મંગળવાર, 11 જુલાઈ, 2017

અધૂરું સ્વપ્ન / ભાગ - ૧૦

કોઈએ સાચું જ કહ્યું છે, “સત્યના હંમેશા ૩ રૂપ હોય છે. ૧.) પોતાનું સત્ય ૨.) સામેવાળાનું સત્ય ૩.) જે હકીકતનું સત્ય છે તે સત્ય.

પરંતુ હયાતીના કેસમાં સત્યનું એક ચોથું સ્વરુપ પણ હતું. ૪.) એવું સત્ય જેના પર દરેક લોકો વિશ્વાસ કરી શકે. કારણ કે એ સત્ય શું કામનું જેને માનવા માટે સાબિતીની જરૂર પડે. આખરે ઉર્વીલ અને હયાતી વચ્ચે આવા જ કઈક સંજોગો ઉભા થયા હતા. બને પોતપોતાના સત્ય જાણે વેચવા નીકળ્યા હતા અને હવે જોવાનું એ હતું કે પોલીસ કોનું સત્ય ખરીદે છે. હયાતીનું કે ઉર્વીલનું ?

==***==***==

ઉર્વીલને હવે કસ્ટડીમાં ફક્ત પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો આથી તે પણ કશી બાબતે ચિંતિત નાં હતો. ચિંતા તો ફક્ત એક જ વાતની હતી કે તેની પત્નીના કાતિલને શોધવાની.

“તો મિસ્ટર પંડ્યા, તમે હયાતીને ઓળખો છો ?,“નિશીથે અહિયાં પણ સેમ સવાલ કર્યો જે હયાતીને કરવામાં આવ્યો હતો.
“કોણ હયાતી ? ઓહ્હ હા હયાતી મેહતા. યેસ યેસ. ઓળખું છું કેમ કે તેણે મારી બુકના કોપીરાઈટના કેસ બાબતે સલાહ સુચન આપ્યા હતા”, ઉર્વીલ અજાણ બનવાની કોશિશ કરી રહ્યો હતો. “પરંતુ આ સવાલને અંબરના ખૂન સાથે શું સબંધ છે ?”
“ઉર્વીલ પંડ્યા, તમે પોતાની જાતને સ્માર્ટ સમજી રહ્યા હશો અને લેખક છો એટલે વાર્તાઓ પણ સારી બનાવી જાણો છો એ પણ ખબર છે પરંતુ અહિયાં ખોટી બનવાની કોશિશ નાં કરો”, કાયાએ ઉર્વીલનો ઉધડો લઇ નાખતા કહ્યું અને હયાતીએ આપેલો મોબાઈલ ઉર્વીલને બતાવ્યો અને કહ્યું, “તમારા ખુબ બધા મેસેજ અને કોલ રેકોર્ડીંગ છે આમાં”
થોડું મુસ્કુરાઈને આખરે ઉર્વીલે પૂછ્યું, “વાહ ! ભારે હોશિયાર છે હયાતી. તેણે તે મેસેજ તમને જોવા આપ્યા જેમાં મારી જરૂર દેખાઈ છે પણ તમને તેણે તેના મેસેજ જોવા નાં આપ્યા જેમાં તેની દીવાનગી, તેનું મારા તરફનું પાગલપન દેખાય છે ?”
“તો તમે જ જણાવો કે સત્ય શું છે ?”
ઉર્વીલની નજરનું સત્ય :-
આખરે નિસાસો નાખતા ઉર્વીલે પોતાની વાત રજુ કરી, “આ લીગલ પ્રોસેસ બાદ અમે અચાનક એકવાર એક પબમાં ભેગા થઇ ગયા હતા. હું એકલો મારી વ્હીસ્કી પી રહ્યો હતો અને વેઈટર દ્વારા મને કહેવામાં આવ્યુ કે હયાતી તેને પોતાના ટેબલ પર બોલાવી રહી છે. હું ત્યાં જઈને તેની પાસે બેઠો અને એકલા બેસવાનું કારણ પૂછ્યું પરંતુ તેણે જે જવાબ આપ્યો તે સાંભળીને હું તેના સેન્સ ઓફ હ્યુમરનો દીવાનો થઇ ગયો.
“તમે અહિયાં આવ્યા તે પહેલા કોઈક અહિયાં બેઠું હતું પરંતુ મેં તેને ભગાવી દીધો.”, હયાતીએ પોતાની રેડ વાઈનનો સીપ લેતા જવાબ આપ્યો.
“કેમ કોઈ કારણ ?”
“તેણે મને પ્રપોઝ કર્યું, અને તેનાથી પણ વધુ તેનું દુ:સાહસ એ હતું કે તેણે મને ઈમોશનલ થઈને લગ્ન માટે પણ કહ્યું અને પ્રેમથી જેલમાં પૂરી દેતા જેલર મને બિલકુલ પસંદ નથી.”
“ઓહ્હ, હહાહ્હા વાઉ. ઇટ્સ અમેઝિંગ.”
“મિસ્ટર ઉર્વીલ, એક વાત મને ખટકી રહી છે. આટલો સક્સેસફૂલ રાઈટર, હેન્ડસમ અને માલદાર માણસ આખા પબમાં એકલો બેસીને દારુ પી રહ્યો છે. અજુગતું નથી લાગતું ?”, હયાતીએ વાત આગળ વધારતા કહ્યું.
“વેલ તમે લગ્નની વાત સાંભળીને જ જેલરને ઓળખી ગયા અને મારા કેસમાં એવું બન્યું કે હું તે જેલરને ઓળખી નાં શક્યો.”, ઉર્વીલે પણ તેની સેન્સ ઓફ હ્યુમરને ટક્કર મારતો જવાબ આપ્યો.
“હમમ ! યુ નો ઉર્વીલ, બહારથી દરેક માણસ હસતો જ દેખાય પરંતુ એ હસતા ચેહરાની પાછળ હમેશા કઈકને કઈક ગમ છુપાવતો હોય છે.”, હયાતીએ ફિલોસોફીકલ વાતો શરુ કરી.
“હહાહા ! તો હું એ વાતને માનીને ખુશ રહું કે હું એકલો જ એવો નથી જે દુઃખી છે ? તો પછી તમારી બાબતમાં હું શું માનું મિસ હયાતી ? તમે તમારી ખુશી પાછળ કયો ગમ છુપાવી રહ્યા છો ?”, ઉર્વીલ એક પછી એક હ્યુમરસ વાતો કરી કરીને અંદરખાને હયાતીને ઈમ્પ્રેસ કરી રહ્યો હતો.
“વેલ એ જાણવા માટે તો તમારે મારી નજીક આવવું પડશે મિસ્ટર ઉર્વીલ.”, આટલું બોલીને હયાતી ત્યાંથી જતી રહી.
હયાતીનો ઈશારો સમજીને ઉર્વીલ તેની પાછળ દોરવાઈ ગયો. “હેય વેઇટ હયાતી ! કાશ તારું ઘર અહિયાથી ખુબ દુર હોય.”
“કેમ ?”
“કેમ કે તો મને તારી નજીક આવવાનો થોડો વધુ સમય મળી શકે.”, ઉર્વીલે ફલર્ટ કરતા કહ્યું.
“તું મને ઓલરેડી આટલું જાણે છે હજુય તારે નજીક આવવાનું બાકી છે ઉર્વીલ ?”, હયાતીની આંખમાં ભૂતકાળનો અણસાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
“જો તું મને તારા ઘર સુધી તને મૂકી જવાની મંજુરી આપે તો હજુ ઘણું નજીક આવી શકાય એમ છે.”, ઉર્વીલ હજુય ફલર્ટ કરી રહ્યો હતો તેના પર હયાતીના તે ભૂતકાળની વાત વિષેના ટોન્ટની કોઈ અસર જ નહોતી.
આખરે હયાતીને પોતાનો એ ભૂતકાળ ફરીથી જીવવાનો મોકો મળી રહ્યો છે એમ સમજીને ઉર્વીલની જોડે પોતાના ઘર તરફ જવા નીકળી ગઈ અને થોડી જ વારમાં ઉર્વીલ અને હયાતી ઘર સુધી પહોચી ગયા હતા.
“ઓકે થેંક્યું ઉર્વીલ ફોર ડ્રીંક એન્ડ ફોર ડ્રોપ મી એટ માય હોમ.”, આટલુ બોલીને હયાતી કારમાંથી બહાર નીકળવા જઈ રહી હતી.
“આખરે ફરીથી બે એકલા લોકોની એકલતા સાથે પરિચય થવાનો સમય થઇ ગયો છે. અને આમ પણ તારા જોડે આટલો સમય કેમ પસાર થઇ ગયો એ ખબર જ નાં રહી, હવે ખબર નહિ કે આ આખી રાત કેમ જશે ?’, ઉર્વીલે પોતાનો પાસો ફેક્યો.
“તારા માટે મારા ઘરનો અને મારા દિલનો બંને દરવાજા હમેશા ખુલ્લા જ છે ઉર્વીલ.”, આખરે પોતાની છુપી મંજુરી આપીને હયાતી પોતાના ઘરમાં જતી રહી અને આખરે ઉર્વીલ પણ તેની પાછળ પાછળ દોરાઈ ગયો અને થોડી જ વારમાં બંને એકબીજામાં મશગુલ થઇ ગયા.

==***==***==

“ઓકે મતલબ કે આ લગ્ન પછીના બહારના રોમાન્સની શરુઆત થઇ હતી.”, નિશીથે કહ્યું.
“નહિ ! આ એક જરૂરીયાતવાળા આદમીની જરૂરીયાત પૂરી કરવા માટે કરેલી ભૂલોની શરૂઆત હતી જે તેને એક પાગલપનના ખાડામાં નાખી દેવાની હતી.”, ઉર્વીલ એકદમ નિર્દોષ ભાવે બોલી રહ્યો હતો.
“અચ્છા મતલબ કે હયાતીએ તમને જાણી જોઇને ફસાવાની શરૂઆત કરી હતી, એમ આઈ રાઈટ ?”, નિશીથે પ્રશ્નાર્થ નજરે ઉર્વીલ સામે જોયું.
ઉર્વીલે હકારમાં ડોકું ધુણાવ્યું અને નિશીથ સમજી ગયો કે આખરે હયાતીએ સામેથી જ પોતાનો ફોન કેમ સોપી દીધો. તે પોતાનું આ જુઠ છુપાવવા માંગતી હતી.
આખરે નિશીથ અને કાયા બંને ત્યાંથી બહાર નીકળી ગયા અને ઉર્વીલને થોડો હાશકારો અનુભવાયો.
“મને આ ઉર્વીલ જે કઈ કહી રહ્યો છે તે સત્ય લાગી રહ્યું છે. તારું શું કહેવું છે ?”, કાયાએ પોતાનો મંતવ્ય રજુ કર્યો.
“હા એ તો કોણ સાચું છે એ ખબર પડી જ જશે પરંતુ એ બંનેને એ ખબર નાં પડવી જોઈએ કે તે લોકો આપણને શું કહી રહ્યા છે.”, નિશીથે કોયડો રચ્યો જે કાયાને પહેલીવારમાં નાં સમજાયો અને નિશીથ સામે પ્રશ્નાર્થ ભાવે ચુપચાપ ઉભી રહી.
“લિસન કેરફુલી, ઉર્વીલ અહિયાથી નીકળીને તરત જ હયાતીને મળી શકે છે અને તેઓ બંને પોતાની વાતને મેચ કરીને આપણી સામે રજુ કરી શકે છે અને જો તેઓ આ બાબતમાં કામયાબ થઇ ગયા તો આપણે અસલી કાતિલ શોધવામાં થાપ ખાઈ જઈશું”, નિશીથે તેના કોયડાને થોડો સરળ કરતા કહ્યું.
“અચ્છા મતલબ તો તારું એમ કહેવું છે કે હું અત્યારેને અત્યારે હયાતી પાસે જાઉં અને તું જ્યાં સુધી ઉર્વીલનું ઇન્ટ્રોગેશન કરે ત્યાં સુધી હું પણ હયાતીનું ઇન્ટ્રોગેશન કરું જેથી તેઓ બંને એક સમયે જ શું બોલી રહ્યા છે તેના પર નજર રાખી શકાય”, કાયાએ હવે આખો પ્લાન ખુલ્લો કરીને મૂકી દીધો જે નિશીથે કોયડો બનાવીને તેની સામે મુક્યો હતો.
“અરે વાહ ! સમજી ગઈ. હવે ખબર પડી કે મારા દરેક કેસમાં હું તને જ કેમ મારી સાથે રાખું છું તે ?”, નિશીથે પણ થોડી મજાક કરી લીધી અને કાયા તરત જ ત્યાંથી હયાતી પાસે જતી રહી.

==***==***==

થોડી જ વારમાં કાયા હયાતીના ઘરે પહોચી ચુકી હતી. હયાતી માટે કશું નવું નહોતું કારણ કે તે સારી રીતે જાણતી હતી કે હવે તો આ લોકો અહિયાં આવશે જ આથી તે પણ શાંતિથી પોતાના ઘરે કાયાની સાથે બેઠી હતી. એટલી જ વારમાં ત્યાં રોનિત આવ્યો જે થોડો પરેશાન લાગી રહ્યો હતો. હયાતીએ તરત જ તેણે પારખી લેતા પૂછ્યું, “તે દવા લીધી ? જા ફટાફટ દવા લઈને આરામ કર એટલે સારું લાગશે.”
“કોણ છે આ હયાતી ?”, કાયાને ખબર હોવા છતાય તે ફરીવાર જાતે કરીને પૂછી રહી હતી.
“તે મારો કઝીન બ્રધર છે. અહિયાં મારી સાથે જ રહે છે. વારેઘડીયે બીમાર પડ્યા કરે એટલે સાચવવો પડે પરંતુ મારા કરતા વધુ તો એ મને સાચવે છે”, રોનિતના વખાણ કરતી હયાતી બોલી રહી હતી.
“હા તો હયાતી શું તું અને ઉર્વીલ પહેલીવાર પબમાં મળ્યા હતા ?”, કાયાએ ઉલટો પ્રશ્ન ફેક્યો.
પણ હયાતી જાણતી હતી કે તેણે હોસ્પિટલમાં શું જવાબ આપ્યો હતો, “લાગે છે તમે ભૂલી ગયા લાગો છો. મેં હોસ્પિટલમાં પણ આ વાત કહી હતી કે હું અને ઉર્વીલ તેના લગ્ન પહેલાથી જ એકબીજાને ઓળખીએ છીએ પરંતુ ત્યારે અમે અલગ થઇ ચુક્યા હતા અને પછી લગ્ન પછી તેની બુકના કોપીરાઈટ સંદર્ભે મારી ઓફીસમાં મળ્યા હતા અને તે પછી અમારી એ ત્રીજી મુલાકાત હતી જ્યારે અમે તે પબમાં મળ્યા હતા.”
“ઓકે ! તો ત્યાંથી નીકળીને પછી તમે ઉર્વીલને તમારા ઘરે આવવા આમંત્રણ આપ્યું એ વાત સાચી છે ?”
“નાં ખોટી છે. પરંતુ હું આ વાતે સહેજ પણ સરપ્રાઈઝ નથી થઇ કેમ કે જો ઉર્વીલ પોતાનું સત્ય બતાવે તો આ રીતે જ પોતાનું બયાન આપશે.”
“તો પછી તમારું સત્ય શું છે ? તમારા હિસાબે શું થયું હતું ?”
હયાતી એક વાત સારી રીતે જાણતી હતી કે પોલીસ ઉર્વીલની પણ પુછતાછ કરી રહી છે અને તેના બે પરિણામ આવી શકે તેમ હતા કે તેની પાસે બધી જ વાત જાણીને પછી પોલીસ મારી પાસે આવીને મારું બયાન લઈને પછી બંનેના જવાબો સરખાવશે અને બીજું પરિણામ એ હતું કે એકસાથે બંનેના બયાન લેવાય જેથી કરીને એકબીજાને વિચારવાનો કે વાત કરવાનો મોકો જ નાં મળે. જ્યારે કાયા હયાતી પાસે એકલી આવી ત્યારે જ હયાતી સમજી ગઈ હતી કે ઉર્વીલનું બયાન લેવાઈ ચુક્યું હતું અને પોલીસને ઉર્વીલ પર વિશ્વાસ બેસતો જતો હતો અને શક હયાતી પર આવતો જતો હતો અને હવે હયાતી પોતાની ચાલ ચાલવાની રાહે હતી.
હયાતીની નજરનું સત્ય :-
હા એ વાત સત્ય છે કે અમે પબમાં મળ્યા હતા અને ઉર્વીલ મને મારા ઘરે મુકવા પણ આવ્યો હતો પરંતુ મેં તેને અંદર નહોતો બોલાવ્યો. તે રાત્રે અમે મારા ઘરે પહોચ્યા.
મારો સીટ બેલ્ટ કાઢતા મેં તેનો આભાર માન્યો અને તેણે ફલર્ટ શરુ કર્યું.
“કાશ તારું ઘર આ શહેરથી બીજા શહેરમાં હોત તો આ આખી લાંબી રાત તો એકલા નાં ગુજારવી પડેત.”, થોડી પહેલી સર્જતો ઉર્વીલ લેખક તરીકે અમસ્તો નહોતો આટલો ફેમસ બન્યો તે તેના વાક્યોમાં દેખાઈ આવતું હતું.
“રાત ભલે લાંબી હોય પરંતુ તેની પણ સવાર તો પડતી જ હોય છે ઉર્વીલ. તું આમ પણ પ્રેક્ટીકલ માણસ છે તને કશું નહિ થાય ડોન્ટ વરી”, હયાતીએ તેની વાતનો છેદ ઉડાવતા કહ્યું.
“તો હું અહિયાં આખી રાત બેઠો રહું અને સવાર પડે એની રાહ જોઉં ?”, ઉર્વીલ હવે સીધો જ સવાલ કરી રહ્યો હતો. “મારી એકલતાને દુર નાં કરી શકે તો કઈ નહિ પરંતુ એકલું લાગે નહિ એ માટે મદદ તો કરી જ શકે. કોફી સાથે બેસી નાં શકીએ ?”

આખરે કોફી માટે હયાતી રાજી થઇ અને હયાતીના ઘરમાં બંને કોફી લઈને વાતો કરી રહ્યા હતા.
“તો તારી લાઈફ કેવી ચાલે છે ઉર્વીલ ? અંબર સાથે એવું તો શું થઇ રહ્યું છે કે તું આટલો ઉદાસ થઇ ગયો છે.”, હયાતીએ વાત શરુ કરતા કહ્યું.
“બસ ચાલ્યા કરે છે. વાતે વાતે ઝઘડાઓ અને એકબીજાને સહજેપણ સમજવાની તૈયારી નથી તેના કારણે અમારા વચ્ચે ક્યારેય પણ કોઈ વાતે સંમતિ થઇ જ નહિ. અને મેઈન તકલીફ એ શરુ થઇ છે કે મારી ગેરહાજરીમાં તેણે ડ્રગ્સ લેવાનું ક્યારે શરુ કરી દીધું એ મને ખબર જ નાં રહી અને જ્યારે ખબર પડી ત્યારે ખુબ મોડું થઇ ચુક્યું હતું જે હવે તેની લત બની ચુકી છે”, ઉર્વીલે નિસાસો નાખીને કહ્યું.
“કોઈ વાંધો નહિ ઉર્વીલ, બધું જ સરખું થઇ જશે, તું તેને સમજવાની કોશિશ કરશે તો બધું જ પોસીબલ થશે. પરંતુ તે ડ્રગ્સ લાવે છે ક્યાંથી ? તેને એવા કોન્ટેક્ટ ક્યાંથી મળ્યા ?”
“મેં ઘણુય જાણવાની કોશિશ કરી પરંતુ નાં જાણી શક્યો અને તેને પણ ખુબ સમજાવી કે આ બંધ કરી દે પરંતુ તે પછી તો તેણે મારી નજર સામે ડ્રગ્સ લેવાનું શરુ રાખ્યું અને પછી ઝઘડાઓ” ઉર્વીલ સાવ રડમસ અવાજે બોલી રહ્યો હતો.
“મેં તારી સાથે ખરેખર ખુબ ખોટું કર્યું છે હયાતી, મારી જરૂરિયાતોને ફક્ત તું જ પૂરી કરી શકી છે એ એહસાસ મને અંબર સાથે લગ્ન કર્યા પછી થયો છે”, તેની બાજુમાં જ રહેલા હયાતીના હાથ પર હાથ મુકતા ઉર્વીલ બોલ્યો પરંતુ અચાનક જ હયાતીએ પોતાનો હાથ ત્યાંથી લઇ લીધો.
“મિસ્ટર ઉર્વીલ પંડ્યા, હું તારી જરૂરિયાતો સંતોષવાનું મશીન નથી કે નથી કોઈ અવેજીની વસ્તુ કે મૂળ વસ્તુ નાં ગમી એટલે તેની અવેજીમાં જે હોય તેને વાપરીને ઈચ્છા સંતોષી શકાય”, હયાતી થોડો ગુસ્સો કરીને બોલી.
“પ્લીઝ હયાતી, તું કેમ મને તારી નજીક નથી આવવા દેતી ? તને કેમ એવું લાગે છે કે તું અવેજીની વસ્તુ છે ? તું મારા માટે આજે પણ મારો પ્રેમ જ છે તે તું કેમ નથી સમજતી ?”, ઉર્વીલ હયાતી સામે સાવ ગળગળો થઇ ગયો હતો.
“લિસન મિસ્ટર ઉર્વીલ, આઈ ફક ફોર લવ, ફક ફોર લસ્ટ બટ આઈ ડોન્ટ ફક ફોર ચેરીટી”, હયાતીનો બોલ્ડ જવાબ સાંભળીને હવે ઉર્વીલ એકદમ શરમાઈ ગયો હતો. હવે તે હયાતી સામે નજર પણ નહોતો મિલાવી શકતો આથી ચુપચાપ ત્યાંથી જતો રહ્યો હતો.

==***==***==

“ઓહ્હ તો મતલબ ઉર્વીલે તારી સાથે આખી રાત વિતાવી નહોતી ?”, કાયા હવે કન્ફયુઝ થઇ રહી હતી આથી તેણે ફટાફટ નિશીથને મેસેજ કરીને જણાવ્યું કે હયાતીની સ્ટોરી સાવ અલગ જ છે.
“અફકોર્સ નોટ ! આટઆટલી બેઈજ્જતી કર્યા પછી શું તમને લાગે છે કે ઉર્વીલ જેવો માણસ થોડીવાર પણ ટકેત ?”, આખરે હયાતીએ રજુ કરેલી વાતમાં પણ તથ્ય તો હતું જ.
હવે નિશીથ અને કાયા બંને સખત કન્ફયુઝ હતા કે બંનેની સ્ટોરી અડધે સુધી સાચી પડે છે અને ત્યાંથી ચેન્જ થઇ જાય છે તો સાચું માનવું કોનું ? પરંતુ એ બંને ઓફિસરો તેમ હારે માને એમાંથી નહોતા. આ ગુત્થીનો હલ તો તેણે શોધવો જ પડે એમ હતો.

==***==***==

હયાતીની નજરનું આગળનું સત્ય :-
ઇન્વેસ્ટીગેશન આગળ વધ્યું અને કાયા ફરીથી હયાતીની પૂછપરછ કરવા બેસી ગઈ હતી. જેમાં ઉર્વીલ અને હયાતીની પછીની મુલાકાત વિષે વાત હતી.

