શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

શમીતાભ


         જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી જ ઉત્કંઠા જાગેલી કે આ ફિલ્મ ફર્સ્ટ ડે જ જોઈ નાખવું. પણ "સાલા અપુન કા બેડ લક ઈચ ખરાબ હે" કોઈ કારણસર ફિલ્મનો શો કેન્સલ થયો અને એક દિવસ લેટ થઇ ગયું. અને આજે ફિલ્મ ફાઈનલી જોઈ જ નાખી.
 
          નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી કે એક આંધળો અને એક લંગડો. બંનેને ખાવાના વાંધા હતા. અને પછી આંધળો પેલા લંગડાને ખભે બેસાડી દે અને પછી જેમ લંગડો ડાયરેકશન આપે તેમ આંધળો ચાલે અને બંનેને ખાવાનું મળે. પણ પછી શું ? એ પછીની સ્ટોરી એટલે "શમીતાભ". જેમ સ્ત્રી પોતાની સુંદરતાના વખાણ સાંભળવાના છોડી નથી શકતી એવી રીતે પુરુષ પણ પોતાનો ઈગો નથી છોડી શકતો. અને એ જ ઈગો માણસને પાછળથી ખુબ તકલીફ આપે છે જેનું આબેહુબ વર્ણન કર્યું છે આર. બાલ્કી એ.
 
            હમેંશા કંઈક અલગ કન્સેપ્ટ સાથે ફિલ્મ બનાવનાર આર. બાલ્કીએ આ વખતે પણ કંઈક અલગ જ રજુ કરીને ફિલ્મને કંઈક ઉંચી દિશાએ લઇ ગયા છે. આ ફિલ્મનું ડાયરેકશન જોઇને એમ લાગ્યું કે આર.બાલ્કીની આ ફિલ્મ મારી લાઈફની જોયેલી બધી ફિલ્મોના સર્વશ્રેષ્ઠ ડાયરેકશનમાંથી એક છે. સ્ટોરી, સ્ક્રીપ્ટ, ડાયરેકશન, પ્રોડક્શન બધું જ પોતાની પાસે રાખીને એક સાથે સંભાળવું અને દરેક બાબતોને એકસરખો ન્યાય આપવો એ ખરેખર ખુબ કપરું કામ છે પરંતુ આ કસોટીમાં આર. બાલ્કી સહેજપણ નબળા ઉતર્યા નથી. આર. બાલ્કી વિષે આનાથી વધારે બોલવા માટે મારી પાસે શબ્દો નથી.
 
            ધનુષની સાઉથની ૪-૫ ફિલ્મો જ્યારે જોઈ ત્યારે એવું લાગતું કે આ ખલમાક્ડું છે તોય ડાયરેક્ટર એની પાસે કેવી ફાઈટ કરાવે છે અને પેલો પણ જબરદસ્ત એક્શન કરે છે પણ જયારે "રાંઝણા" જોઈ ત્યારે લાગ્યું કે નહિ આ બંદામાં દમ છે. એક્ટિંગ સારી કરી શકે છે. પણ "શમીતાભ"ના પરફોર્મન્સ પછી તો જાણે એમણે મને સાવ સ્પીચલેસ જ કરી નાખ્યો યાર ! ફિલ્મમાં એમનો એકપણ ડાયલોગ નથી પરંતુ પોતાના એક્સપ્રેશનથી જ સાબિત કરી દીધું કે એ ખુબ ઊંચા ગજાનો કલાકાર છે, જેને કોઈ હ્રીથીક કે રણબીર જેવા ગુડ લુક્સ અને સલમાન જેવી બોડીની જરૂરીયાત નથી. એ પોતે જેવો છે તેવો રહીને પણ ફિલ્મને એકલો ખેંચી શકે છે. બોલીવુડ સ્ટાર લોકો તમારે હવે ધનુષની ડરવાની જરૂર પડશે નહીતર તમારી તબિયત માટે એ સારો નથી, ઊંઘ ઉડાડી શકે છે.
 
             બચ્ચનદાદા.. દાદા તમને લોકો "મીલેનીયમ ઓફ ધ સુપરસ્ટાર" અમસ્તા જ નથી કહેતા અને એ વાત આજે આ ફિલ્મની તમારી એક્ટિંગ જોયા પછી પાકી ખાતરી અને સાબિતી સાથે ખબર પડી ગયી. તમારી ડાયલોગ ડીલીવરી અને એક્સપ્રેશનનો કોઈ જવાબ નથી બીગ બી દાદા. આજ સુધી તમને માત્ર પ્રેમ કરતા હતા પણ હવે આ ફિલ્મ પછી તમારી સાથે ડીપલી લવ થઇ ગયો છે, ડાય હાર્ટ ફેન થઇ ગયા બાપુ.
 
              અક્ષરા હસન - આયે હાયે ! તેરી યે આસમાની આંખે ઓર યે માસુમ સે ચેહરેને તો હોશ છીન લિયે યાર ! પહેલી વાર કોઈ બોયકટ વાળ વાળી છોકરી ગમી છે. ફિલ્મમાં અક્ષરાનો રોલ થોડો નાનો છે પરંતુ ખુબ જ મહત્વનો છે અને અક્ષરાએ ખુબ સારી રીતે નિભાવ્યો છે. આશા છે કે એમની એક્ટિંગમાં હજુ વધુ નિખાર આવશે.
 
              ફિલ્મનું સંગીત આપ્યું છે સાઉથની ફિલ્મોના ફેમસ મ્યુઝીક ડાયરેક્ટર ઈલીયારાજા એ. પણ મ્યુઝીક કઈ ખાસ ઉકાળી શક્યું હોય એવું ના લાગ્યું. થોડું જુનવાણી ટાઈપ મ્યુઝીક લાગ્યું અને ફિલ્મના ગીતો પણ કઈ ખાસ નથી જેના નેગેટીવ માર્ક્સ લાગી શકે છે પરંતુ મને નથી લાગતું કે ફિલ્મની મજબુત પકડને સંગીતથી કઈ ફર્ક પડે. ફર્સ્ટ હાફ કરતા સેકંડ હાફ વધુ જકડી રાખે છે અને છેલ્લે ફિલ્મનો શોકિંગ ટર્નીંગ પોઈન્ટ મગજને સુન્ન કરી દે છે. થીયેટરની બહાર નીકળતા લોકો એકદમ ચુપચાપ થઇ જાય છે, પ્રેક્ષકો એક શબ્દ બોલી નથી શકતા.
 
ટુકમાં, એક્ટિંગ શું કહેવાય એ જાણવું હોય તો આ ફિલ્મ ખાસ જોવી જરૂરી છે. એકદમ ફાડું રોલ છે બોસ્સ્સ...!!!!!
 
અને છેલ્લે મને ગમી હોય એવી ફિલ્મની લાઈન -
 
 
ઈશક હે ફિલ્લમ, દર્દ હે ફિલ્લમ, દુવા હે ફિલ્લમ, દવા હે ફિલ્લમ,
સલામે ફિલ્લમ, સલામે ફિલ્લમ, સલામે ફિલ્લમ...
 
Rating :- 4.5/5

ટિપ્પણીઓ નથી: