રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

બદલાPUR


ફિલ્મનું નામ સાંભળીને ઉપરછલ્લો અંદાજ તો આવી જ જાય કે કંઈક રિવેન્જ સ્ટોરી હશે એમ અને અંદાજ પ્રમાણે બને છે પણ એવું જ. પરંતુ સામાન્ય લાગતી સ્ટોરીને શ્રી રામ પોતાના ડાયરેકશનથી અને શ્રીધર રાઘવન પોતાના સ્ક્રીનપ્લેથી મનને આંજી દે છે. માત્ર એક્શન ફિલ્મો કરનાર શ્રીરામ રાઘવનની આ ચોથી ફિલ્મ છે જે ફિલ્મ આખરે એને સફળતાનો સ્વાદ ચખાડશે. શ્રીધરનું સ્ક્રીનપ્લે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલે છે જેના કારણે ફિલ્મ થોડી વાર માટે પણ બોરિંગ નથી બનતી, અને એટલે જ ફિલ્મ માત્ર ૨ થી ૨.૧૫ કલાકમાં પૂરી થઇ જાય છે.

દરેક પાત્રોની પોતાની કંઈક અલગ ફીલિંગ્સ, પોતાની જ કંઈક અલગ કથા, અને પોતાની જ કંઈક અદા દેખાડવામાં શ્રીરામ ફૂલ માર્ક્સ મેળવી ગયા છે. ફિલ્મના ડાયલોગ પણ સારા છે. પાત્રોની ઊંડાઈને જે સમજી જાય તે ફિલ્મના નેગેટીવ પાત્રને પણ પ્રેમ કરી જાય એટલી ઊંચા હદની એક્ટિંગ છે દરેક પાત્રોની. જનરલી રિવેન્જવાળી અગણિત ફિલ્મો આવી ગયેલી છે પરંતુ આ ફિલ્મના અનેક પ્રકારના ડાર્ક શેડ્સ જોવા મળે છે જે છેલ્લે ફિલ્મ "હૈદર" માં જોવા મળ્યા હતા. "હૈદર" પછી જો કોઈ ફિલ્મ આવી હોય કે જે વિચારવા માટે મજબુર કરી દે અને મગજ સુન્ન કરી દે તો એ છે "બદલાપુર"

વરુણ ધવનની એક્શન ફિલ્મ અને આ પ્રકારનો રોલ જોઇને એક વાત તો સાબિત થઇ ગયી છે કે વરુણ બોલીવુડ માટે લાંબી રેસનો ઘોડો સાબિત થશે. ફિલ્મનું બીજું પાત્ર છે નાયકનું. જે નિભાવ્યું છે સુપર એક્ટર નવાઝુદ્દીન સિદ્ક્કીએ. અડધી ફિલ્મ જાણે પોતે એકલા એ ખેંચી લીધી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ક્યાંક ક્યાંક વરુણને પણ સાઈડમાં કરી નાખે છે એટલી હદની ગજબ એક્ટિંગ છે બોસ. યામિ ગૌતમ માત્ર શો પીસ. નામ ગણાવા માટે લીધેલી છે. એક્ટિંગની સારી એવી સમજ ધરાવતી હુમા કુરેશીએ પણ સારું કામ કર્યું છે.

સચિન-જીગરની હીટ સંગીત બેલડીએ જબરદસ્ત સંગીત આપ્યું છે જેનો નજારો ફિલ્મના ગીત "જી કરદા" માં જોવા મળે છે. ફિલ્મનું એક બીજું ગીત છે "જુદાઈ" જેને પોતાનો જાદુઈ અવાજ આપનાર અરિજિત સિંહ જે ફિલ્મના કરુણ દ્રશ્યને તમારા દિલમાં જણજણાટી પેદા કરવા માટે સક્ષમ છે. સંગીત અને લીરીક્સ અને કમ્પોઝીશન માટે ફૂલ માર્ક્સ.

બોનસ:- લોગ કહેતે હે અપને દુશ્મન કો માફ કર દેના ચાહિયે, ઓર મેં ભી યહી માનતા હું લેકિન ઉન્હેં તડપા તડપા કે મારને કે બાદ.
નોટ્સ :- ડાર્ક ફિલ્મો જોવાના શોખીનો માટે દિવાળી સિવાયનું એક્સ્ટ્રાબોનસ પેકેજ છે.

Ratings :- 4/5

ટિપ્પણીઓ નથી: