રવિવાર, 24 મે, 2015

તનું વેડ્સ મનુ રીટર્ન્સ


યશ ચોપરા, કારણ જોહર, ઈમ્તિયાઝ અલી, સંજય લીલા ભણસાલી પછી એકદમ લવસ્ટોરી મુવી બનાવનાર ડાયરેક્ટર આ બોલીવુડને મળ્યા છે. "તનું વેડ્સ મનુ", "રાંઝણા", અને હવે પછી "તનું વેડ્સ મનુ રીટર્ન્સ" બનાવીને એકદમ હટકે લવસ્ટોરી બનાવાવાળા વ્યક્તિઓમાં પોતાનું સ્થાન મજબુત કરી લીધું છે. તનું-મનુની સિકવલ એકદમ સચોટ રીતે અને ચીવટપૂર્વક બનાવીને રજુ કરી છે. આજ સુધી જોયેલી ફિલ્મોની સિકવલમાંથી બેસ્ટ સિકવલ એટલે સફળ દિગ્દર્શક આનંદ એલ. રાયની "તનું વેડ્સ મનુ રીટર્ન્સ".

હિમાંશુ શર્માની રાઈટીંગ સ્કીલ જોઇને ઈર્ષ્યા આવે છે એટલું ઊંચા ગજાની અને જબરદસ્ત સ્ક્રીપ્ટ અને ડાયલોગ લખ્યા છે. જાણે છેલ્લી ત્રણ ફિલ્મોથી આનંદ રાય અને હિમાંશુ શર્માનું બોન્ડીંગ થઇ ગયું હોય એવું લાગે છે. ફિલ્મની એક એક પંચલાઈન ગજબની છે. સહેજ ચુક્યા તો જાણે કોઈક સારો ડાયલોગ ગુમાવી બેસવાની બીક લાગે એટલી હદના માઈન્ડ બ્લોવિંગ ડાયલોગ છે.

કંગના રનૌત -> આ નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી તો દિવસે ને દિવસે એની એક્ટિંગ સ્કીલની ધાર કાઢતી જ જાય છે. જાણે આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડવાનો ઠેકો લઇ રાખ્યો હોય એવી રીતે જ્યાં અને ત્યાં છવાઈ જાય છે. તનું અને દત્તોના ચેહરા જ માત્ર સરખા છે બાકી બીલીવ નાં કરી શકીએ કે આ બંને રોલ કોઈ એક જ વ્યક્તિએ કર્યા હશે. ફિલ્મની શરૂઆતના શોટમાં પોતાની એક્ટિંગ સ્કીલનો પરચો દેખાડી દે છે અને જયારે દત્તોની એન્ટ્રી થાય છે ત્યારે તો જાણે એક્ટિંગનું ઘોડાપુર આવ્યું હોય એવું લાગવા માંડે છે. ખરેખર ખુબ જ દમદાર એક્ટિંગ છે. આર. માધવનના ભાગે પેલા ભાગ જેટલું કામ નથી આવ્યું એમણે તો ફક્ત આ ફિલ્મમાં ડાયલોગ કરતા વધારે એક્સપ્રેશનથી જ વાત કરવાની આવી છે અને તે પણ તેણે બખૂબી નિભાવી છે.

ફિલ્મનું જમાપાસું કહી શકાય એવા બે વ્યક્તિઓ છે આ ફિલ્મમાં. એક છે પપ્પીનો રોલ કરનાર દીપક ડોબરીયાલ અને બીજો છે "રાંઝણા"માં મુરારીનો દમદાર રોલ કરનાર મોહમ્મદ ઝીશાન અયુબ. દીપક ડોબરીયાલ તો જાણે પોતે ફિલ્મ ઊંચકવા આવ્યો હોય એ હદની એક્ટિંગ કરે છે. ફિલ્મમાં મેઈન હીરોની પાસે હોવા છતાં પોતાના તરફ ધ્યાન લઇ જવા મજબુર કરે છે. એની કોમેડી ડાયલોગ ડીલીવરી તો જાણે સીટ પર શાંતિથી બેસવા નથી દેતી. ક્યાંક ક્યાંક તો કેરેક્ટર પર પણ હાવી થઇ જાય છે. મોહમ્મદ અયુબ પણ જાણે ફિલ્મમાં જાન પુરવા આવ્યો હોય એવું લાગી આવે છે. જીમી શેરગીલ અને સ્વર ભાસ્કર આ બે કલાકારો એવા છે જેમની પાસેથી એમની ક્ષમતા પ્રમાણેની એક્ટિંગ અને કામ લઇ શકાયું નથી. બેશકપણે એમની એક્ટિંગ સારી જ છે પરંતુ એમના ભાગે કોઈ મોટા રોલ આવ્યા જ નથી. જો એમનો પણ ઉપયોગ કર્યો હોત તો ફિલ્મને ચાર ચાંદ લાગી જાત.

ફિલ્મનું મ્યુઝીક એટલું ખાસ તો નથી પરંતુ ફિલ્મની એક્ટિંગ, ડાયરેકશન અને કોમેડી સેન્સ પાછળ મ્યુઝીક દબાય જાય છે. એકદમ સામાન્ય લાગતી સ્ટોરીને આનંદ રાયએ ટપલી મારીમારીને મઠારી છે. પંજાબી પાસે પણ ગુજરાતી ગરબા કરાવીને કંઈક હટકે દેખાડ્યું છે. કંગના પાસેથી એમનું બેસ્ટ કામ કઢાવ્યું હોય એવું લાગે છે. આ વર્ષના દરેક એવોર્ડ સમારોહમાં કંગનાનું નોમીનેશન પાકું છે. સેન્સ ઓફ હ્યુમર વળી કોમેડી અને ડાયલોગ મગજ વિચારતું કરી દે છે. મુવીના અંતે દરેક દર્શકના ચેહરા પર એક ગજબની સ્માઈલ આવી જાય છે અને દરેકને તાળીઓ વગાડવા માટે મજબુર કરી દેતી આ ફિલ્મ ખરેખર ખુબ જ એન્ટરટેનિંગ છે. 

ખરેખર અચૂક જોવા જેવી ફિલ્મ. 

Ratings :- 4 / 5

બોનસ :- 
1.) હમ થોડે બેવફા ક્યા હુવે કી આપ તો બદચલન હો ગયે.
2.) હંમે ક્યા હીરો હોન્ડા બાઈક ઓર એક લીટર પેટ્રોલ સમજ રખ્ખા હે ક્યા ?
3.) યહાં સાલા એકબાર ઘોડી પર બેઠના નસીબ નહિ હુઆ ઓર એ સાલા ઘોડી પર હી ઘૂમ રહા હે તબસે.
4.) યહાં સાલા મર્દાનગી કા ટેસ્ટ સ્પર્મકાઉન્ટ સે હોતા હે.
5.) અભી તો હંમે ઓર બદનામ હોના હે.
ટિપ્પણી પોસ્ટ કરો