સોમવાર, 22 ફેબ્રુઆરી, 2016

"નીરજા"


“ધ હિરોઇન ઓફ ધ હાઇજેક” નાં નામથી ઓળખાતી ૨૩ વર્ષીય નીરજા ભનોતના જીવન પર બનેલી આ ફિલ્મ એક સ્ત્રીની હિંમત પર ગર્વ મહેસુસ કરવા મજબુર કરી દેશે. ૪ આતંકવાદીઓ સાથે લડીને ૩૫૯ લોકોને એકલા હાથે બચાવનાર એ છોકરીના આવા સાહસિક કામને લીધે દરેક ભારતીય પોતાનું માથું ગર્વથી ઊંચું કરી શકશે. એવી ભારતીય મહિલા કે જેના મૃત્યુ પર પાકિસ્તાન પણ રડ્યું હતું, જેને ભારતનું શાંતિ માટેનું સૌથી મોટું વીરતા પુરસ્કાર “અશોક ચક્ર”થી સન્માનિત કરવામાં આવેલી છે. પાકિસ્તાને તેને “તમઘા-એ-ઈન્સાનિયત” અને અમેરિકાએ “જસ્ટીસ ફોર ક્રાઈમ એવોર્ડ” આપીને સન્માનિત કરેલી છે.
ડાયરેક્ટર રામ માધવાનીએ બનાવેલી આ ફિલ્મ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા સાથે બનાવી છે જેમાં કોઈ પણ પ્રકારનો બોલીવુડ મસાલા ઉમેરવામાં નથી આવ્યો. અને એના કારણે જ ફિલ્મ વધુ અસરકારક અને સીટ પર જકડી રાખે એવી બની છે.
સોનમ કપૂરની આજ સુધીની કેરિયરની બેસ્ટ એક્ટિંગ આ ફિલ્મમાં દેખાણી છે. સ્ટાઈલ આઇકોન ગણાતી આ અભિનેત્રીએ આ ફિલ્મમાં આબેહુબ નીરજા ભનોત લાગી રહી છે, જેને કારણે ફિલ્મ જોવી વધુ રસપ્રદ બની જાય છે. ફિલ્મના એક સીનમાં પત્ર વાંચીને એની સાથે આવેલી ચોકલેટ ખાઈ રહેલી નીરજાની લાગણીસભર એક્ટિંગ જોઇને હૃદય વલોપાત કરવા લાગે છે.
ફિલ્મની પહેલી ફ્રેમથી જ ફિલ્મ જાણે ચોથા ગીયરમાં પડી ગઈ હોય એવું લાગે છે. ધડાધડ કરતી એક પછી એક સ્ક્રીન ફરતી જાય છે અને ફિલ્મને એક રોમાંચક મોડમાં લાવીને ઉભી કરી દે છે. જેનો શ્રેય ફિલ્મના સ્ક્રીનપ્લે અને ફિલ્મના લેખક સાઈન કોડ્રસને જાય છે. ફિલ્મમાં આતંકવાદીઓ દ્વારા કરાતી હિંસાને જોતા થીયેટરમાં બેઠા બેઠા મોઢા બગડવા લાગે છે અને ગુસ્સો અપાવી દે છે એટલી હદે એ દ્રશ્યો અસર છોડે છે. ફિલ્મ ઈન્ટરવલ બાદ થોડી ધીમી પડી જાય છે અને તેમાં કોઈ મેળ વગરનું ગીત આવી જાય છે પણ ફરી પછી ગતિ પકડી લે છે જેના કારણે આંખ પટાવવાનો પણ સમય નાં હોય એવું લાગવા લાગે છે.
ફિલ્મની શરૂઆતથી જ બનેલી ઘટના અને તેની સાથે સાથે પેરેલલ ચાલતી નીરજાની અંગત જીવનની વાતોને સ્ક્રીનમાં એવી રીતે ફીટ બેસાડી છે જાણે કોઈ કારીગર ઘરમાં હવાચુસ્ત બારી ફીટ કરતો હોય. ઘર પરિવારવાળા લોકોની ચિંતા અને એ પણ હિંમત આપી જાય એવી શબાના આઝમીની એક્ટિંગ ખુબ સારી છે. ફિલ્મમાં તેના દ્વારા અપાયેલી સ્પીચ સાંભળીને હૈયું ભરાઈ આવે છે. શેખર રવજીઆનીનાં ભાગે ખાસ કશું આવ્યું નથી અને તે તેના માટે સારું જ છે. ફિલ્મનું મ્યુઝીક અને ગીતો એવરેજ છે.
Ratings :- 4.5/5
બોનસ :-
૧.) હમારે મેં ભાઈઓ કો વીર બુલાતે હે, ભાઈઓ કો રાખી બાંધતી હે બહેને, બહેનો સે તો કોઈ નહિ કેહતા કી હમારી રક્ષા કરના.
૨.) સર, મેં અપના ફર્ઝ નીભા રહી હું જેસે આપ અપના ફર્ઝ નીભા રહે હે.
૩.) આપકી બેટી કી કુંડલી બતા રહી હે કી વો આપકે કુલ કા દીપક બનેગી.
પંચલાઈન :- સાલું આ બધું જોઇને એમ લાગે કે નિરજા ૨૩ વર્ષે તો દેશનું નામ રોશન કરીને શહીદ થઇ ગઈ અને સાલું આયા ૨૩ વર્ષે હજુ ફેસબુક ફેસબુક રમીએ છીએ અને લાઈફ સેટ કરવાના ઠેકાણા નથી.

ટિપ્પણીઓ નથી: