મંગળવાર, 14 જુલાઈ, 2015

Maanjhi :- The Mountain Man.

ચાલો આજે એક ઓફબીટ ફિલ્મની વાત કરીએ જે રીલીઝ થઇ રહ્યું છે ૨૧ ઓગસ્ટ, ૨૦૧૫ ના દિવસે. ફિલ્મનું ટ્રેઇલર હજુ ગઈ કાલે જ રીલીઝ થયું છે. ફિલ્મનું નામ છે :- Maanjhi :- The Mountain Man.
.
ફિલ્મનું ટ્રેઇલર જોતા જ નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ પર ઓવારી જવાય છે. તેમની પત્ની તરીકેનો રોલ કર્યો છે બદલાપુર ફેઈમ રાધિકા આપ્ટેએ. ટ્રેઇલરમાં એ પણ ખુબ જ સ્વીટ દેખાય છે. મોટે ભાગે બાયોપિક ફિલ્મ બનાવનાર કેતન મહેતા આ ફિલ્મના ડાયરેક્ટર છે. જેની છેલ્લી ફિલ્મ "રંગ-રસિયા" રીલીઝ થઇ હતી. નવાઝુદ્દીનની ડાયલોગડીલીવરી અને એક્ટિંગ આજે કોઈ પણ ને આંજી દે છે ત્યારે આ ફિલ્મ તો જોવા લાયક હશે જ. રાધિકા આપ્ટે પણ ખુબ સારી અદાકારા છે.
.
ફિલ્મ એક પ્રેમ-કહાની છે જે એક સત્ય ઘટના પર આધારિત છે. જે દશરથ માંજીની બાયોપિક ફિલ્મ છે જેને આપણા દેશમાં The Mountain Man નું બિરુદ મળેલું છે. હવે આ બિરુદ શા માટે મળેલું છે એના પર થોડી નજર ફેરવીએ.
.
બિહારના ગેહલુંર ગામનો એક મજુર માણસ જેનું નામ છે દશરથ માંજી. એની પત્નીને ખુબ જ પ્રેમ કરે છે. એટલો પ્રેમ કે એની જિંદગીમાં બીજા કોઈને કર્યો જ નથી અને એની પત્ની સિવાય એને બીજું કોઈ દેખાતું જ નથી. એ ગામથી કોઈ બીમાર પડે તો એક મોટો પર્વત વચ્ચે આવતો હોવાના કારણે લોકોએ ૭૦ કિલોમીટર ફરીને જવું પડે છે અને એ પર્વત લોકોને નડતો હોય છે એટલે લોકો એ પર્વત ઓળંગીને જતા હોય છે પરંતુ ત્યાંથી ઘણા લોકો લપસીને પડીને મરી જવાના કિસ્સા બનતા હોય છે. એક દિવસ દશરથની પત્ની એ પર્વત પરથી જતી વખતે પગ લપસવાથી નીચે પડી જાય છે અને મૃત્યુ પામે છે. દશરથ એના પ્રેમના વિરહનાં કારણે એ પર્વત ખોદી નાખવાનું વિચારે છે જેથી કરીને કોઈ બીજાનું મૃત્યુ નાં થાય.
.
સતત ૨૨ વર્ષ (૧૯૬૦-૧૯૮૨) સુધી આ પર્વતને એકલા હાથે હથોડી અને છીણીથી પર્વત ખોદીને વચ્ચેથી રસ્તો બનાવી નાખે છે અને એ ૭૦ કિલોમીટરનું અંતર ફક્ત ૧૫ કિલોમીટરનું કરી નાખે છે. આમ ત્યાંના લોકો તેને The Mountain Man થી પણ બોલાવે છે. એના વિશેની માહિતી વિકિપીડિયામાં વાંચી શકો છો.
.
આ ઘટના વાંચીને જ ઘણા લોકો એવું નક્કી કરી લેશે કે આ ફિલ્મ તો જોવી જ પડે અને જેને અસર નહિ થાય એ લોકો ફિલ્મનું ટ્રેઇલર જોઇને નક્કી કરી નાખશે. એ ગેરેંટી છે બોસ. ફિલ્મ ટ્રેઇલરની લીંક નીચે પ્રમાણે છે.
.
ફિલ્મ ટ્રેઇલર લીંક
.
બોનસ :-
૧.) બહુત બડા હે તું ? બહોત અકડ હે ના તોહરામેં ? દેખ.. દેખ કેસે ઉખાડતે હે અકડ તેરી.
૨.) હમ તુમકો ઇતના ચાહતે હે, ઇતના ચાહતે હે, ઇતના ચાહતે હે, ઇતના ચાહતે હે, ઇતના ચાહતે હે, કિતના ચાહતે હે કા બતાયે, સીના ચીર કે દિખાયે બજરંગબલી જેસા.
૩.) જબ તક તોડેંગે નહિ, તબ તક છોડેંગે નહિ.
૪.) તુમ ઇતની તાકત કહા સે લાતે હો ? ઈ પ્રેમ હે, ઓર પ્રેમ મેં બહુત તાકત હોતી હે રે બાબા.
૫.) ભગવાન કે ભરોસે મત બેઠીયે, કા પતા ભગવાન હમરે ભરોસે બેઠા હો.
ટિપ્પણી પોસ્ટ કરો