી કિંમત આ દુનિયાને ભાઈ !
પણ પેલા તારું કર્મ તો વ્યવસ્થિત કરી લે.

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

First Article of my Life. Gift to Kushal Dixit

1506773_633273410069497_837370535_n

                               કહેવાય છે કે માણસની પ્રતિભાઓ જન્મ લેતી નથી પરંતુ અનુભવના આધારે પ્રગટ થાય છે. આવી જ એક પ્રતિભા વિષે આજે થોડું જાણીએ. 

૨૧-૧૨-૧૯૮૩ ના દિવસે દિક્ષિત પરિવારના મનુભાઈના ઘરે કુળદીપકનો જન્મ થયો. ત્યારે મનુભાઈને ખબર નહિ હોય કે મારા ઘરે એક એવી વ્યક્તિનો જન્મ થયો છે જે ભાવનગરની કલાનગરીનો એક એવો હિસ્સો છે જેનું નામ સાંભળતા માણસ વિચારવા માંડે છે કે આજે કૈક નવા પ્રકારની કોરીઓગ્રાફી જોવા મળશે. પરંતુ ઉપર કહ્યું તેમ કે અનુભવના આધારે પ્રતિભા પ્રગટ થાય છે.

                            પોતાના કોલેજકાળ દરમિયાન જે છોકરાને યુવક મહોત્સવમાં ભાગ લેવા દેવામાં ન આવ્યો. પરંતુ એ છોકરો હિંમત હારે તેમાંથી ન હતો. તેને વિચારી લીધું કે ભાવનગરની આ કલાનાગરીમાં એક દિવસ હું મારા નામનો ડંકો વગાડીશ, અને આ ધ્યેય સાથે પોતાના મિત્રો અને પરિવારની મદદથી મેદાને પડેલા એ છોકરાએ સંસ્થા શરુ કરી અને નામ રાખ્યું કલાપથ સંસ્થા. જે સંસ્થા કળા તરફ જવાનો રસ્તો દેખાડે છે.

                           સંસ્થાના સ્થાપન બાદ કલાનગરીમાં નામ બનાવવું આસાન નહોતું.પણ એના ધ્યેય અને અડગ નિર્ણય સામે તકદીરે પણ ઝુકાવ્યું. ૨૦૦૭ માં અમદાવાદમાં  કર્ણાવતી હરીફાઈમાં પોતાના મિત્રોની મદદથી અને અથાગ મહેનતથી હરીફાઈ જીતી લીધી અને શરુ થયો કલાપથ યુગ. એક પછી એક પ્રોગ્રામો, હરીફાઈઓ, અને નામના મેળવ્યા બાદ પણ એ માણસે પોતાના પગ જમીન પર ટકાવી રાખ્યા. પરંતુ સફળતા તો ત્યારે કહેવાય જયારે એ દરેક અડચણો પાર કરીને મેળવી હોય. ૨૦૦૯ નું એ વર્ષ જે યુવક ની કારકિર્દી બગાડી શક્યું હોત પણ પાછુ વાળીને જુવે તો એ કલાપથના મહારથી ના કહેવાય. એક અકસ્માતમાં એક પગનું હાડકું ભાંગ્યું અને ખસી ગયું. ડોક્ટરોએ પણ કહી દીધું કે હવે આ જુવાન રમી નહિ શકે પણ બાપા બજરંગદાસ માં અતુટ શ્રદ્ધા અને પોતાના અડગ નિર્ણય અને મહેનતથી એ ફરી મેદાને ઉતર્યા અને સફળ પણ થયા.

                             સતત પોતાના લક્ષ્ય તરફ કે કલાપથ સંસ્થાનું નામ ચારે દિશામાં ગુંજવું જોઈએ.અને કરી બતાવ્યું.આજે દિલ્હી, કચ્છ કાર્નિવલ , વાયબ્રન્ટ ગુજરાત, દુરદર્શન,વગેરે જેવા મોટા ઉત્સવોમાં આ સંસ્થાની નોંધ લેવાય છે, એવી આ કલાપથ સંસ્થાના લીડર યુવાન નું નામ છે કુશલ દિક્ષિત. અને આજે ૩૦ વર્ષ પૂર્ણ કરનાર એ યુવક ના જનમદિન ને હરખ થી વધાવીએ અને હાર્દિક શુભેછાઓ પાઠવીએ. પોતાની કળા આપણા દેશને પીરસતા રહે અને ખુબ આગળ આવે એવી ભગવાનને પ્રાર્થના. બાપા સીતારામ. બજરંગદાસ બાપા ની જય…