અમે બંને ફરીવાર એક હોટેલમાં મળ્યા હતા જ્યાં હું એક ખૂણામાં ચુપચાપ બેઠી હતી પરંતુ ઉર્વીલ મને ક્યાંથી જોઈ ગયો તે ખબર નહોતી પડી.
એક ચાઇનીઝ કહેવત છે ઓફિસર “જે દરવાજો ખખડાવ્યા પહેલા જ ખુલી જાય તે દરવાજાનો ઉંબરો ક્યારેય ઓળંગવો નાં જોઈએ” તે ભૂલ મેં કરી અને તેની સજા આજે ભોગવી રહી છું. તે તરત જ મારી પાસે આવ્યો અને મારી હાલચાલ પૂછવા લાગ્યો. હયાતીના ચેહરાના એક્સપ્રેશન તે ઓળખી ગયો હતો આથી તે સમજી ગયો હતો કે કોઈક સીરીયસ વાત તો છે.

આખરે હયાતીએ તેની સામે જુકાવ્યુ અને ઉર્વીલ પર ભરોસો મુકીને પોતાની વાત શરુ કરી, “ઉર્વીલ પ્લીઝ મને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી આપ. મારા એક ક્લાયન્ટને કોર્ટ કેસમાં જીતાવવાના ઈરાદાથી કરેલું તેનું કામ તેની સામેવાળાને હરાવી ગયું તેથી તેઓ મારી જાનના દુશ્મન બની બેઠા છે અને બીજી તરફ મારે ૨ દિવસમાં લંડન માટે નીકળવાનું હોય વિઝા પણ આવી ચુક્યા છે પરંતુ જો પોલીસ કેસનો મામલો થશે તો હું દેશની બહાર જઈ નહી શકું આથી પ્લીઝ તું મને કશેક રહેવાની વ્યવસ્થા કરાવી દે.”
“ઓહ્હ ! કોઈ વાંધો નહિ, તું ચિંતા નહિ કર હું છું ને તારી સાથે. મારો એક ફ્લેટ છે શહેરથી બહાર ત્યાં તું એકદમ સેફ રહી શકીશ, ચલ મારી સાથે”, આટલું કહીને ઉર્વીલ તરત જ તેને ત્યાંથી પોતાના ફ્લેટ પર લઇ ગયો.

સાંજે ઉર્વીલ ત્યાં આવ્યો અને હયાતી જોડે જમ્યો અને બંને તે ફ્લેટની ટેરેસ પર ખુલ્લા આસમાન નીચે બેઠા હોય છે અને વાતો કરતા હોય છે. વાતવાતમાં આખરે હયાતીનો ગુસ્સો પીગળે છે અને ઉર્વીલની બાહોમાં ત્યાં જ સુઈ જાય છે અને ઉર્વીલ તેના કપાળ પર હાથ ફેરવતો ફેરવતો તેના કપાળને ચૂમી લે છે અને અચાનક મહેસુસ કરે છે કે હયાતી ઉર્વીલની છાતીને ચૂમી રહી છે, અને આખરે ઘણા સમયથી એકબીજાથી અલગ થઇ ગયેલા ઉર્વીલ હયાતી તે રાત્રે ફરી પાછા એકમેકમાં ખોવાઈ જાય છે.
સવાર પડતા જ હયાતી પોતાના બેડમાં બાજુમાં જુવે છે તો ઉર્વીલની ગેરહાજરી મહેસુસ કરે છે પરંતુ તે આરામથી રેડી થઈને પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જુવે છે કે તેના પર્સમાંથી તેનો મોબાઈલ અને ચાર્જર ગાયબ છે. આખું પર્સ ચેક કરે છે તો જુવે છે કે તેમાંથી તેનો પાસપોર્ટ પણ ગાયબ છે. હયાતી ચિલ્લાતી આખા ઘરમાં ફરી વળે છે પરંતુ ઉર્વીલ તેને ઘરમાં લોક કરીને જતો રહ્યો છે. ઘરના લેન્ડલાઈન ફોનમાં પણ ફક્ત ઇનકમિંગની જ સુવિધા હોય છે તેથી તે ત્યાં પણ કોઈનો કોન્ટેક્ટ કરી શકતી નથી. હયાતી ઘરમાં પુરાઈ ચુકી હતી.

વધુ આવતા અંકે...

ટિપ્પણીઓ નથી: